________________
૧૨૮
શીલપદેશમાલા ગ્રંથને તે દ્રહમાં લક્ષમીદેવીનું પાણીમાં રહેલું મણિમય કમળ જોયું. પદ્યદેવની પૂજા કરવાની ઈચ્છાથી એક કમળ લઈને લક્ષમીદેવી જઈ રહી હતી, તેટલામાં શ્રી વાસ્વામીને જોઈને તે વિનયપૂર્વક નમી. પછી તેણે આજ્ઞા ફરમાવે એમ કહ્યું. શ્રી વજસૂરિએ આશીર્વાદ આપીને તેના હાથમાં રહેલું હજારપત્રવાળું કમળ તેની પાસે માગ્યું. જે આપને જરૂર હોય તે આ ઇંદ્રવનમાંથી બીજાં લાખો કમળો આપને આપુ એમ કહીને તેણે તે કમળ સૂરિને આપ્યું. સૂરિ લક્ષમીદેવીએ આપેલું કમળ લઈને પાછા વળીને ફરી હુતાશન વનમાં આવ્યા. દેવની જેમ સુવર્ણ-રત્નમય વિમાન વિકુવ્યું. તેને પુષ્પોથી ભરીને તેના ઉપરના ભાગમાં લક્ષમીદેવીનું કમળ મૂકયું.
છત્રની નીચે બેસે તેમ તે પદ્યની નીચે પોતે બેઠા. આથી તારામંડલથી શેભા પામેલા ચંદ્રની જેમ તેઓ અતિશય શોભા પામ્યા. જેમ પોતપોતાના વિમાનમાં રહેલા દેવો ઇંદ્રની સેવા કરે, તેમ તત્કાલ સ્મરણ માત્રથી આવેલા દેદીપ્યમાન જંભકદેવો સૂરિની સેવા કરવા લાગ્યા. સંઘના હર્ષને કરતા એવા સૂરિ વાગી રહેલા વાજિંત્રના મહાન વનિથી આકાશને બહેર કરી દેનાર, ગન્ધર્વ અને કિન્નર દેથી વ્યાપ્ત અને ઘુઘરીઓના સમૂહથી યુક્ત એવા શ્રેષ્ઠ વિમાનમાં બેસીને લઘુ હિમવંત પર્વતથી મહાપુરીનગરી તરફ જલદી ચાલ્યા. રત્નકાંતિથી આકાશને વ્યાપ્ત કરનાર વિમાનને જોઈને બૌદ્ધોએ વિચાર્યું કે નક્કી આ બૌદ્ધદર્શનને પ્રભાવ છે. બૌદ્ધો પિતાની ઘણી ઋદ્ધિની સાથે અને સઘળી સામગ્રી સહિત એકઠા થયા, તથા ઊંચા મુખવાળા થઈને જેમ ઊંચા વૃક્ષના ફલને જુએ તેમ વિમાનને જેવા લાગ્યા, તેટલામાં તે વિમાન જિનમંદિરોમાં ગયું. ઉપર જેતા બૌદ્ધો આ જોઈને તુરત જાણે કાજલના રસથી લેપાયેલા હોય તેવા શ્યામ થઈ ગયા. જેનેએ તે પર્યુષણ પર્વની આરાધના મહોત્સવપૂર્વક તેવી રીતે કરી કે જેથી તેઓ વધતા આનંદથી પૂર્ણ થઈ ગયા અને દેવે પણ આશ્ચર્ય પામ્યા. તે વખતે જેમને ઉદ્યમ અતિશય નિષ્ફળ થયે છે તેવા બૌદ્ધો શ્રી વજસૂરિરૂપી સૂર્યના તેવા પ્રભાવને જોઈને ઘુવડ જેવા થઈ ગયા. જિનચૈત્યમાં પુષ્પ સમૂહની અતિશય સુગંધથી આકાશમાં ભમતા ભમરાઓ જાણે બૌદ્ધોના અપજશે હોય તેમ શોભ્યા. શ્રી વાસ્વામીની પ્રતિભાના તેજથી રાજા અને સર્વ પ્રજાના અજ્ઞાનરૂપી અંધકારસમૂહને નાશ થયે. અને એથી તે બધા જિનેશ્વરના ભક્ત બન્યા. મહાપુરી નગરીમાં જ પ્રતીરછક આર્યરક્ષિત મહામુનિને શ્રી વજસૂરિએ સાડા નવ પૂર્વે જલદી ભણાવ્યા હતા.
આ પ્રમાણે સ્થાને સ્થાને અદભુત પ્રભાવનાને કરતા શ્રીવાસૂરિએ ક્રમે કરીને દક્ષિણદિશામાં વિહાર કર્યો. એકવાર ઓચિંતી કફની તકલીફ થઈ ત્યારે શ્રીવાજસૂરિ ભજન પછી લઈશ એમ વિચારીને શુંઠના ગાંઠિયાને કાન ઉપર મૂક્યો. ભોજન કર્યા પછી સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર શ્રીવાજસૂરિ કાન ઉપર તે જ પ્રમાણે રહેલા શુંઠના ગાંઠિયાને ભૂલી ગયા. રાતે આવશ્યકવેળાએ મુહપત્તિથી અથડાચેલે શુંઠને ગાંઠિયે ખટ એવે