________________
૧૩૪
શીલપદેશમાલા ગ્રંથને થયેલાની જેમ જલદી નીકળીને સંસારને તૃણસમાન વિચારતા સુદર્શનશેઠ સીધા રસ્તે ઘરે ગયા. આ પ્રસંગ બનવાથી રાક્ષસીસમાન સ્ત્રીઓથી ગભરાયેલા સુદર્શન શેઠે હવે પછી બીજાના ઘરમાં ન જવું એવો નિર્ણય કર્યો. જાણે આગ હોય તે, સદા ધર્મ ધ્યાનમાં તત્પર અને આત્માને કાબૂમાં રાખનાર સુદર્શન શેઠ સર્વ કાર્યો દેષ ન લાગે તે રીતે કરતા હતા.
એકવાર દધિવાહન રાજા પુરોહિતની સાથે સુદર્શનને લઈને ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયે. પછી જેમ ઇદ્રાણી ઇદ્રની પાછળ જાય તેમ કપિલાની સાથે વાહન ઉપર બેઠેલી અભયા રાણી દધિવાહન રાજાની પાછળ ગઈ. આ તરફ તે સમયે જાણે ગુણોથી સામ્રાજ્યની લક્ષમી હોય તેવી અને છ પુત્રોથી યુક્ત એવી સુદર્શનની પત્ની પણ રસ્તામાં ચાલી રહી હતી. તેને જોઈને કપિલાએ પટરાણી અભયાને વિસ્મયપૂર્વક પૂછયું: છ રસની જેમ છ પુત્રોથી યુક્ત આ નગર શ્રી કેશુ છે? અભયાએ કહ્યું છે બ્રાહ્મણી! તું આને પણ કેમ નથી ઓળખતી ? જાણે ઘરની લક્ષમી હોય તેવી આ આ સુદર્શનની પત્ની છે. ફરી કપિલાએ સ્મિત કરીને પૂછ્યું: જો આ સુદર્શનની પત્ની હોય તે જેમ ઈક્ષને ફળની પ્રાપ્તિ ન થાય તેમ આને પુત્રે ક્યાંથી થાય? અભયા બેલીઃ હે બહુ બોલકી ! આવું સંબંધ વગરનું કેમ બેલે છે? કારણ કે પુત્ર પ્રાપ્તિનું લક્ષણ રાજા અને રંક એ બંનેમાં સમાન હોય છે. કપિલા બોલી. તેનામાં પુરુષપણું નથી, અર્થાત્ ને નપુસક છે. આ સાંભળીને અભયા બેલી: હે ચપલા ! એકસ તે એને ક્યાંક જોયો છે, સત્ય કહે. અભયાએ આ પ્રમાણે પૂછયું એટલે કપિલાએ સુદર્શન નને નપુંસકપણાનો વૃત્તાંત પહેલેથી કહ્યો. તેથી અભયાએ કહ્યું- હે મૂઢ! ચક્કસ તું છેતરાણી છે. ધર્મી સુદર્શન પરસ્ત્રીમાં નપુંસક છે, સ્વીમાં નહિ. પવિનીને સંકેચ કરતે ચંદ્ર શું દોષ આપવા લાયક છે ! પછી અભયા જેમ વાનરી ઉપર હસે તેમ કપિલા ઉપર હસી. વિલખી બનેલી કપિલાએ શરમપૂર્વક ધીમા અવાજે કહ્યું: મૂઢ હું તે તેનાથી નપુસકપણાના દંભથી છેતરાણી, પણ તારી ચતુરાઈ હું તે જ જાણું કે જો તું સુદર્શનની સાથે કામક્રીડા કરે. ગર્વથી કપિલાના વચનનો સ્વીકાર કરીને રાણીએ કહ્યું- હે સખી! જે એમ હોય તો મેં એની સાથે સહેલાઈથી કામક્રીડા કરેલી જ છે એમ તું જાણુ. કારણ કે અનેક રાજકન્યાઓથી ચલિત ન કરાયેલે પણ આ રાજા મારા વડે ભવાંરૂપી લતાના કટાક્ષથી બાળવા નરની જેમ ભમાડાવાય છે. રાગ વિનાના પણ તાપસ રીઓ વડે કામક્રીડા કરાવાયેલા છે, તે પછી સદી ઈચ્છા પ્રમાણે સ્ત્રીસંગ કરનારા આ સુદર્શનનું તે શું કહેવું? વૃક્ષ એકેંદ્રિય હોવા છતાં કટાક્ષોથી વિકસિત બને છે, તે પછી પંચેંદ્રિય અને કુશળ એવા આ સુદર્શનને #ભ પમાડવામાં કેટલે શ્રમ કરવો પડે? જે હું એની સાથે કામક્રીડા ન કરું તે મારે અગ્નિમાં પ્રવેશ કર એમ પ્રતિજ્ઞા કરતી અભયારણી ઉદ્યાનભૂમિમાં આવી. લાંબા કાળ સુધી ઉદ્યાનની સંપત્તિને સફળ બનાવીને અભયા અને કપિલા સાંજે પિોતપોતાના ઘરે ગઈ.