________________
૧૨૬
શીલેાપદેશમાલા ગ્રંથના
કહ્યું. સ્વયં ઉદ્ધૃત કરેલી અને જભકદેવાએ પણ આપેલી આકાશગામિની વિદ્યાના કારણે ( સંહિતમાં ) પ્રયત્નશીલ અને મહાભાગ્યશાલી એવા શ્રીવસૂરિના સ`ઘમાં પ્રભાવ ઘણા વચ્ચેા. જાણે જંગમ વિદ્યાસાગર હોય તેવા શ્રી વસૂરિ પૂર્વ દેશામાં વિહાર કરીને ક્રમથી એકવાર ઉત્તરદિશામાં ગયા. ત્યાં પ્રજાને સંતાપ પમાડનાર ભયકર દુકાળ પડ્યો. તેથી સદ્દે યુગપ્રધાન શ્રી વજ્રસૂરિને વિનતિ કરી તે આ પ્રમાણેઃ- અહીં સેકડો રાંક મનુષ્યારૂપી શિયાળાથી વ્યાપ્ત દુકાળરૂપી જંગલમાં કેવળ સુધારૂપી રાક્ષસીના મંત્ર જાગતા રહે છે. તે મંત્રથી પીડાયેલા ઘણા બાધવાળા પણુ ધનિકાએ ધર્મક્રિયા અને કુલાચારની મર્યાદાઓને છેાડી દીધી છે. લેાકેા ચેાગીની જેમ શરીરનું ઉત્કૃષ્ટ ધ્યાન કરે છે, પણ પરમાત્માનું દર્શન થતાં પરમ હર્ષ પામતા નથી. જેમ ઢહીંનાં પાત્રામાં બિલાડાએ તૂટી પડે તેમ કૂતરાએ લાકડીએ ઉપાડવા છતાં ભિક્ષાચરોની ભિક્ષા ઉપર તૂટી પડે છે.
સાધુએ ભિક્ષા માટે આવે ત્યારે પણ ભવ્ય જીવેા બારણાં બંધ કરી દે છે, અને એમ કરીને સ્વર્ગગતિના પણ બારણાં બંધ કરી દે છે. આથી હું નાથ! આપ આવા સંકટમાંથી સ`ધના ઉદ્ધાર કરવાને ચાગ્ય છે, અર્થાત્ આપે સંઘના ઉદ્ધાર કરવા જોઈએ. કારણકે જેમ રાહણુ પર્યંત રત્નાના નિધાન છે. તેમ આપ લબ્ધિના નિધાન છે. સંઘની આ વિનતિને સાંભળીને આચાર્ય મહારાજે વિચાયુ` કે, સંઘના કાર્ય માટે વિદ્યાના ઉપયોગ દોષ માટે થતા નથી. પછી સૂરિઓમાં ચક્રવર્તી અને તપેાનિધિ એવા શ્રી વજ્રસૂરિએ ચર્મરત્ન જેવું ઉત્કૃષ્ટ અને વિશાળ પટ વિકવ્યુ. તે પટ ઉપર સ'ધની સાથે સ્વયં બેસીને ગચ્છને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ શ્રી વજ્રસૂરિએ આકાશમા ગામિની વિદ્યાના ઉપયાગ કર્યાં. જાણે રૂપી ચાગ હાય તેવા પટ જાણે મેાક્ષમામાં ભવ્યજીવાની મુસાફરીને બતાવતા હાય તેમ આકાશમાં ચાલ્યો. સૂરિના મુખ્ય શય્યાતર દત્ત નામના બ્રાહ્મણ ગાયા ચરાવવા માટે ગયા હતા. તે તે જ વખતે ઘરે આવ્યા.
શ્રી વાસ્વામીને સંઘ સહિત આકાશમાં જતા જોઈને ધર્મના જાણકાર તે બ્રાહ્મણે મસ્તકના વાળ કાપીને ઊંચી દૃષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું:- હે યતીશ્વર ! હું તમારા શય્યાતર છું, અને હવે સાધર્મિક થયા છું. તેથી અનાથ મને છેડીને આપ કેમ જાએ છે ? તેનું કથન સાંભળીને અને કાપેલા વાળને જોઈને દશ પૂધર અને ધીર શ્રી વજ્રસૂરિએ આ ( નીચેના ) સૂત્રાને યાદ કર્યું": “ જેએ સાધર્મિકવાત્સલ્યને ધારણ કરનારા, સ્વાધ્યાયમાં તપુર, પ્રભાવક અને ચારિત્રમાં ઘમાળા હોય તેમને સ શક્તિથી તારવા જોઇએ.” તેથી સૂરિએ શય્યાતરને પટમાં બેસાડ્યો. પછી જેમ પવનથી વાદળ ચાલે તેમ પટ ચાલ્યેા. આકાશમાં દેવાથી વંદાતા, સંઘના મનને ખુશ કરતા અને પટના વાહનવાળા શ્રી વસૂરિ મહાપુર નામના નગરમાં ગયા. સુલભભિક્ષાવાળા તે પ્રદેશમાં સોંઘ શ્રી વસૂરિની કૃપાથી વિઘ્ન રહિત બનીને ધર્માં કાર્યોને સાધવા લાગ્યા.