________________
શીલોપદેશમાલા ગ્રંથનો
- આ તરફ મૃતરૂપી સાગરને પાર પામેલા અને ગુરુની હિતશિક્ષાને આધીન બનેલા શ્રી વાસેનમુનિ સે પારકનગર આવ્યા. ત્યાં શ્રાવકેમાં શ્રેષ્ઠ જિનદત્ત નામના શેઠ હતા. તેમની જિનધર્મમાં કુશલ ઈશ્વરી નામની પત્ની હતી. તેમને ધર્મકાર્યોમાં કુશળ એવા ચાર પુત્રો હતા. તેમનાં ચંદ્ર, ઉદ્દેશિક, નાગેન્દ્ર અને વિદ્યાભત એ પ્રમાણે નામે હતાં. વિવેદી તે બધા અનાજના અભાવથી આપણું કદાચ અપમૃત્યુ થાય એવી શંકાથી ઝેર ખાઈને આરાધનાપૂર્વક પ્રાણ ત્યાગ કરવાની ઇચ્છાવાળા હતા. દૂર ન કરી શકાય તેવા દુકાળથી ક્ષીણ થઈ ગયેલા એમણે (ખીરની અંદર ઝેર મેળવીને તે ખીરનું ભોજન કરવું એવા ઈરાદાથી) એક લાખ રૂપિયાથી ખીરની થાળી મેળવી. અર્થાત્ એક લાખ રૂપિયા ખર્ચીને એક થાળી જેટલી ખીર બનાવી. પણ તેમાં હળ ઝેર નાખ્યું ન હતું. તેટલામાં શ્રી વજસૂરિની શિક્ષારૂપી અમૃતથી પૂર્ણ બનેલા અને ભિક્ષા માટે ગયેલા શ્રી વજા સેન મુનિ જાણે તેમનાં કર્મોએ જ લાવ્યા હોય તેમ તેમના ઘરે આવ્યા. પિતાને ધન્ય માનતી ઈશ્વરીએ મુનિની આગળ આવીને કહ્યું: સારું થયું, સારું થયું, મહાભાગ્યથી આપ સમયસર અહીં પધાર્યા. આ ખીર હજી સુધી વિષથી મિશ્રિત કરી નથી. આ ખીરને ગ્રહણ કરીને અમને ભવરૂપી સમુદ્રથી તારે. તેથી શ્રી વજસૂરિની હિતશિક્ષાને યાદ કરીને મહાત્માએ આ પ્રમાણે કહ્યુંઃ નિરર્થક મૃત્યુ ન પામે. કારણ કે સવારે સુકાળ થશે. તે વખતે સુકાળનું આ જ નિશ્ચિત લક્ષણ કહીને મને જ્ઞાનકુંજ શ્રી વજસૂરિએ અન્ય દેશમાં મોકલ્યું હતું. આ પ્રમાણે તેમના વચનથી તે બધા અપમૃત્યુથી નિવૃત્ત થયા. સવારે અન્ય દેશમાંથી અનાજનાં ઘણાં વહાણે આવ્યાં. આથી સુકાળ થયે. તે ચારેય શ્રેષ્ઠિપુત્રોએ બોધ પામીને મોક્ષ મેળવવાની ઈચ્છાથી ચારિત્રને સ્વીકાર કર્યો. તેમણે ચાર ગછો સ્થાપ્યા અને તે ચાર ગચ્છો તેમના નામથી પ્રસિદ્ધ બન્યા. આથી આ વાસેન નામની શાખા આજે પણ પ્રવર્તે છે આ પ્રમાણે પ્રભાવક પુરુષે વિષે મસ્તકના મુગુટ સમાન અને લબ્ધિના સાગર શ્રી વાજસૂરિ સ્વર્ગ સ્થાનમાં ગયા ત્યારથી ભરતક્ષેત્રમાં ચોથા સંઘયણને અને દશમા પૂર્વને વિચ્છેદ થયા. [૪૨] શીલ પાલનની શક્તિથી સ્ત્રીઓ પણ પૂજ્ય છે એમ ઉપદેશ આપે છે –
पालंती नियसील, ठावंती सुद्धधम्ममग्गमि ।
रहनेमि मुणिपि जए, पुजा राईमई अज्जा ॥४३॥ ગાથાર્થ – પિતાના શીલને પાળતી અને રથનેમિ મુનિને પણ શુદ્ધધર્મમાર્ગમાં સ્થાપન કરતી આર્યા રામતી જગતમાં પૂજ્ય બન્યા.
ટીકાર્ય - શ્રી નેમિનાથે દીક્ષા લીધી ત્યાર પછી શ્રી નેમિનાથ સિવાય બીજા પુરુષે પ્રત્યે રાગથી રહિત બનેલી શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીએ મૈથુન સેવન માટે ચતુરાઈ ભરેલા સેંકડે ખુશામત વચને બોલવામાં વાચાલ મુખવાળા શ્રી નેમિનાથના
૧. લાખ રૂપિયા આપીને ખીરનું ભોજન તૈયાર થાય એ.