________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૧૧ આંબાની લુંબને બાણથી વિંધી, તે બાણને બીજા બાણથી વીંધ્યું, તેને ત્રીજા બાણથી વીંધ્યું, આમ એક પછી એક બાણના મૂલમાં નાખેલા બાણથી આંબાની લૂંબને સારી રીતે પ્રાપ્ત કરી શકાય તેવી કરી. પછી અર્ધ-ચંદ્રાકાર બાણથી આ» લુંબના ડીંટાને છેદી નાખ્યું. પછી સુભટેમાં મુખ્ય તે રથિકે તે જ વખતે હાથથી આમૃત્યુબ લઈને કેશાને આપી. રથિકે પોતાનું કૌશલ્ય બતાવીને કેશાને મુખ સામે જોયું. કેશાએ સરસવના ઢગલામાં સોય મૂકી, તેના ઉપર પુપો મૂક્યાં. પછી તેણે સુંદર'ચારીઓથી નૃત્ય કર્યું. આમ છતાં કુશળ અને દેવીની જેમ નિશ્ચલ તે સોયની અણીથી વીંધાણી નહિ અને તેણે પુપોને પણ ન હલાવ્યા. તેની કલાથી તુષ્ટ થયેલા રથિકે તેને કહ્યું હું તને શું આપું? કેશા બેલીઃ મેં શું આશ્ચર્ય કર્યું કે જેથી તમે મારા ઉપર તુષ્ટ થયા છો? ઘુવડે રાત્રે દિવ્ય દૃષ્ટિવાળા હોય છે, પક્ષીઓ આકાશમાં ઉડનારા હોય છે, જાતિથી સિદ્ધ હોય તેમ અભ્યાસથી સિદ્ધ કરેલા આ કાર્યમાં શું આશ્ચર્ય છે? અત્યંત દુષ્કર તે તે છે કે, અભ્યાસ નહિ કર્યો હોવા છતાં અને જાતિથી સિદ્ધ ન હોવા છતાં મહામુનિ સ્થૂલભદ્ર જે શીલપાલન કર્યું. જેમ સૂર્યના સંસર્ગથી માખણ અને અગ્નિથી સીસું પીગળી જાય છે તેમ સ્ત્રીના સંસર્ગથી પુરુષ અવશ્ય પીગળી જાય છે. ઈત્યાદિ સ્થૂલભદ્રના સ્વરૂપને રાતદિવસ કહેતી કોશાએ જેમ ચંદ્રાસ્ના કૈરવને (=ચંદ્રવિકાસી કમળને) બોધ પમાડે (=વિકસિત કરે) તેમ રથિકને બેધ પમાડ્યો. કલ્યાણના અભિલાષી અને સ્થૂલભદ્રના ગુણોને યાદ કરતા તેણે દીક્ષા લીધી, અને કેશા પણ પોતાના અભિગ્રહમાં સ્થિર રહી.
આ તરફ બાર વર્ષને દુષ્કાળ પડ્યો. સંઘે અતિશય મુશ્કેલીથી પાર પામી શકાય તેવા દુષ્કાળને સમુદ્રના કિનારે (=કિનારાના ગામનગરમાં) કષ્ટથી પસાર કર્યો. ભણેલાને પાઠ (=આવૃત્તિ) કર વગેરે સામગ્રી ન મળવાના કારણે સિદ્ધાંત ભૂલાઈ ગયા. (દુષ્કાળ પૂર્ણ થઈ ગયા બાદ) બધે ય સંઘ પાટલિપુત્રમાં ભેગે થયે. સૂત્રના આલાપને ક્યાંક ક્યાંકથી સંગ્રહ કરીને ક્રમશઃ અગિયાર અંગે પરિપૂર્ણ ક્ય. પછી શ્રુતવિચ્છેદના ભયવાળા સંઘ (=નેપાળદેશમાં રહેલા) ચૌદ પૂર્વના જાણકાર ભદ્રબાહુ સ્વામીને લાવવાની ઈચ્છાથી બે મુનિને મોકલ્યા. ભદ્રબાહસ્વામીએ કહ્યુંઃ મેં હમણું મહાપ્રાણધ્યાન શરૂ કર્યું છે. તેથી હું આવી શકું તેમ નથી. બે મુનિઓ પાછા આવ્યા. પૂર્વનો આધાર કરવાની ઈચ્છાવાળા સંધે, અર્થાત્ સાધુઓ પૂર્વના જાણકાર બને એવી ઈરછાવાળા સંઘ, ફરી બે મુનિઓને શ્રી ભદ્રબાહસ્વામી પાસે મોકલ્યા. સૂરિઓમાં ઇદ્ર સમાન શ્રીભદ્રબાહુસ્વામીને વંદન કરીને બે મુનિઓએ કહ્યુંઃ જૈન શાસનમાં જે સંઘને (= સંઘનું કહ્યું) ન માને તેને શેિ દંડ થાય? તેમણે કહ્યું તે નિયમ સંઘ બહાર થાય. મુનિઓએ કહ્યું: હે ભગવંત! તે શ્રમણ સંઘ આપને જ સંઘ બહાર કરવા
૧ ચારી એટલે નૃત્યમાં થતી ભિન્ન ભિન્ન ગતિ-ચાલ. ૨ અહીં સંઘ શબ્દથી શ્રમણસંઘ સમજ.