SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શીલપદેશમાલા ગ્રંથને, ઈરછે છે. આ પ્રમાણે સાંભળીને તેમણે કહ્યું: સંઘની જે ઈચ્છા હોય તે હું કરવા તૈયાર છું. પણ જે સંઘ મારા ઉપર મહેરબાની કરે તે મહાબુદ્ધિશાળી મુનિઓને (મારી પાસે) મેકલે. હું (દરજી) સાત વાચના આપીશ તેમાં એક વાચના ભિક્ષાથી આવીને, બીજી કાલ વેળાએ (મધ્યાહ્ન સમયે), ત્રીજી વ્યંડિલ ભૂમિથી આવીને, જેથી વિકાલવેળાએ (સંધ્યા સમયે), ત્રણ આવૃત્તિના સમયે (પ્રતિક્રમણ પછી) આપીશ. આ પ્રમાણે વિન વિના સંઘનું અને મારું કાર્ય સિદ્ધ થશે. બે મુનિઓએ પાછા આવીને સંઘને આ પ્રમાણે કહ્યું. ખુશ થયેલા સંઘે સ્થૂલભદ્ર વગેરે પાંચસો સાધુઓને તેમની પાસે મેકલ્યા. ધ્યાનમાં અંતરાય થવાના કારણે શ્રીભદ્રબાહુસ્વામી વાચના ઓછી આપવા લાગ્યા. આથી સ્થૂલભદ્ર સિવાય બધા સાધુઓ કંટાળીને પોતાના સ્થાને જતા રહ્યા. વિધિપ્રમાણે કરવામાં તત્પર શ્રીસ્થૂલભદ્ર મુનિ તે કંટાળ્યા વિના વિનય વગેરેથી. ગુરુના મનને આકર્ષી લીધું. ધ્યાનના પારને પામેલા અને હર્ષ પામેલા શ્રીભદ્રબાહુ સ્વામી પણ પ્રતીરછક શ્રીસ્થૂલભદ્ર મુનિને તૃપ્તિ થાય તેટલી વાચન વ્યાકુલતા વિના આપવા લાગ્યા. સમાધિરૂપી અમૃતના પાનથી તૃપ્ત થયેલા મનરૂપી વૈભવવાળા શ્રીસ્થલભદ્ર મુનિ ક્રમે કરીને બે વસ્તુ ન્યૂન દશ પૂર્વે ભણ્યા. હવે દીક્ષા લઈને પૃથ્વી ઉપર વિચરતી શ્રી સ્થૂલભદ્રની બહેને ત્યાં વંદન કરવા માટે આવી. તેમણે ગુરુને પૂછયું: હે સ્વામી! શ્રી સ્થૂલભદ્ર મુનિ હમણાં ક્યાં છે? ગુરુએ કહ્યું તે અહીં દેવમંદિરમાં પૂર્વોને અભ્યાસ કરી રહ્યા છે. અહંકારથી યુક્ત શ્રી સ્કૂલભદ્ર બહેનોને આવતી જોઈને કૌતકની ઈચ્છાથી સિંહના શરીરને આશ્રય કરીને રહ્યા. બહેને પોતાની આગળ સિંહને જોઈને પાછી ફરી. તેમણે ગુરુને કહ્યું હે પ્રભુ! ત્યાં અવશ્ય સ્થૂલભદ્રને ફાડીને સિંહ રહેલો છે. ગુરુએ ઉપયોગ મૂકીને સ્થૂલભદ્રને વિકાર પામેલા જાણ્યા. તેમણે સ્થૂલભદ્રની બહેનને કહ્યું: તે તમારા ભાઈ ત્યાં છે જ. વંદન કરે. સિંહ જતે રહ્યો છે. ત્યાં જઈને સ્થૂલભદ્રને જોઈને વિસ્મય પામેલી બહેનોએ વંદન કર્યું. શ્રી સ્થૂલભદ્ર (પોતાની દીક્ષા પછી કુટુંબમાં બનેલા) ધાર્મિક સમાચારે મેટી બહેનને પૂછયા. તેણે આનંદપૂર્વક સમાચાર કહ્યા. તે આ પ્રમાણે - હે ભગવંત! અમારી સાથે શ્રીયકે પણ દીક્ષા લીધી. પણ સુધાના કારણે એકાસણું પણ કરવા તે સમર્થ ન હતા. સાંવત્સરિક પર્વના દિવસે મારા કહેવાથી તેમણે પરિસીનું પચ્ચકખાણ કર્યું. પિરિસિ પચ્ચખાણ પૂર્ણ થતાં પચ્ચખાણ પારવાની ઈચ્છાવાળા તેમને મેં ફરી કહ્યું તમે પુરિમડૂઢ કેમ કરતા નથી ? કારણ કે આ પર્વ દુર્લભ છે. સરળ તેમણે લજજાથી તેને પણ સ્વીકાર કર્યો. પુરિમઢ પચ્ચખાણ પણ પૂર્ણ થતાં ભજન કરવાની ઈચ્છાવાળા મુનિને ફરી ઉત્સાહિત કરીને અવઢનું પચ્ચકખાણ કરાવ્યું. અવઢનું પચ્ચકખાણ પણ પૂર્ણ થતાં રાત નિદ્રાથી સુખપૂર્વક પસાર થઈ જશે એમ સમજાવીને તેમને કર્મક્ષય માટે ઉપવાસનું પચ્ચક્ખાણ કરાવ્યું. પછી અર્ધી રાતે ભૂખ વધવાના કારણે શરીર વ્યાકુલ બની ગયું.
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy