________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૩ તે દેહલા પૂરા કર્યા. સમય થતાં અહદાસીએ સર્વ અંગોમાં શુભ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યું. શેઠે ઉત્સવપૂર્વક તેનું સુદર્શન એવું નામ કર્યું. પુણ્યથી થનારી ઋદ્ધિ માતા-પિતાના મનેરની સાથે વધી. સુદર્શને સઘળી કળાઓ જાણે પૂર્વે શિખેલી હોય તેમ જલદી ગ્રહણ કરી લીધી. ક્રમે કરીને યૌવનને પામેલા વિવેકી એવા તેને પિતાએ મનોરમા નામની કન્યા પરણવી. બીજના ચંદ્રની જેમ સર્વને આનંદ આપતે સુદર્શન લેકમાં અને રાજવર્ગમાં ઘણે માન્ય બન્યા.
આ તરફ જેમ વસંતઋતુને કામદેવની સાથે પ્રીતિ છે તેમ તેને કપિલ નામના રાજપુરોહિતની સાથે પ્રીતિ થઈ. સદા પરસ્પર વાતચીતરૂપી અમૃતની વૃષ્ટિથી તે બેના અંતર ખુશ થતા હતા. રામ લક્ષમણ સમાન તેમના આ પ્રમાણે સુખપૂર્વક દિવસ પસાર થતા હતા. એકવાર કપિલા નામની પત્નીએ પુરોહિતને પૂછયું, હે સ્વામી! આપ આજકાલ સર્વ કાર્યોમાં ઢીલા કેમ જણાઓ છે? પુરોહિતે કહ્યું મારે સુદર્શન નામનો પ્રાણપ્રિય મિત્ર છે. તેની સાથે વાતચીતના સુખમાં મગ્ન બનેલા મને કંઈ પણ યાદ આવતું નથી. પત્નીએ પૂછ્યું એ કેણ છે? કેવો છે? પુરોહિતે કહ્યું: એ ઋષભદાસ શેઠને પુત્ર છે અને બહુ બુદ્ધિશાળી છે. આકાશમાં તારાઓની જેમ તેના રૂપ, લાવણ્ય, સૌજન્ય, અને દાક્ષિણ્ય વગેરે કેટલા ગુણોનું વર્ણન કરી શકાય? હે ભદ્ર જેમ પવિનીએ (સૂર્યવિકાશી કમલની વેલડીએ) ચંદ્રને નથી તેમ તે ગુણનિધિ એને જે નથી અને સાંભળે પણ નથી, આથી તારે જન્મ વ્યર્થ છે. તેના ઉજજવલ પણ ગુણેને સાંભળીને કપિલાનું અંતર સુદર્શન પ્રત્યે આસક્ત બન્યું. આથી કપિલા તેને જેવાની ઈચ્છાથી ઉપાયને વિચારવા લાગી. એક દિવસ પુરોહિત રાજાજ્ઞાથી એકાંતમાં આવેલા કઈ ગામે ગયે. ત્યારે કામથી વિહલ બનેલી કપિલા સુદર્શનના ઘરે ગઈ. તેણે સુદર્શનને કહ્યું : આજે તમારા મિત્રના શરીરે સારું નથી તેથી ઘરે આવીને સુદર્શન રૂપી અમૃતવાળી દષ્ટિથી તેમને સંતોષ પમાડે. મિત્ર પ્રેમથી તે પણ તે વખતે તેના ઘરે જલદી ગ. મારો મિત્ર ક્યાં છે એમ તેણે પૂછ્યું. તે બેલી ભય વિનાના સ્થાનમાં છે. જેમ કએં પ્રમાદીને નિગદમાં લઈ જાય તેમ કપિલા સુદર્શનને ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ કામાસક્ત તેણે એકાંતમાં શૃંગારિક ચેષ્ટાઓ દ્વારા સુદર્શન પાસે વિષયસુખની માગણી કરી. બારણું બંધ કરીને અને કેડનું બંધન ઢીલું કરીને નિર્લજપણે ગમે તેમ બોલી. તત્કાલ ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા તેણે સ્મિત કરીને તેને આ પ્રમાણે કહ્યુંઃ હે ભદ્ર! સારથી રહિત આ સંસારમાં યુવાનીનું ફળ આ (=વિષયસુખ) જ છે. " પણ વિધાતાએ મને નપુંસક બનાવીને વિડંબના પમાડી છે. તેથી તે સ્ત્રી ! જેમ ભૂખે થયેલે મુસાફર તાડવૃક્ષના ફલની અભિલાષામાં બ્રાન્તિ પામે છે. તેમ તું આ પુરુષપણને આકાર ધારણ કરનાર મારામાં બ્રાતિ પામી છે. પછી લજજા પામેલી કપિલાએ જાઓ જાઓ એમ કહીને સુદર્શનના મરથની સાથે બારણાને ખેલ્યું. બંધનથી મુક્ત