________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૧ લઘુબંધુ રથનેમિને પ્રતિબધ કરીને વ્રતની દઢતામાં જોડ્યા. પરૂપ ધનવાળા આવા શ્રી રામતી સાધવજી સંસારમાં પૂજ્ય બન્યા.
શીલપાલન જ રીઓની મહત્તાને જણાવે છે. કહ્યું છે કે-“શીલ જીવતું હોય= વિદ્યમાન હોય તે કુલ, આ લોક-પરલોક એ બન્ને લેક અને યશ જીવતા રહે છે. આથી સ્ત્રીઓને શીલરક્ષા જ પ્રાણથી પણ અધિક ઈષ્ટ છે. આ પ્રમાણે ગાથાનો અર્થ છે. કથા તે પહેલાં જ કહી દીધી હોવાથી અમે અહીં કહેતા નથી. [૩] શીલનું અસાધારણ પાલન કરવાથી ગૃહસ્થ પણ અતિશય ઉત્કૃષ્ટ છે એમ જણાવે છે –
ते धन्ना गिहिणोवि हु, महरिसिमझंमि जे उदाहरणं ।
निरुवमसीलवियारे, पावंति पसिद्धमाहप्पा ॥४४॥ ગાથાર્થ – નિરતિચાર બ્રહ્મચર્યવ્રતની પરીક્ષામાં પ્રસિદ્ધ પ્રભાવવાળા બનેલા જેઓ મહર્ષિઓની મધ્યે દાંતને પામે છે, એટલે કે મહામુનિઓના બ્રહ્મચર્ય વ્રત સંબંધી દઢતાની પ્રશંસા કરવાના અવસરે વખણાય છે, તે ગૃહવાસમાં રહેતા હોવા છતાં કૃતકૃત્ય જ છે.
ટીકાથ - પ્રાણીઓનું શીલ જ ઉત્તમ ભૂષણ છે. કહ્યું છે કે-“અધર્યનું ભૂષણ મધુરતા (=ભાષામાં મીઠાશ) છે, પરાક્રમનું ભૂષણ વાણીને સંયમ છે, રૂપનુ ભૂષણ ઉપશમ (=વિરાગભાવ) છે, શ્રતનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ પાત્રમાં દાન છે, તપનું ભૂષણ સમતા છે, સમર્થનું ભૂષણ ક્ષમા છે, ધર્મ ભૂષણ મીન છે, પણ શીલ બધાઓનું સર્વ કાલ માટે નિયત થયેલું ઉત્તમ ભૂષણ છે.” [૪૪] ઉક્ત અર્થ જ દષ્ટાંતથી દઢ કરે છે -
सीलपभावपभाविय-सुदंसणं तं सुदंसणं सहूँ ।
कविलानिवदेवी हिं, अखोहियं नमह निचपि ॥४५॥ ગાથાર્થ - શીલના પ્રભાવથી જૈનશાસનને પ્રભાવિત કરનાર અને કપિલદાસી તથા (અભયા) રાણથી ચલિત નહિ કરાયેલા તે સુદર્શન શ્રાવકને તમે સદાય પ્રણામ કરે.
1 ટીકાથ- વ્રતમાં દઢ હોવાથી ગૃહસ્થ પણ સાધુની જેમ નિરંતર નમસ્કાર કરવા યેગ્ય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ દષ્ટાંતથી જાણ. દષ્ટાંત આ પ્રમાણે છે
સુદર્શનનું દૃષ્ટાંત અંગદેશની પૃથ્વીરૂપી વેણીમાં ચૂડામણિ સમાન અને આકાશમાં ઘેરાયેલા વાદળોમાં રહેલી વિજળીની જેમ શોભતી ચંપા નામની નગરી હતી. તેમાં દધિવાહન રાજા ઇંદ્રની