________________
૧૦૬
શીલપદેશમાલા ગ્રંથને સમજાવ્યા. પિતા પૂજ્ય છે એમ રાજાએ કહ્યું એટલે શ્રીયકે ફરી કહ્યું કે કાનના છેદ માટે થાય તે સેનાથી પણ શું? પછી રાજાએ મંત્રી મુદ્રાના સમસ્ત વ્યાપાર કરવાની (=મંત્રીપદને સ્વીકારવાની) શ્રીયકને આજ્ઞા કરી.
ઔચિત્ય સમજીને શ્રીયકે રાજાને વિનંતિ કરી કે હે દેવ! મારે સ્થૂલભદ્ર નામને બુદ્ધિશાલી માટે ભાઈ છે. વેશ્યાના ઘરમાં રહેલે સુખી તે સૂર્યના ઉદયને અને અસ્તને પણ જાણતું નથી. રાજાએ તેને બેલાવીને તે જ પ્રમાણે કહ્યું. સ્થૂલભદ્રે કહ્યુંઃ માસ્ટોરારિ =હું વિચાર કરું છું. રાજાએ હા કહી એટલે સ્થૂલભદ્ર અશોક ઉદ્યાનમાં ગયા. ત્યાં તેણે યેગીની જેમ ઇદ્રિયને સ્થિર કરીને અને મનને એકાગ્ર કરીને વિચારવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે - મારે અધિકારનું શું કામ છે? જેમ શાકિની વિદ્યામાં ( =શાકિની વિદ્યા સાધવાની હોય ત્યારે) માણસ સ્વજન અને પરજન પ્રત્યે નિરપેક્ષ બની જાય છે તેમ, અધિકાર હોય ત્યારે ધનથી વ્યાકુલ બનેલો પ્રાણી સ્વજન પ્રત્યે અને પરજન પ્રત્યે પણ નિરપેક્ષ બની જાય છે. અહો! અધિકારમાં કુલનાં કાર્યો છેડીને અને ધર્મ પણ છેડીને ગમે તેમ કરીને સ્વામીનું કાર્ય બરાબર કરવું પડે છે. જેમ ક્યારેક દુર્ભાગ્યના વેગથી વિરક્ત થયેલી બી નરકથી પણ અધિક દુખ પમાડે છે તેમ અધિકાર જીવને નરકથી પણ અધિક દુઃખ પમાડે છે. તેથી વેશ્યાઓથી પણ અધિક નિંદ્ય અધિકારને આદર કાર્ય–અકાર્યને વિચાર કરનાર કયે બુદ્ધિશાલી કરે? સુરે, અસુરે અને મનુષ્યથી પૂજ્ય, અને ચારિત્રરૂપી સામ્રાજ્યમાં રહેલા તે મહાત્માઓ ધન્ય છે કે જેઓ પોતાને અને બીજાને તારે છે. તેથી હું સર્વ કાર્યોને સાધનારી આ જૈન દીક્ષાને સ્વીકારું. આ પ્રમાણે વિચારીને તેણે તે જ વખતે કેશને લગ્ન કર્યો. રત્નકંબલમાંથી રજોહરણ બનાવ્યું. રજોહરણથી શોભતા તેણે રાજસભામાં આવીને રાજાને “ધર્મલાભ થાઓ” એમ કહ્યું. હે મંત્રીનાયકના ધીરપુત્ર! તે બહુ જ સારું વિચાર્યું, તે દુઃસાધ્ય આ આરહ્યું છે, એ પ્રમાણે રાજાએ પ્રશંસા કરી. પછી મુશકેલીથી ઉપાડી શકાય તેવા મોટા ભારને ઉપાડનાર તે મુનિ બખ્તર પહેરી તૈયાર થયેલા દ્ધાની જેમ મેહના સૈન્યને જીતવા ત્યાંથી નીકળી ગયા. તે વખતે તેમને સત્ય અને સુંદર યુગ એ જ મારું બધું ધન છે એમ માનનારાની જેમ સર્વ સ્થલે સમતાથી ભરેલા જોઈને રાજા પણ આશ્ચર્ય પામ્યા. સર્વ સાવદ્યાગથી નિવૃત્ત થયેલા તેમણે તે વખતે સંભૂતિવિજય આચાર્યના ચરણકમલને આશ્રય પામીને ચારિત્રને સ્વીકાર કર્યો. ભદ્ર હાથીની જેમ જ્ઞાનરૂપી અંકશથી અંકુશવાળા અને જિનાજ્ઞારૂપી એક સલકી વનમાં જ મનવાળા તે સ્થૂલભદ્રવિહાર કરવા લાગ્યા.
જેમ સૂર્ય અન્ય કપમાં જાય ત્યારે લક્ષમી (=શભા) કુમુદ્વતીને આશ્રય લે છે
૧. કુમુવતી એટલે ચંદ્રવિકાશી કમલિની. ચંદ્રનો ઉદય થતાં કમલિની વિકાશ પામે છે અને તેથી શોભે છે. માટે અહીં લક્ષ્મી એટલે શોભા.