________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૫ રૂપથી રતિને જીતનારી છે. તેથી હે સ્વામી ! સુવર્ણમાં રત્નો સંગ કરીને મારા મનને ખુશ કરે પુત્રીના કરવિમોચન સમયે આપને અસંખ્ય ગુણોને આધાર એવું સુવર્ણ અનેક ક્રેડ આપીશ. શ્રી વાસ્વામીએ કહ્યુંઃ શું અજ્ઞાની પણ કઈ ચારિત્રના સામ્રાજ્યને છોડીને સંસારની આધીનતાને ઈરછે? ભેગે સર્પની ફણું સમાન (ભયંકર) છે. સંસારનું સુખ વિષસમાન છે. લક્ષમી અને શ્રી સંસારસુખનું મૂળ છે.
આથી વિવેકી પુરુષ તેને કેમ આદર કરે? ચારગતિવાળા સંસારમાં પરિભ્રમણનું કારણ અને કિપાકફલ સમાન વિષયમાં કોણ રાગ કરે? હે ધનજે તારી કન્યા મારા વિષે ગાઢ અનુરાગવાળી હોય તે હમણું મને પ્રિય એવા સંયમને આશ્રય લે. નાશ પામવાના સ્વભાવવાળા, અતિશય અકાળ રહેનારા અને સંસારવૃદ્ધિનું કારણ એવા આ સંગોથી શું? જેમાં અનંતસુખ આવે છે=મળે છે તેવા મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. ઈત્યાદિ આચાર્યની દેશનારૂપી અમૃતના સિંચનથી રુકમિણીની મેહપીડા શાંત થઈ ગઈ અને એથી તેણે તે જ વખતે ચારિત્ર લીધું. આકાંક્ષા કરતા હાથમાં વજ લેવો એ (રુકમિણી માટે) યે.ગ્ય છે, અન્યથા આ રુકમિણી મેહરૂપી પર્વતને કેવી રીતે છેદી શકત. તે વખતે શ્રી વજસૂરિની દેશનાના સારથી સંવેગરૂપ અંકુરોથી દેદીપ્યમાન થયેલા કયા
ક્યા ભવ્યરૂપી ક૯પવૃક્ષો દીક્ષારૂપી ફળને ન પામ્યા? અર્થાત્ તેમની દેશના સાંભળીને અનેક એ દીક્ષા લીધી.
આ તરફ લબ્ધિના સાગર શ્રી વજસૂરિએ સંઘના કાર્ય માટે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞા અધ્યયનમાંથી ઉદ્ધાર કર્યો. જેનાથી મનુષ્યક્ષેત્ર સુધી જઈ શકાય તેવી આ આકાશગામિની વિદ્યા કેઈને પણ આપવા ચોગ્ય નથી એમ શ્રી વાસ્વામીએ સંઘને
૧. સંસારમાં અજ્ઞાન લેકે સુવર્ણમાં અનેક ગુણ રહેલા છે એમ માને છે. આ અંગે એક કવિએ કહ્યું છે કે...
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डित: स श्रुतिमान् गुणश: ।
स एव वक्ता स च दर्शनीय., सर्व गुणाः काञ्चनमाश्रयन्ते ॥१॥ જેની પાસે ધન છે તે મનુષ્ય અકુલીન હોય તે પણ કુલીન કહેવાય છે, બુદ્ધિહીન હોય તે પણ બુદ્ધિશાળી કહેવાય છે, શાસ્ત્રનું જ્ઞાન ન હોય તે પણ શાસ્ત્રજ્ઞ કહેવાય છે, ગુણોનું ભાન ન હોય તે પણ ગુણજ્ઞ કહેવાય છે, બોલતા ય ન આવડતું હોય તે પણ વક્તા કહેવાય છે, કુરૂપવાળો હોય તે પણ દશનીય કહેવાય છે કારણ કે બધા ગુણ સેનાને આશ્રય લે છે.
૨. અહીં કવિની કલ્પનાને ભાવ આ પ્રમાણે છેઃ- મોહરૂપી પર્વત વજથી જ છેદાય. સમિણીએ . આકાંક્ષાવાળા પિતાના હાથમાં વજન ( =વજરિને) લીધે તો તે મોહરૂપી પર્વતને છેદી શકી, અર્થાત તે વજસ્વામીને વરી તે એનો મોહ દૂર થયે, જે તે વજીસ્વામીને ન વરી હતી તે તેને આ રીતે વજસ્વામીની દેશના સાંભળવા ન મળત અને એથી તેને મેહ દૂર ન થાત. આથી તેણે વજને - હાથમાં લીધે વજીસ્વામીને વરી તે સારું થયું.