________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૯
મને આલિંગન આપ, તું મારા ઘરે આવ. જેમ પવનના વટાળિયાથી મેરુ પર્યંત ચલાયમાન ન થાય તેમ, સુનંદાના પ્રલાભનવાળા, ખુશામત ભરેલા અને કુશળ અનેક વચનાથી તેનું મન ચલાયમાન ન થયુ.. ગૌરવ કરવામાં માતા પિતાથી અધિક છે એમ જાણતા પણ વ તે વખતે ચિત્તમાં વિચાયુ" કે, જો હું માતાનું વચન માનું તે સંઘનું અપમાન થાય, અને તેથી ભવરૂપી સમુદ્રને ઓળંગવાનું મુશ્કેલ બની જાય.
આ પ્રમાણે (=સંઘનું માન રાખવાથી ) તા સંઘ અને માતા એ બંનેની સાથે સેવા થશે. કારણ કે લઘુકર્મી માતા પણ મારા વિના ચારિત્ર લેશે. ઇત્યાદિ દીર્ઘદૃષ્ટિવાળા, દેઢચિત્તવાળા અને બાળક એવા પણ તેણે જેમ વીતરાગ સંસારના પદાર્થોં ઉપર ષ્ટિ ન કરે તેમ માતા ઉપર નજર ન કરી. પછી રાજાથી પ્રેરાયેલા અને પ્રફુલ્લિત મનવાળા ધનિરિએ જાણે તત્ત્વ હાય તેમ રજોહરણને જલદી હાથમાં લીધું. હે વત્સ ! જો દીક્ષા લેવા માટે તારુ' મન દૃઢ હાય તા માક્ષલક્ષ્મીના દૂત એવા આ રજોહરણને લે. જેમ બુદ્ધિશાળી પુરુષ ચિંતામણિરત્નને લે અને હાથીનું બચ્ચું કમળને લે તેમ વજ્ર કૂદીને આદરથી રજોહરણ લીધું. જેમ નાળ સહિત કમળને ઉખેડીને નીચામુખવાળુ કરાયેલું ક્રમળ શાલે તેમ વજ્રના હાથરૂપી કમલમાં રહેલું ગુરુનુ તે રજોહરણ Àાલ્યું. ગાલ ઉપર હાથ મૂકીને વિહલચિત્તવાળી સુનંદાએ ક્ષણવાર મનને સ્થિર કરીને ચિત્તમાં આ પ્રમાણે વિચાયુ " : – પહેલાં ભાઈએ દીક્ષા લીધી, પછી પતિએ દીક્ષા લીધી, હવે પછી પુત્ર પણ દીક્ષા લેશે, તેથી મારે પણ દીક્ષા જ ઉચિત છે.
આ પ્રમાણે વિચારીને ત્યાંથી ઉઠીને સુનંદા ઘરે આવી. સાધુએ વાને લઇને પેાતાના ઉપાશ્રયે ગયા. સ`યમમાં મતિવાળા તે બાળકે ત્યાર પછી સ્તનપાન ન કર્યું. ’આ કઈ આશ્ચર્યકારી નથી. કારણ કે ચેતના લઘુ નથી. વ્રતની સન્મુખ ભાવવાળા હાવાથી ગુરુએ એને દ્રવ્યથી પણ દીક્ષા આપીને સાધ્વીઓને સોંપ્યા. અતિશય આનઢના ભંડાર એવી સુનંદાએ પણ સિંહગિરિસૂરિની પાસે જ વૈરાગ્યથી દીક્ષા લીધી. પદાનુસારી બુદ્ધિવાળા વજે જેમ સમુદ્ર નદીઓને ગ્રહણ કરે તેમ સાવીએના મુખથી સાંભળીને અગિયાર અગાને ગ્રહણ કર્યાં.
એકવાર આઠ વર્ષના વજ્ર મુનિને સાથે લઈ ગુરુ અવતિ ગયા. અવંતિનગર તરફ જતાં રસ્તામાં વર્ષાદ વરસ્યા. સાધુએ અપ્ણયની વિરાધનાને રોકવા માટે કયાંક યક્ષમંદિરમાં રહ્યા. તે વખતે વજ્ર મુનિના પૂર્વભવના મિત્રદેવાએ રહેવાના ઘર વગેરે. અનાવીને વિષ્ણુનું રૂપ કર્યું”. પછી તેમણે વજ્રમુનિના સત્ત્વની ( = પરિણામની ) પરીક્ષા કરવા માટે વર્ષાદને ધીમું કરીને સૂરિને આહાર-પાણીના લાભ આપવા વિનંતિ કરી. ગુરુની આજ્ઞાથી વજ્રમુનિ વહારવા ચાલ્યા. પાણીના ઝીણા ઝીણા છાંટા પડતા
૧. સ્તનપાન બંધ કર્યું... એ.