________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૯
મુનિમાં નકામા થયા. જેમ વિદ્વાનાની સભામાં પ્રતિભાવ મળવાના કારણે વક્તાની કુશળતા વધે તેમ કેાશાના તે ઉપસગે^થી મુનિના ધ્યાનનું તેજ વધ્યુ. તેથી ખેદ પામેલી તે મુનિના ચરણેામાં પ્રણામ કરીને ખેલી: પૂર્વના સ્નેહને વશ થઈને મેં આ પ્રમાણે જે કર્યું... તેની મને ક્ષમા આપો. આમ તેણે ક્ષમા માગી એટલું જ નહિ, બલ્કે મુનિના મુખથી ધર્મ સાંભળીને તે ધર્મીમાં અતિશય સ્થિર બની. તેણે શ્રાવકધર્મીના સ્વીકાર કરીને મક્કમતાથી અભિગ્રહ લીધા. તે આ પ્રમાણે:- હવે પછી તુષ્ટ થયેલા રાજા મને જેને આપે તે સિવાય અન્ય પુરુષના મારે જાવજીવ નિયમ છે. પરસ્પર સ્વીકારેલા વાદમાં જિતાયેલા કામદેવને સ્થૂલભદ્રે કોશાના અભિગ્રહના બહાને કૈાશાની પકડમાં કરાવી દીધા, અર્થાત્ વેશ્યાના કબજામાં કરાવી દીધા.
અભિગ્રહને પૂર્ણ કરનારા, કાઇનાથી ય નહિ નિંદાયેલા અને જાણે ત્રણ પુરુષાર્થ હોય તેવા તે ત્રણ મુનિએ સુગુરુની પાસે ગયા. ગુરુએ ઊભા થઈને સ્વાગતમ્ એમ ખાલીને તેમની કંઇક પ્રશસા કરી. પછી તેમને દુરારા તમે દુષ્કર કરનારા છે. એમ કહ્યું. સન્મુખ આવેલા સ્થૂલભદ્રને ગુરુએ ઊભા થઈને કહ્યુંઃ સુંદર આચરણુ કરનારા હે મહાભાગ્યશાલી ! તમાએ ઘણું દુષ્કર કર્યું છે. ગુરુએ આ પ્રમાણે કહ્યું એટલે ઈર્ષ્યાવાળા ત્રણ સાધુઓએ આ પ્રમાણે વિચાર્યું અહા ! સ્થૂલભદ્ર મંત્રીપુત્ર હાવાથી ગુરુએ તેને આ વિશેષથી કહ્યું, અર્થાત્ આપણા કરતાં તેની વિશેષ પ્રશંસા કરી. જો ષડ્ રસવાળા આહાર કરનાર પણ આ ઘણું દુષ્કર કરનારા હોય તેા આવતા ચામાસામાં આપણે પણ એ તપ કરીશું. આ પ્રમાણે ઈર્ષ્યાથી યુક્ત તેમણે કષ્ટથી આઠ મહિના પસાર કર્યો. હવે સિંહ ગુફાવાસી મુનિએ સ્થૂલભદ્રે જે અભિગ્રહ લીધેા હતા તે અભિગ્રહ લીધે. ગુરુએ ઉપયાગથી જાણી લીધું કે આ મુનિ સ્થૂલભદ્રની સાથે સ્પર્ધાવાળા છે, અર્થાત્ સ્થૂલભદ્રની ઇર્ષ્યાથી અભિગ્રહ કર્યો છે, તથા અભિગ્રહને પાળવામાં અસમર્થ છે. આથી ગુરુએ તેમને કહ્યું: હું મુનિ! આ આગ્રહને મૂકી દો. હે મુનિ ! આવા તપ કરવા માટે એના સિવાય બીજો કેાઈ સમથ નથી. શેષનાગ વિના બીજો કેણુ આ પૃથ્વીને ધારણુ કરવા સમ છે? ગુરુને રાકવા છતાં તેમણે તે અભિગ્રહ લીધે જેમ ગધેડા હસ્તિશાલામાં આવે તેમ મુનિકેશાના ઘરે આવ્યા. સ્થૂલભદ્રની સાથે સ્પર્ધા કરનારા છે એમ જાણીને પરીક્ષા કરવા કાશાએ જેમ કૂતરાને ઘીથી ભાજન કરાવે તેમ મુનિને ષડ્સવાળું ભેાજન કરાવ્યું. જાણે શૃંગારની અસાધારણ નદી હાય અને અતિશય કામની તિજોરી હાય તેવી કાશા શંગારવાળા પેાષાક પહેરીને મુતિની પાસે ગઇ. તેના સુખરૂપી ચંદ્રને જોઇને મુનિના ચિત્તરૂપી સાગર ક્ષુબ્ધ બન્યા, અને અદ્ભુત કામરૂપી વડવાનલ ભભૂકી ઉઠ્યો. તેથી તે જાણે કામરૂપી વિષની ઉર્મિઓએ તેમનું ચૈતન્ય હરી લીધું હાય તેવા થઈ ગયા. આવા તે સાધુપણાને અને સ્પર્ધાથી કરેલા તપને ભૂલી ગયા.