________________
૧૨૦
શીલપદેશમાલા ગ્રંથને જોઈને વજમુનિ જેમ સાપથી પાછા વળે તેમ પાછા વળ્યા. દેવેએ વૃષ્ટિને બંધ કરીને ફરી વજા મુનિને વિનંતિ કરી. ગુરુની આજ્ઞા લઈને બીજા એક સાધુની સાથે વામુનિ આવસહી કરીને ભિક્ષા માટે (ઈર્યાસમિતિ વગેરે) સંયમપૂર્વક ચાલ્યા. ત્યાં ઘાસની ઝુંપડીઓમાં અનેક પ્રકારના ભઠ્ય ભેજન વગેરે અને અનેક પ્રકારના શાક જોઈને જ મુનિ વિસ્મય પામ્યા. દ્રવ્ય અને ક્ષેત્ર વગેરેને વિચાર કરીને તેમણે ભિક્ષા વહારાવનારના મુખને જોયું. નિમેષ (= પલકારાને) અભાવ વગેરે લક્ષણથી આ દે છે એમ વજા મુનિએ જાણ્યું. આ દેવપિંડ હોવાથી અઠપ્ય છે (= સાધુઓને ન ખપે તેવું છે, એમ કહીને વજમુનિ પાછા ગયા. દેએ પિતાના મૂળ સ્વરૂપમાં રહીને વજમુનિને પોતાની ઓળખાણ આપી. પછી તેમને વૈક્રિયલબ્ધિ આપીને તેવો જલદી અદશ્ય થઈ ગયા. આ સાંભળીને ગુરુ વજમુનિના આ કાર્યથી આશ્ચર્ય પામ્યા. એક વાર જેઠ મહિનામાં ઘેબર વહરાવવા માટે તે જ જંભિકદેએ વણિકનું રૂપ લઈને વજ મુનિને (ભિક્ષા માટે) વિનંતિ કરી. પૂર્વ મુજબ જ આ દેવપિંડ છે એમ જાણીને વજનિ પાછા ફર્યા. દેવે તેમને આકાશગામિની વિદ્યા આપીને અદશ્ય થઈ ગયા. * . . ભણતા મુનિર્વાદ પાસેથી સાંભળી સાંભળીને સ્થિરચિત્તવાળા વમુનિએ અગિયાર અંગોને વજ જેવાં દઢ કર્યો, અર્થાત્ ક્યારેય ભૂલાય નહિ તેવાં પાકાં કર્યા. ગુરુએ
જ્યારે ભણવા માટે પ્રેરણા કરી ત્યારે તેમણે પોતાની બુદ્ધિને પ્રગટ ન કરી, અર્થાત્ હું આટલું કૃત ભણી ગયો છું એમ ન જણાવ્યું. ગુરુ જે પાઠ આપતા હતા તે પાઠને જ (પિતાને યાદ હોવા છતાં, અસ્પષ્ટ અવાજ પૂર્વક બેલતા હતા=શેખતા હતા, અને પૂર્વના શ્રતને ભણતા બીજા સાધુઓ પાસેથી સાંભળીને જળો જેમ લેહીને ગ્રહણ કરે તેમ કમળ ચિત્તવાળા વજમુનિ પૂર્વનાં સૂત્રે ગ્રહણ કરી લેતા હતા.
એકવાર સાધુઓ ભિક્ષા માટે ગયા અને ગુરુ સ્પંડિલભૂમિએ ગયા ત્યારે પૌષધશાળામાં એકલા વમુનિ રહ્યા. આ વખતે સાધુઓના બધા વટિયા (= વસ્ત્રોની પોટલીએ) ભેગા કરીને ક્રમશઃ ગોઠવી દીધા. પછી પિતે ગુરુની જેમ બેસીને (વટિયાએને સાધુઓ કલ્પીને) વાચના આપવા લાગ્યા. ઈંડિલભૂમિથી પાછા આવેલા ગુરુએ. દૂરથી અવાજનો કોલાહલ સાંભળીને પોતાના ચિત્તમાં વિચાર્યું કે, શું આજે સાધુઓ - ભિક્ષાથી જલદી આવી ગયા છે? શું સ્વાધ્યાય કરતા ક્ષમાયુક્ત સાધુઓ અમારી રાહ જુએ છે? બારણા પાસે આવેલા ગુરુએ જાણ્યું કે આ તે વજ જ છે. અગિયાર અંગેના અને પૂર્વના આલાવાઓને સાંભળીને ગુરુ વિસ્મય પામ્યા. જેમાં આવું પાત્ર છે તે અમારે ગ૭ ધન્ય છે. ચેકસ એણે મુનિઓ પાસેથી પાઠ સાંભળીને ભણી લીધું છે. અતિશય વાત્સલ્યવાળા તે ગુરુએ “આ શરમ ન પામો” એમ વિચારીને મોટા અવાજથી નિસીહિ બેલ્યા. આ સાંભળીને જ મુનિએ જલદીથી વીંટિયાઓને યથાસ્થાને મૂકી દીધા.