________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૩. ટીકાથી -શ્રી સ્થૂલભદ્ર શ્રી આર્યસંભૂતિવિજયના શિષ્ય હતા, અને શ્રી શહાલના પુત્ર હતા. સંસાર અવસ્થામાં (બાર વર્ષ સુધી) ભગવેલી કેશા વેશ્યાના ઘરમાં રહીને છ વિગઈવાળો આહાર કરનારા હોવા છતાં તેવું (=નિરતિચાર) શીલપાલન કર્યું, એથી તેમનું ચારિત્ર આશ્ચર્યકારી બન્યું. આથી ઘણે સમય વીતી જવા છતાં આજે પણ તેમની જયભેરી વગાડવામાં આવે છે, એટલે કે કામ ઉપર વિજય મેળવ્યું હોવાથી તેમને તેવા પ્રકારના “યુદ્ધવીર' તરીકે કવિઓ વડે વર્ણવવામાં આવે છે. જયભેરી એટલે કામદેવરૂપી રાજાના સૈન્ય ઉપર મેળવેલા વિજયના ઉદ્યમને સૂચવનારી ભેરી. જય પામ એટલે સર્વથી અધિકપણે વર્તા=રહો.
આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ સંપ્રદાયથી જાણો અને તે આ પ્રમાણે છે :
સ્થૂલભદ્રનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં પાટલિપુરનગર છે. તે નગરમાં આવેલા મંદિરના કળશો રાતે સૂર્યની ભ્રાતિ ધારણ કરતા હતા, અર્થાત્ કળશમાં સૂર્યને ભ્રમ થતું હતું. તેમાં પ્રજાને આનંદ પમાડનાર નંદ નામને રાજા હતા. તેની કીર્તિરૂપી નર્તકી તેના ઊંચા નવ વંશમાં નૃત્ય કરતી હતી. તેને પકડાલ નામને મંત્રી હતા. તેની બુદ્ધિથી ભ્રમ પમાડાયેલો બૃહસ્પતિ વક્ર પરિભ્રમણમાં થયેલી ભ્રાન્તિથી સદા આકાશમાં પરિભ્રમણ કરે છે. તે મંત્રીની જાણે ગુણોથી લમીની શક્ય હોય તેવી લકમાવતી નામની પત્ની હતી. જાણે તેની સરળતારૂપી કલાથી શરમ પામેલી મૃગલીઓએ વનને આશ્રય લીધો છે. તેની કુક્ષિરૂપી શક્તિમાં (મતીની છીપમાં) મેતી સમાન સ્થૂલભદ્ર નામને પુત્ર થયે. નંદરાજાના ચિત્તને આનંદ આપનાર શ્રીયક નામને બીજો પુત્ર હતો. તેમાં સ્થૂલભદ્ર કેશા નામની વેશ્યામાં કામથી મોહિત થઈને ક્ષણની જેમ બાર વર્ષ પસાર ક્ય. શ્રીયક નંદરાજાને ચતુર અંગરક્ષક અને વિશ્વાસનું ભાજન થયે સ્થાને કરેલી સેવા ઇચ્છિતને આપનારી થાય છે. ત્યાં કુશળ, બેલવામાં હોંશિયાર અને મહાકવિ વરરુચિ બ્રાહ્મણ હતું. તે સદા એકસોને આઠ કાવ્યથી રાજાની સ્તુતિ કરતે હતે. તે મિથ્યાદષ્ટિ હોવાથી મંત્રી કયારેય તેની પ્રશંસા કરતું ન હતું. આથી રાજાએ પણ તેને કંઈ પણ દાન ન આપ્યું. કારણ કે રાજાઓ બીજાનું મુખ જેનારા હોય છે, અર્થાત્ મંત્રી વગેરેનું કહેવું કરનારા હોય છે. ઉપાયને જાણનારા વરરુચિએ મંત્રીની પત્નીને આકર્ષી લીધી. હાથણીના દેહથી મદોન્મત્ત હાથીઓ પણ વશ કરી શકાય છે. પતનીના કહેવાથી શકતાલે તેની પ્રશંસા કરવાનું સ્વીકાર્યું. હાથથી ઘંટીની જેમ ઝીઓથી કેણ ભમાડા નથી ? એકવાર રાજાની આગળ કાવ્યને બોલતા વરરુચિની મંત્રીએ “અહો! સુભાષિતે મધુર છે.” એ પ્રમાણે પ્રશંસા કરી. તેથી રાજાએ એને એકસે આઠ સોનામહોર આપી. રાજાઓ પશુઓની જેમ સ્પષ્ટપણે પરપ્રય હોય છે, અર્થાત્ બીજાઓના કહેવા પ્રમાણે