________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૧
અને ગુરુનાં ચરણાનું પ્રમાન કર્યું. વજ્ર મુનિ ચિંતામણિની જેમ પેાતાના હૃદયના ભાવાને છૂપાવીને રહ્યા. આચાર્યશ્રીએ વિચાર્યું” કે, ખાલ પણ નિર્મલબુદ્ધિવાળા એની કાઈ અવજ્ઞા ન કરા, શું લેાકે ગુપ્તખળવાળા ( = નાના) હાથીને માટી વહુન કરાવતા નથી ? ( જેમ લેાકેા આ રીતે હાથીની અવજ્ઞા કરે છે તેમ આ બાલ છે એમ સમજીને તેની કેાઈ અવજ્ઞા ન કરે એમ કરવું જોઇએ. ) આ પ્રમાણે વિચાર્યા પછી તમને વાચના વજ્ર આપશે એમ સાધુઓને ક્હીને પોતે નજીકના ગામમાં ગયા. વાચનાના સમય થતાં ગુરુની આજ્ઞાને આધીન સાધુઓ ગુરુની બુદ્ધિથી વામુનિની આગળ વાચના માટે બેઠા. વજ્ર જેવા દૃઢ ચિત્તવાળા વજ્રમુનિએ પણ ગુરુની આજ્ઞાને જાણીને વિસ્મિત ચિત્તવાળા સાધુઓને વિધિપૂર્વક વાચના આપી. ક્ષયાપશમ વડે વિકસતી બુદ્ધિના પ્રશ્ન થી તે મુનિ એક જ વાર કહીને મંમતિવાળા પણ મુનિઓને બરાબર સમજાવી દેતા હતા. પાંચ-છ દિવસ ગયા પછી આચાર્ય શ્રી મહારગામથી આવી ગયા. તેમણે વાચના સુખપૂર્ણાંક થઇ ને ?” એમ ગીતા સાધુએને પૂછ્યું. ભક્તિથી પ્રણામ કરીને તેમણે કહ્યું: વજ્રમુનિ ખાધ પમાડવાની લબ્ધિવાળા છે, તેથી તે જ અમારા વાચનાચાય થાઓ. અમેાએ જંગમ શ્રુત ભંડાર એવા એમની પૂર્વે અજ્ઞાનતાથી જે અવજ્ઞા કરી છે તેની અમારે આપની પાસે આલેાચના લેવી જોઇએ. આદરપૂર્વક પૂજાચેલા ગુરુએ વજ્રમુનિને અગ અને ઉપાંગ વગેરે જે શ્રુત ભણવાનુ ખાકી હતું તે શ્રુત ભણાવ્યુ', પછી સિદ્ધાંતની મર્યાદાના ઉષ થાય એ માટે ધર્માચાર્યે વજ્રમુનિના ઉત્સારકલ્પને વિધિપૂર્વક કર્યાં. જેમ અગસ્તિઋષિ સમુદ્રનું બધું પાણી પી ગયા તેમ વજ્રમુનિએ ગુરુની પાસે ષ્ટિવાદ વગેરે જેટલા સૂત્રા ના સંગ્રહ હતા તે બધું સારી રીતે ગ્રહણ કરી લીધુ.
મુશ્કેલીથી વિહાર કરતા સૂરિ ત્યારબાદ દેશપુરનગર આવ્યા. ત્યાં આવીને તેમણે વજ્રમુનિને આનંદથી કહ્યું: હે વત્સ! દશપૂર્વને ધારણ કરનારા ભદ્રગુપ્ત નામના આચાર્ય વિહાર કરતા કરતા હમણાં અવંતીનગરીમાં આવેલા છે. તેમને કાઈ શિષ્ય
૧. જેમ ચિતામણિ હું ચિંતામણિ છું એમ કાઈને કહે નહિ, તેમ તેમણે હું બધું શ્રુત ભણી ગયા છું એમ કહ્યું નહિ.
ર. અન્યની પાસે વિધિપૂર્વક ભણેલા જ સાધુ બીજાને ભણાવી શકે એ મર્યાદાને
૩. ઉત્સારકલ્પના અર્થ આ પ્રમાણે છે : - એક દિવસ આટલું શ્રુત ભણવું, બીજા દિવસે આટલું શ્રુત ભણુવુ, ત્રીજા દિવસે આટલું શ્રુત ભવ', એમ અમુક શ્રુત ભણવામાં અમુક દિવસા થવા જ જોઈએ. નિયત કરેલા દિવસેાથી વડેલું ન ભણી શકાય, એમ સામાન્યથી નિયમ છે. પણ વિશેષ કારણથી દિવસનું પ્રમાણુ ગણ્યા વિના જલદી ભણાવી દેવું તે ઉત્સારકલ્પ. અર્થાત્ વિધિપૂર્વક ઘણા દિવસેામાં ભણી શકાય તેવા શ્રુતને થાડા દિવસેામાં ભણાવી દેવુ તે ઉત્સારકલ્પ
૧૬