________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૩ તે મહાત્મા આરાધનાપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગમાં ગયા. મુનિઘાતથી થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની ઈચ્છાથી મેં શ્રમણસંઘની આગળ તેની વિગત કહી. સંઘે કહ્યું તમને પ્રાયશ્ચિત્ત ન આવે. કારણ કે તમે તેમને તારવા માટે જ તે તપ કરાવ્યો હતો. પિતાની નિંદા કરતી મેં ફરી સંઘને આ પ્રમાણે પ્રાર્થના કરી - જે તીર્થકર સ્વયં કહે તે મને સમાધિ થાય. તેથી દયાળુઓમાં મુખ્ય એવો સંઘ કાયોત્સર્ગમાં રહ્યો. તે વખતે શાસનદેવીએ સંઘને આ પ્રમાણે કહ્યું – હું સાદેવીજીને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ જઈને
જ્યાં સુધીમાં અહીં પાછી લઈ આવું, ત્યાં સુધી મારા કલ્યાણ માટે (=જવાઆવવામાં સહાય માટે) સંઘ કાર્યોત્સર્ગમાં જ રહેવું. તે વખતે શાસનદેવી મને ક્ષણવારમાં મહાવિદેહક્ષેત્રમાં લઈ ગઈ. હર્ષથી મેં શ્રી સીમંધર જિનેશ્વરને વંદન કર્યું. જિને કહ્યું. આ પ્રવર્તિની નિર્દોષ અને કપટરહિત છે. પ્રભુએ મારી આગળ બે ચૂલિકા કહી. દેવી મને હાથમાં પકડીને ભરતક્ષેત્રમાં પાછી લઈ આવી. અહીં આવીને મેં બે ચૂલિકા સંઘને અર્પણ કરી. આ પ્રમાણે કહીને યક્ષા પરિવાર સાથે પોતાના સ્થાને ગઈ.
હવે સ્થૂલભદ્ર મુનિ વાચન લેવા માટે ગુરુની પાસે આવ્યા. ગુરુએ કહ્યુંઃ તમે વાચના માટે ગ્ય નથી. તેથી દીન મુખવાળા મુનિ દીક્ષાદિવસથી પોતાના અપરાધોને વિચારવા લાગ્યા. પછી તેમણે ગુરુને કહ્યું: મને કેઈ અપરાધ યાદ આવતું નથી. આ સાંભળીને ગુરુ બોલ્યા: આહ! અ૫રાધ કરીને પણ માનતા નથી. પછી અપરાધને યાદ કરીને તે મુનિ ગુરુના ચરણકમલેમાં પડ્યા. મારા એક અપરાધને માફ કરે. હું ફરી આવું નહિ કરું. ગુરુ બોલ્યાઃ ફરી કરે કે ન કરો, પણ હમણાં તો અપરાધ કર્યો. આથી જેમ તાવથી પીડાયેલાને કાકડી ન અપાય તેમ તમને વાચના ન અપાય. હવે સ્થૂલભદ્ર મુનિએ ગુરુના રોષને શાંત કરવા માટે સંઘને પ્રાર્થના કરી. ચિંતામણિ વિના બીજે કેણ ઈચ્છિત આપવા સમર્થ થાય? સૂરિએ સંઘને કહ્યું: જેમ આ હમણ વિકારને પામ્યા તેમ હવે પછી બીજા શઠ સાધુઓ વિશેષ વિકારને પામશે. તેથી પૂર્વે મારામાં જ બાકી રહેશે =વિરછેદ પામશે એમ હું જાણું છું. એને દંડ થાઓ, એ માટે બાકીને પાઠ એને ન આપ જોઈએ. સંઘે ફરી ગાઢ આગ્રહ કર્યો. આથી મારામાં પૂર્વેને વિચ્છેદ ન થાઓ. એમ વિચારીને ઉત્તમ મુનિ સ્થૂલભદ્રને સૂત્રથી વાચના આપી. સૂરિએ બાકીના પૂર્વેની વાચના તમારે કેઈને ન આપવી એ પ્રમાણે આજ્ઞા કરીને બાકીના પૂર્વોની વાચના તેમને વિધિપૂર્વક આપી. જેમ સૂર્ય પૂર્વધરમાં (=ઉદયાચલ પર્વતમાં) ઉદય પામે છે, તેમ પૂર્વધામાં (= પૂર્વધારે વિદ્યમાન હતા ત્યારે ) ઉદય પામનારા અને સર્વ પૂર્વેને ધારણ કરનારા શ્રી સ્થૂલભદ્ર મુનિએ આચાર્યપદને પ્રાપ્ત કરીને યોગ્ય ભવ્યસમૂહને
૧. પ્રવર્તિની=મુખ્ય સાબી.
૧૫