________________
૧૧૦
શીલપદેશમાલા ગ્રંથનો એટલું જ નહિ, કામરૂપી વાયુના રેગથી થયેલી વિહલતાના કારણે તેમણે કશાની માગણી કરી. કેશાએ કહ્યુંઃ ધન લાવે અને ઇચ્છિત સાધે.
કામની આસક્તિથી ચંચળ નેત્રવાળા તે કુમુનિએ ફરી કહ્યું હે ભદ્રા! અમારી પાસે ધન ક્યાંથી હેય. આથી મારા ઉપર જલદી પ્રસન્ન થા. જેણે જેને ઉપદેશ સાંભળ્યો છે એવી તે કેશાએ મુનિને ખેદ પમાડવા માટે કહ્યું : જે ભોગ ભોગવવાની ઈરછા હોય તે નેપાળદેશમાં જાઓ. ત્યાં દયાનિધિ નેપાલને રાજા અન્ય દેશના સાધુઓને એક એક રત્નકંબલ આપે છે. તેથી કામરૂપી વાયુસમૂહથી ચંચળ બનેલા તે મુનિ જેમ ગ્રીષ્મઋતુ પૂર્ણ થતાં 'કમળને જાણનારો હાથી નેપાલ તરફ ચાલે તેમ નેપાલ તરફ ચાલ્યા. ત્યાંથી રત્નકંબલ મેળવીને અને વાંસમાં મૂકીને ( છુપાવીને) જેમ ભ્રમર માલતીને યાદ કરે તેમ કેશાને યાદ કરતા તે મુનિ પાછા ફર્યા. લાખ જાય છે એવા પિપટના વચનથી ચરેએ તેને રસ્તામાં ઘેરી લીધા. તપાસીને કંઈ નથી એમ વિચારીને ચોરોએ છોડી દીધા. મુનિ આગળ ચાલ્યા. ફરી પિપટે લાખ જાય છે એમ કહ્યું. આથી ચોરોએ તેની પાસે આવીને સાચું કહે કે તારી પાસે શું છે? એમ પૂછયું. મુનિએ પણ સાચું કહી દીધું કે, આ વાંસની અંદર રત્નકંબલ મૂકયું છે. દયાથી ચરોએ મુનિને છેડી દીધા. મુનિએ એ રત્નકંબલ કેશાને આપ્યું. જેમ ખંડિત થયેલા રત્નમય બિંબને અગાધ જલવાળા સરોવરમાં પધરાવવામાં આવે તેમ કેશાએ મનહરપણ રત્નકંબલને કાદવમાં ફેંકી દીધું. મુનિ બોલ્યાઃ હે મુગ્ધા! આ રત્નકંબલ અતિશય કિંમતી છે અને દુર્લભ છે, તે આમ અનાદરથી ફાટેલા વસ્ત્રના ટુકડાની જેમ કાદવમાં કેમ ફેંકી દીધું? કેશા બેલી: હે મૂઢ! તમે આ રત્નકંબલને શેક કરે છે, પણ દુર્લભ ચારિત્રરૂપી. માણેક રતનને ડૂબાવતા તમે કેમ લજજા પામતા નથી ? હા ! અ૫પ્રમાણુ સુખાભાસની આશામાં ભ્રાન્ત બનેલા જડ છો અનંત મોક્ષસુખથી ભ્રષ્ટ થાય છે. ઈત્યાદિ કહીને બોધ પમાડાયેલા અને એથી વૈરાગ્યવાળા થયેલા મુનિએ કેશાને કહ્યું: જેમ અગ્નિથી સળગેલા ઘરમાંથી બાળકને બચાવવામાં આવે તેમ તે મને સારી રીતે તારી દીધા છે. હવે મહાન આશયવાળો હું અતિચાર સ્વરૂપ દોષની આલોચના કરવાની ઈચ્છાથી ગુરુના ચરણનો આશ્રય લઇશ. હે સુંદરી! તને ધર્મલાભ થાઓ. તે વખતે કેશાએ બે હાથ જેડીને મુનિને કહ્યું હે મુનિ! આપને બેધ પમાડવા માટે મેં આપની આશાતના કરી તે બદલ મને ક્ષમા આપે. લજજાથી મુનિએ મુખ નીચે કરી દીધું. વિરક્ત બુદ્ધિવાળા તે મુનિએ ગુરુ પાસે જઈને આલેચના લઈને ફરી ઘણુ તપો કર્યા.
એકવાર રાજાએ ૨૨થિકને કામથી (=વાસનાથી) રહિત એવી પણ કેશા આપી. કેશા રથિકની આગળ સ્થૂલભદ્રના ગુણેની પ્રશંસા કરવા લાગી. એકવાર રથિકે શસ્યામાં રહીને
૧. હાથીને બિસ=કમળને દાંડલ બહુ પ્રિય હોય છે, અર્થાત ખાવામાં બહુ ભાવે છે. - ૨. રથિક રથમાં બેસીને યુદ્ધ કરનાર.