________________
૧૨૨
શીલપદેશમલા ગ્રંથને નથી.તારા સિવાય બીજે કઈ એ મારો શિષ્ય નથી કે જે દશપૂર્વેને આત્મસાત (= પિતાને આધીન) કરી લે. માટે ઉજજેની જઈને તું તે પૂર્વે ભણવાને ગ્ય છે. હાથીથી વહન કરી શકાય તેવા મહાનભારને ગધેડાઓ વહન કરવા સમર્થ નથી. તે વત્સ ! દશપૂર્વોને સમાધિથી અભ્યાસ કરતા તારું ચક્કસ શાસનદેવે ચારે તરફથી સાંનિધ્ય કરશે. “હા” એ પ્રમાણે સ્વીકાર કરીને નોથી શોભતા અને બે સાધુએથી ચુક્ત વા મુનિ જાણે ગર્વને જીતવાની ઈચ્છાવાળા હોય તેમ દશપુરનગરથી ચાલ્યા. સાંજે ઉજજેની પહોંચ્યા અને રાતે નગરની બહાર રહ્યા. તે સમયે શ્રીભદ્રગુપ્તસૂરિએ સ્વપ્ન જોયું. તે આ પ્રમાણે – આજે કઈ પ્રતીચ્છકે મારા હાથમાંથી દૂધથી ભરેલું પાત્ર લઈને તૃપ્તિ થાય ત્યાં સુધી દૂધ પીધું. (સ્વપ્નનું ફળ આ પ્રમાણે છે:-) આજે બુદ્ધિનું પાત્ર એવા કેઈક અતિથિ સાધુ આવશે, કે જે મારી પાસેથી સૂત્રથી અને અર્થથી દશપૂર્વેને ગ્રહણ કરશે, તેથી હું ધન્ય છું. દશપૂર્વે મારાથી જ વિચ્છેદ નહિ પામે. તેથી એનાથી (=ભણવા આવનારથી) વિદ્યાનું પાત્રાગ ( =પાત્રમાં વિદ્યાનું દાન કરવું એ) રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. સુઈને ઉઠેલા ગુરુએ સાધુઓની આગળ આ પ્રમાણે કહ્યું. સવારના જલદી નિહિ બેલતા વજ મુનિ ત્યાં આવ્યા. આકૃતિ અને તેજથી આ વા જ છે એમ વિચારતા અને વાચના માટે આ યોગ્ય છે એમ જાણતા આચાર્ય મનમાં અતિશય હર્ષ પામ્યા. આચાર્ય બે હાથેથી જેટલામાં જ મુનિને ભેટવાની ઈચ્છા કરે છે, તેટલામાં જ મુનિ જલદી આચાર્યના ચરણ કમળમાં નમ્યા. કલ્યાણકારી ક્રિયાવાળા અને વજ મુનિના મુખરૂપી સ્નાના તેજ તરફ નજર કરતા આચાર્યો પણ વજ મુનિને ભેટીને સંયમક્રિયાઓમાં કુશળતા પૂછી. વળી તેમણે પૂછ્યું કે, હે વત્સ! પ્રમાદ૨હિત સુખવાળા ગુરુના ચરણકમળને છેડીને અવંતી આવવામાં શું કારણ છે? ભક્તિથી નમ્ર બનતા વા મુનિએ આદરથી ગુરુને કહ્યુંઃ ગુરુના વચનથી દશ પૂર્વે ભણવા માટે હું અહીં આવ્યો છું. જેમ ઘણું તેજ સૂર્યમાં જ હોય, અથવા કલાની વૃદ્ધિ થતાં તેજવાળા ચંદ્રમાં જ ઘણું તેજ હોય, તેમ દશ પૂર્વે આપનામાં જ છે. પછી સિદ્ધિદાયક વાસક્ષેપવાળાને અને બેધ પામતા વજમુનિએ ગુરુના પ્રભાવથી અદ્દભુત રીતે દશ પૂર્વો પૂર્ણ કર્યા. દષ્ટિવાદ વગેરે સૂત્રોને જેની પાસે ઉદ્દેશ કર્યો હોય તેની પાસે જ અનુજ્ઞા થાય એવી જ પરંપરા છે. આથી ભદ્રગુપ્તસૂરિની આજ્ઞાથી વજ મુનિ દશપૂર્વે ભણીને ધર્માચાર્યના ચરણોમાં નમવાની ઈચ્છાથી દશપુર ગયા. હર્ષ પામેલા સિંહગિરિસૂરિએ દશપૂર્વી વજ મુનિને પૂર્વેની અનુજ્ઞાપૂર્વક ગણની અનુજ્ઞા આપી. તે મહોત્સવમાં વાસ્વામીના મિત્ર ભકદેવોએ જાણે સ્વર્ગની લીમીના અક્ષતે હોય તેવા પુપની વૃષ્ટિ કરી. ત્યારબાદ સિંહગિરિસૂરિ અનશન કરીને સમાધિરૂપી નિસરણીથી સ્વર્ગરૂપી અગાશી ઉપર ચડ્યા.
૧. અહીં સિત પ્રયોગના સ્થાને રિગુણ એ પ્રયોગ વધારે યોગ્ય ગણાય. સિદ્ધગુણ એટલે જેમના ગુણો પ્રસિદ્ધ બન્યા છે તેવા, અથવા જેમાં ગુણ સિદ્ધ થઈ ગયા છે તેવા.