________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૫ નીચા મસ્તકવાળો થયે હેય તેવું દેખાયું. અમે બીજનું ધન લેતા નથી, માટે તારું ધન તું લે એમ કહીને મંત્રીએ તેને ધનની પિટલી આપી. આ વખતે પ્રત્યુત્તરને ક્રમ દૂર રહે, અર્થાત્ પ્રત્યુત્તર આપવાની વાત તે દૂર રહી, કિન્તુ સર્વસમક્ષ મંત્રીથી અપાયેલી ધનની પિટલીની સાથે તેણે ગંગામાં ડૂબી જવાનું ઈચ્છયુ. મંત્રીએ રાજાને તેનું સ્વરૂપ કહ્યું એટલે રાજાએ મંત્રીને કહ્યું તમે બહુ સારું જાણ્યું,
સર્ષની જેમ છિદ્રોને શોધનારા વરરુચિ બ્રાહ્મણે મંત્રીની દાસી વગેરેને મંત્રીના મહેલમાં થતી પ્રવૃત્તિ વિષે પૂછવા લાગે. શ્રીયકના વિવાહનો પ્રસંગ નજીકમાં આવ્યું ત્યારે એક દિવસ મંત્રીઓમાં રાજા સમાન શકાલે રાજાને ભેટશું આપવા માટે શર, છત્ર વગેરે સામગ્રી તૈયાર કરી. મંત્રીની દાસી પાસેથી આ સાંભળીને જેમ ઠંડીથી પીડાયેલો માણસ કામળીને પામીને હર્ષ પામે તેમ હર્ષ પામ્યા. પછી તેણે સુખડીથી બાળકોને આકર્ષીને બાળકો દ્વારા આ પ્રમાણે ઘેષણ કરાવી – શકહાલ જે કરશે તે મૂઢ લોકે જાણતા નથી. તે નંદરાજાને મારીને રાજ્ય ઉપર શ્રીયકને બેસાડશે. જેમ ડાંગરના ખેતરમાં પિોપટ ઘોષણા કરે તેમ દડાની જેમ પગલે પગલે કૂદતા બાળકે નિઃશંકપણે અવસરે આ પ્રમાણે ઘોષણા કરવા લાગ્યા. રાજાએ વિચાર્યું સ્વેચ્છાથી બાળકે જે કહે, સ્ત્રીઓ જે કહે, અને જે વચન અકસ્માત્ બોલાયું હોય, તે પ્રાયઃ બેટું ન હોય. આ પ્રમાણે વિચારીને રાજાએ ખાતરી કરવા માટે મંત્રીના ઘરે ચરપુરુષને મોકલ્યા. તેમણે આવીને જે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે રાજાની આગળ કહ્યું. શસ્ત્ર, છત્ર અને અશ્વ વગેરે સામગ્રીને સાંભળીને કપરૂપી કાદવવાળો થયેલે રાજા જેમ પ્રમાદી ગુણશ્રેણિથી ખસી જાય તેમ વિશ્વાસથી ખસી ગયે, અર્થાત્ હવે તેને મંત્રી ઉપર વિશ્વાસ ન રહ્યો. તેથી સવારે મંત્રીએ પ્રણામ કર્યા ત્યારે રાજા મંત્રીથી વિમુખ થઈ ગયે. રાજાના ચિત્તને જાણીને મંત્રીએ એકાંતમાં શ્રીયકને કહ્યું: હે પુત્ર! દુષ્ટ કેઈ પુરુષે રાજાને મારા ઉપર કેપવાળો કર્યો છે. આથી આપણા કુલમાં ઓચિતે આ ઉપદ્રવ ઉત્પન્ન થયેલ છે. તેથી હું જ્યાં સુધી જીવતે હેલું ત્યાં સુધી આ ઉપદ્રવ દૂર નહિ થાય. આથી સવારે જ્યારે હું રાજાને પ્રણામ કરું ત્યારે તારે મારું મસ્તક કાપી નાખવું. શ્રીયકે કહ્યું: શું પ્લેખ પણ આવું કાર્ય કરવાની ઈચ્છા કરે? આ પ્રમાણે કહેતા અને અશ્રુ પૂર્ણ નેત્રવાળા શ્રીયકને મંત્રીએ (પિતાની) દાઢીને સ્પર્શીને ફરી કહ્યું? હમણાં વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા મને હણીને કુલને ઉદ્ધાર કર. હે વત્સ! કઈ પણ મનુષ્ય શું કાકિણને નાશ કરીને કોડને નથી ઈચ્છતે? હું રાજાને પ્રણામ કરતાં પહેલાં ઝેર ખાઈ લઈશ. આથી ઝેરથી પ્રાણ રહિત બનેલો હું મરીશ. મારું મસ્તક કાપ્યા પછી તારે રાજાને કહેવું કે હે સ્વામિન્ ! પિતા પણ જે દુષ્ટ હોય તે હું તેમને ઈરછ નથી. પિતાએ જેમ તેમ કરીને શ્રીયકને સમજાવ્યું, એટલે તેણે તે પ્રમાણે કર્યું. તેમ કરીને તેણે મંત્રી સ્વામિદ્રોહી છે” એવી ભ્રાન્તિવાળા સભ્ય લેકને ૧૪