________________
૧૨૭
ગુજરાતી ભાવાનુવાદ
ત્યાં જૈન શ્રાવકે અને બૌદ્ધ ઉપાસકે ધર્મક્રિયામાં પરસ્પર સ્પર્ધા કરતા હતા. વિરુદ્ધધર્મ વૈરનું કારણ છે. ત્યાં ઘણા એકઠા થયેલા જૈન શ્રાવકોએ લોકોને આનંદકારી મહાપૂજા વગેરે ઉત્સવોથી બૌદ્ધોને જીતી લીધા. જેમ દુર્જન બીજાની સ્તુતિને નિષેધ કરે તેમ બૌદ્ધભક્ત રાજાએ જૈનોને યુપે આપવા માળીઓને નિષેધ કર્યો. જેમ ભવ્ય જીવ (ભારી કર્મોના કારણે) ધર્મસામગ્રીને ન પામે તેમ જૈન શ્રાવકે રાજાએ નિષેધ કર્યો ત્યાર પછી સુલભ પણ પુષ્પો ઝેડે ધનથી પણ મેળવી શકતા ન હતા. તેથી ધનાઢ્ય શ્રાવકે જાણે પાંચવર્ણવાળાં પુષ્પો હોય તેવાં રત્નથી અને કપૂર વગેરે સુગંધી પદાર્થોથી સમાધિપૂર્વક પૂજા કરતા હતા. આ પ્રમાણે શત્રુઓને જીતી લીધા હોવા છતાં વિશેષ ઉત્કર્ષને મેળવવાની ઈચ્છાવાળા શ્રાવકે પુષ્પો લાવવાને ઉપાય વિચારવા લાગ્યા. હવે શાસનને પ્રિય એવા સાંવત્સરિક પર્વમાં શ્રાવકેએ પુષ્પપૂજા કરવાની ઈચ્છાથી શ્રી વજસૂરિને વિનંતિ કરી. તે આ પ્રમાણે કૃત્રિમ પુષ્પોથી કરેલી પૂજા કેવી શોભાને પામે? ક્યાંય રતનના ભજનથી તૃપ્તિ થતી નથી. હે સ્વામી! આપના જેવા લબ્લિનિધાન ગુરુ વિદ્યમાન હોવા છતાં જો અમે આનંદ ન પામીએ તે નક્કી ઘરમાં તેજસ્વી મણિ હોવા છતાં તે મણિ અંધકારના પરાભવને પામે એના જેવું થાય. તેથી પુપે મેળવીને સંઘને હર્ષવાળા કરે.ચંદ્ર સિવાય બીજો કણ કુમુદ્વતી ને (=ચંદ્રવિકાસી કમળની વેલડીને) હર્ષવાળી (=વિકાસવાળી) કરે ?
આ પ્રમાણે સંઘે વિનંતિ કરી તેથી વિદ્યાને ઉપયોગ પ્રભાવનાનું કારણ છે, એમ વિચારીને શ્રી વજાસૂરિ પક્ષીની જેમ આકાશમાં ઉડ્યા. પલકારામાં માહેશ્વરીનગરીમાં પહોંચીને હુતાશનદેવના બગીચામાં ગયા. ત્યાં પિતા ધનગિરિને મિત્ર તડિત નામનો માળી મળે. પૂર્વ દિશામાં થયેલા સૂર્યના પ્રકાશે જાણે મિત્રના કારણે પ્રકાશ છે, અર્થાત્ મિત્રના વિના જીવનમાં પ્રકાશ નથી, એમ સૂચન કર્યું. સવારે શ્રી વજસૂરિને આવેલા જોઈને માળીએ ભક્તિથી વંદન કર્યું. પછી તેણે કહ્યુંઃ આપના મુખનાં દર્શનથી હું ખુશી થયે છું, પણ મારું શું કામ છે તે ફરમાવે. તેથી શ્રી વજાસૂરિએ કહ્યું: સંઘના મોટા કાર્ય માટે હું પુષ્પો લેવા માટે આવ્યો છું. જેમ રેહણ પર્વત રત્ન આપવા માટે સમર્થ છે તેમ પુષ્પો આપવા માટે તું સમર્થ છે. માળીએ કહ્યુંઃ અહીં દરરેજ વિસલાખ પુષ્પ થાય છે. આથી હમણું ઈરછા મુજબ પુપ લઈને મને કૃતાર્થ કરો.
સૂરિરાજ પુપોને જલદી તૈયાર રાખ એમ તેને કહીને પોતે વ્યાકુલતા વિના લઘુ હિમવંત પર્વત ઉપર ગયા. સિદ્ધ થઈ ગયેલા ગુણોથી યુક્ત શ્રી વજસૂરિ ત્યાં શાશ્વત ચૈત્યને નમીને લહમીદેવીના કમલવનથી અલંકૃત દ્રહ પાસે ગયા. હૃહ રાજહંસના સમૂહથી વ્યાપ્ત હતું. તેમાં ગુંજારવ કરતી ભ્રમર શ્રેણિનું ગાયન થઈ રહ્યું હતું. સૂરિએ