________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૯ અવાજ કરતે નીચે પડ્યો. અત્યારે તેમને તે ગાંઠિયે યાદ આવ્યું. આથી તેમણે વિચાર્યું કે, ધિક્કાર છે મને! મને પ્રમાદ બાધા કરે છે. તેથી શરીરનો ત્યાગ કરીને પરભવને સાધું. આ તરફ બારવર્ષને દુકાળ પડતાં (=બાર વર્ષને દુકાળ પડશે એમ જ્ઞાનથી જાણીને ) શ્રીવાજસૂરિએ વસેન નામના શિષ્યને ત્યાંથી બીજા સ્થળે વિહાર કરાવ્યો. દુકાળ પડયા બાદ ભિક્ષાને ન પામતા અગીતાર્થ સાધુઓ શ્રીવાજસૂરિએ (વિદ્યાના બળથી લાવીને) આપેલા આહારનું ભજન કરતા હતા. એકવાર શ્રીવાજસૂરિએ ગીતાર્થ સાધુઓને કહ્યું કે, આ દુકાળ ચક્કસ બાર વર્ષ સુધી રહેશે, તેથી બળેલા (= સુકાઈ ગયેલા ) શરીર માટે સંયમને બાધા પહોંચાડવાથી સર્યું. તેથી કઈ તીર્થમાં જઈને અનશન. આદિથી પ્રાણેને ત્યાગ કરીએ આ પ્રમાણે વિચાર કરીને શ્રીવાજસૂરિ તે જ વખતે કેટલાક સાધુઓની સાથે તત્કાલ કર્મક્ષય કરનારા એક પર્વત પાસે આવ્યા. આ વખતે એક બાલમુનિએ અનશન સ્વીકારવા માટે શ્રીવાજસૂરિને કહ્યું. શ્રીવાજસૂરિએ ના પાડી. તે પણ તે બાલમુનિ છેતરીને (=સાધુઓને ખબર ન પડે તે રીતે) ત્યાં આવ્યા. આથી શ્રીવાજસૂરિ તે બાલમુનિને દયાથી (= બાલમુનિને દુઃખ ન થાય એ હેતુથી) પરાણે એક ગામમાં મૂકીને પોતે ગિરિ ઉપર આરૂઢ થયા.
- બાલમુનિએ વિચાર્યું કે જો હું પર્વત ઉપર જઈશ તે ગુરુને અસમાધિ થશે. મારા ઉપર જવાથી ગુરુને અસમાધિ ન થાઓ એમ વિચારીને બાલમુનિ સ્વયં અનશન સ્વીકારીને પર્વતની નીચે રહ્યા. ઇંદ્રિયસમૂહને કાબૂમાં રાખનારા અને સૂર્યના તાપથી તપી ગયેલા તે બાલમુનિ માખણની જેમ ઓગળી ગયા અને સ્વર્ગમાં ગયા. બાલમુનિની શરીરના સંસ્કાર કરવા માટે દેવેને આવતા જોઈને સાધુઓએ શ્રીવાજસૂરિને દેવેના આગમનનું કારણ પૂછ્યું. શ્રીવાજસૂરિએ બાલમુનિના કાળધર્મની વાત કહી. મુનિઓએ બાલમુનિની પ્રશંસા કરી. તે આ પ્રમાણે –આ સાધુની બુદ્ધિ સારી છે કે જેથી તેમને પાછળ મૂક્યા હેવા છતાં અમારાથી આગળ થઈ ગયા. તેથી અમે સુખના હેતુઓમાં હજી પણ પ્રમાદ કેમ કરીએ છીએ? એમ વિચારીને તેમણે ગુરુની સાથે અનશનને સ્વીકાર કર્યો. તે વખતે કઈ મિથ્યાષ્ટિ દેવીએ શ્રાવિકાનું રૂપ કરીને સાધુઓને માદક બતાવીને કહ્યું કે, પારણું કરે. અહીં મિથ્યાષ્ટિ દેવીને અવગ્રહ છે એમ જાણીને શ્રી વજસૂરિ તે પર્વતને છેડીને અન્ય પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં સમ્યગ્દષ્ટિ દેવીને અવગ્રહ હોવાથી સમાધિથી અનશન પાલીને બધા સાધુઓ સ્વર્ગમાં ગયા. તેમણે જ આ વૃત્તાંત ઇંદ્રને જણાવ્યું. આથી ઈ જલદી ત્યાં આવીને રથમાં બેસીને પર્વતને ચોતરફ પ્રદક્ષિણા આપી. ત્યાં રથના ઠેકાવાથી ભાંગી ગયેલાં વૃક્ષે આજે પણ છે. ત્યારથી તે પર્વત “રથાવત” એવા નામથી પ્રસિદ્ધ થયા. સ્વયં ઈંદ્રે તેમની અંતિમ ક્રિયા કરી. પછી ચિતાઓમાં સુવર્ણની બનાવેલી સ્તુપણિ સ્થાપી. શ્રી વજીસ્વામીની મૂર્તિની પુષ્પ વગેરેથી પૂજા કરીને અને સ્તુતિ કરીને તેમના ગુણેના ધ્યાનથી પૂર્ણ બને ઇંદ્ર સ્વર્ગમાં ગયે.
G.