________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૨૩ ત્યારબાદ નવા નવા આશ્ચર્યોમાં તત્પર શ્રી વજસૂરિ પાંચસે સાધુઓની સાથે ભૂમિમંડલ ઉપર વિચારવા લાગ્યા. કળાના ભંડાર શ્રી વજસૂરિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લેકે જાણે પૂર્ણ આશ્ચર્યમાં મગ્ન બન્યા હોય તેવા થયા.
આ તરફ શ્રી વાસ્વામીની સાદવીઓએ પાટલિપુરમાં ધન નામના વણિકની અશ્વશાળામાં સ્થિરતા કરી. તે શ્રેષ્ઠીની અમિણી નામની ગુણસંપન્ન પુત્રી હતી. તે કન્યા સાદવીઓના સંસર્ગથી વિવેકરૂપી પુષ્પ કળીઓના મધુર રસવાળી બની. તે સાધ્વીઓના મુખથી સદા શ્રી વજી સ્વામીના શીલ, સૌભાગ્ય વગેરે ગુણસમૂહને સાંભળતી હતી. તે ભ્રમરીની જેમ શ્રી વાસ્વામીના સૌંદર્યની સુવાસનું પાન કરીને વિરાગવાળી હોવા છતાં શ્રી વાસ્વામીમાં જ અનુરાગવાળી થઈ. તેણે મનથી નિર્ણય કરીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે, જેમ રોહિણીને પતિ ચંદ્ર છે તેમ મારા પતિ શ્રી વજસ્વામી જ છે. સાદવીઓએ તેને કહ્યું હે મુગ્ધ! જેમ મારવાડની ભ્રમરીએ કરેલે કલ્પવૃક્ષની મંજરીના ભેગને મનોરથ નિષ્કલ છે તેમ વિરક્ત શ્રી વાસ્વામી વિષે તારે આ મરથ નિષ્ફલ છે. રુકમિણીએ જવાબ આપ્ય: જે મારો આ મનોરથ સફલ નહિ બને તે મારે પણ શ્રી વાસ્વામીને પ્રિય એવા ચારિત્રરૂપી ચરણનું શરણ છે. જેમ વાટ વાલેપમાં એંટી જાય તેમ રુકમિણીની ચિત્તવૃત્તિ શ્રી વજાસ્વામીમાં તેવી રીતે ચૂંટી ગઈ કે જેથી તે પિતાની ઈચ્છાથી ચલિત ન થઈ. વાસ્વામીને ઈચ્છતી આ અમિણીએ અનુપમ શ્રેષ્ઠ સૌદર્યની પણ કાચની જેમ ઉપેક્ષા કરી, પણ અન્ય કોઈને પતિ ન કર્યો.
એકવાર આચાર્ય શ્રી વજાસ્વામીને પાટલિપુત્રમાં આવેલા સાંભળીને નગર લાકેથી પરિવરેલે રાજા હર્ષથી સામે ગયે. ટેળે ટેળે રહેલા સર્વ સાધુઓને તેજથી સૂર્ય જેવા અને લાવણ્યના સાગર જેવા જોઈને (અર્થાત્ બધાને એક સરખા જેઈને) રાજા આમાં વાસ્વામી કેણ છે? એવા વિચારમાં પડ્યો. સંશયરૂપી હિંડેનાથી ડેલાવાયેલા મનવાળા તેણે લાંબે કાળ વિચાર કરીને તમારામાં ગુરુ વાસ્વામી કેણ છે? એમ સાધુઓને પૂછયું. સાધુઓએ કહ્યું- હે રાજહંસ! તમને ટિટેડા જેવા અમારામાં રાજહંસ સમાન વાસ્વામીને ભ્રમ ક્યાંથી થઈ ગયે? હારશ્રેણિ જેવી આ સાધુશ્રેણિમાં જે મહા તેજસ્વી નાયક જેવા જણાય તેને તમારે શ્રી વાસ્વામી જ જાણવા. હવે રાજાએ અસાધારણ લાવણ્યવાળા અને તારાઓથી પરિવરેલા ચંદ્રની જેમ સાધુઓથી પરિવરેલા શ્રી વજીસ્વામીને દૂરથી આવતા જોયા. અનિષ્ટને જેનારી આંખને જાણે અમૃતથી પૂર્ણ કરતે હેય તેમ રાજા શ્રી વજાસ્વામીને ભક્તિપૂર્વક નમ્યું. રાજાએ શ્રી વજા સ્વામીના બે ચરણેમાં પ્રકાશ કરતી વખપ્રભારૂપી ચંદનરસથી જેમ સિદ્ધચૂર્ણથી લલાટમાં તિલક કરાય તેમ લલાટમાં તિલકક્રિયા કરી. સર્વ પરિવારથી યુક્ત શ્રી વજસૂરિએ તે વખતે નગરીના પાસેના ભાગને અલંકૃત કરીને ધર્મદેશના આપી. તેમના દાંતેની પ્રભારૂપ