________________
૧૦૪
શીલાદેશમાલા ગ્રંથના
કરનારા હૈાય છે. રાજા તેને દરાજ દ્વાન આપવા લાગ્યા. આથી મંત્રીએ રાજાને દાન આપવાને નિષેધ કર્યા. રાજાએ કહ્યું: દાનક્રિયામાં તમારી પ્રશંસા જ કારણ છે, અર્થાત્ તમે પ્રશંસા કરી એથી હું દાન આપું છું. મંત્રીએ કહ્યું: બીજાના બનાવેલા કાવ્યા માલનાર આની પ્રશંસા કેવી? તે વખતે તે મેં કાવ્યામાં રહેલા ગુણુની જ પ્રશંસા કરી હતી, નહિ કે બીજાની, અર્થાત્ કાવ્ય ખેલનારની પ્રશ ંસા કરી ન હતી. રાજાએ કહ્યું: આ નિર્માલ્યથી ( =જીના લેાકેાથી ) મારી સ્તુતિ કરે છે માટે દુષ્ટાત્મા છે. કાચા ઘડાની જેમ રાજાએ સુખપૂર્વક જ ભાંગી શકાય છેફેરવી શકાય છે. મંત્રીએ કહ્યું; તેના એલેલા કાવ્યાને ભણતી ખાલિકાએ પણુ ( આવતી કાલે ) સવારે આપને સંભળાવશે. મંત્રીની બાલ્યાવસ્થાથી કુશળ સાત પુત્રીએ હતી. તેમાં એક પુત્રી એકવાર સાંભળેલું કાવ્ય વગેરે ખાલી શકતી હતી, ખીજી બે વાર સાંભળેલ ખેલી શકતી હતી. ત્રીજી ત્રણ વાર સાંભળેલું ખાલી શકતી હતી. એમ ક્રમશઃ સાતમી સાતવાર સાંભળેલું ખેાલી શકતી હતી. જેમ કર્મો જીવને સંસાર સાગરમાં પાડે છે તેમ વરુચિને પાડવા માટે મ`ત્રીએ પેાતાની સાત પુત્રીઓને સાત ભયની જેમ પડદામાં રાખી. તે સાત પુત્રીઓના યક્ષા, ચક્ષઇત્તા, ભૂતા, ભુતદત્તિકા, સેણા, વેણા અને રેણા એ પ્રમાણે નામેા હતાં. વરરુચિએ કહેલી નવી કાવ્યશ્રેણિને સાંભળીને મંત્રીની સાત પુત્રીએ માટીના ક્રમથી સરસ્વતીની જેમ સ્પષ્ટ આલી ગઈ. રાષ પામેલા રાજાએ વરરુચિને તુષ્ઠિાન ન આપ્યું. કઈ પણ ભાંગવું જેટલું સહેલું છે તેટલુ બનાવવું સહેલું નથી.
૧હવે વરરુચિ ધતીંગ કરવા લાગ્યા. તે આ પ્રમાણેઃ- તેણે એક યંત્ર બનાવ્યુ. તે યંત્રને ગંગાનદીમાં ગેાઠવીને રાજ રાત્રે ગુપ્ત રીતે તે ય ંત્રમાં સેનામહોરોની પાટલી મૂકી આવતા હતા. બીજા દિવસે સવારે ગંગાદેવીની સ્તુતિ કરીને પગથી યંત્રને ઠાકતા હતા, તેથી ચત્રમાં રહેલી સોનામહોરાની પાટલી ઉછળીને બહાર આવતી હતી. વરરુચિ તે પાટલીને લઇ લેતા હતા. તેણે લાકમાં એવી વાત ફેલાવી કે, હું ગંગા દેવીની સુદર શ્લેાકેાથી સ્તુતિ કરું છું, તેથી તુષ્ટ થયેલી ગંગાદેવી મને સાનામહોર આપે છે. આ પ્રમાણે કરતા તેણે જગતને વિસ્મિત બનાવી દીધું. માત્ર બાહ્યને જ જોનારા ક્યા ક્યા માણસા ધૂતારાઓથી છેતરાતા નથી ? મંત્રીએ ક્રૂરતા ગુપ્તચર પુરુષઢારા તેના આ ષડયંત્રને જાણી લીધું. શત્રુ નજીકમાં હોય ત્યારે બુદ્ધિમાન પુરુષા સુખે સૂતા નથી. એક દિવસ મંત્રીએ તે યંત્રમાંથી (ગુપ્તરીતે) ધન મંગાવી લીધુ. પછી સવારે કૌતુક જોવાને ઉત્સુક રાખને ત્યાં લઇ ગયેા. ધીર એવી ગંગા દેવીની સ્તુતિ કરીને વરુચિ કવિએ જલદી યત્રને ખે...ચ્યુ' (=પગથી દબાવ્યું.) તે પણ ધન ન ઊછળ્યું. માણસાના જોતાં તે વિલખા બની ગયા. શરમથી જાણે પાતાલમાં પ્રવેશ કરવા માટે ૧. અહીં વિશેષ સ્પષ્ટતા થાય એ માટે ટીકાગ્ર થમાં ન હેાવા છતાં અન્ય ગ્રંથાના આધારે
ક‘ઈક વિશેષ લખ્યું છે.