________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૭
તેમ મંત્રીમુદ્રાના સર્વ વ્યાપ:રરૂપી લક્ષ્મીએ શ્રીયકના આશ્રય લીધો. પિતાના વેરને યાદ કરતા શ્રીયકે કાશા વેશ્યાના આશ્રય લીધા. કારણ કે છલથી સાધી શકાય તેવી વસ્તુમાં આવી જ સ્ત્રીએ હિંમત કરે છે. અનેકવાર સ્થૂલભદ્ર આદિના સંબધવાળી વાત કરતા તેણે જેમ ટંકણખાર શરીરની ધાતુને પીગળાવી દે તેમ તેના મનને પીગળાવી દીધું. એકવાર તેણે કાશા વેશ્યાને કહ્યુ: સ્થૂલભદ્રને પ્રવાસ કરાવ્યા અને પિતાને રાજા તેમના પ્રત્યે અવિશ્વાસવાળા થાય તેવા કર્યાં. હે દેવી! આ બધું વરરુચિનું કામ છે. આ વૈર તમારી સહાયથી જ સાધી શકાય છે, અર્થાત્ તમારી સહાયથી જ વેરના બદલા લઈ શકાય તેમ છે. વેશ્યાએ સ્મિત કરીને પૂછ્યું: કેવી રીતે ? શ્રીયકે કહ્યુંઃ તે બ્રાહ્મણ તમારી બહેનની સાથે પેાતાની મરજી મુજબ ક્રીડા કરે છે. જો તેને દારુ પીવડાવવામાં આવે તે આપણે કૃતાર્થ થઈ જઈએ. આ પ્રમાણે સાંભળીને તેણે એ કાના સ્વીકાર કર્યો અને તે પ્રમાણે જ કરાવ્યું. ક્ષયકાલે પવિત્ર પુરુષા પણ કુલાચારના ત્યાગ કરે છે. આ સાંભળીને વેરના બદલા લેવામાં તત્પર શ્રીયકે જેમ બિલાડી ઉંદરની સાથે મૈત્રી કરે તેમ વરરુચિની સાથે મૈત્રી કરી. કૃતકૃત્ય થયેલા વરરુચિ જેમ ભ્રમર કમળ વનમાં ગમનાગમન કરે તેમ રાજસભામાં નિત્ય ગમનાગમન કરવા લાગ્યા. રાજાએ પણ કાવ્ય પ્રેમથી તેનું વારવાર સન્માન કર્યું. હવે તે ગતાનુગતિક વનારા લેાકમાં નિત્ય પૂજનીય બની ગયા. કયારેક અવસર જાણીને રાજાએ શ્રીયકને એકાંતમાં કહ્યું; જેમ ઈંદ્રના મંત્રી ગૃહસ્પતિ છે, તેમ અમારા મંત્રી શકડાલ હતા. જેમ ચ' વિના રાત્રિન શાથે તેમ તેના વિના મારી સભા શાભતી નથી. જેમ કેાઈ કાગડાને ઉડાડવામાં રત્નને ગુમાવે તેમ આ નિરક મૃત્યુ પમાડાયા. શ્રીયકે કહ્યું હે સ્વામી! શું કરીએ ? મદ્યપાન કરનારા વરરુચિએ ત્યારે બાળકા દ્વારા નિરક ઉપદ્રવ કરાવ્યા. રાજા મેલ્યા એ બ્રાહ્મણ હોવા છતાં શું દારૂ પીએ છે? શ્રીચકે કહ્યું : હે સ્વામી ! તે હું આપને સવારે બતાવીશ. પૂર્વે શિખવાડાયેલ માળીએ રાજસભામાં બધાને એક એક કમળ આપ્યું, પણ વરરુચિને મદનકુલના ચૂણુથી મિશ્રિત કમળ આપ્યું. શ્રીયકે કમળને સુંઘીને સુગંધની પ્રશંસા કરી. તેથી બધાએ કમળ સુંધ્યું. કારણકે જગત જાતે ખાતરી કરનારું હાય છે. ઉત્સુક બનેલા બ્રાહ્મણે પણ પેાતાનું કમળ સુંધ્યું. શ્વાસના વાયુથી તે ચૂર્ણ નાસિકાના વિવર દ્વારા અંદર ગયું. આથી તેણે દારૂની ઉલટી કરી. તેની ગંધ સહન ન થવાથી લેાકેાએ એના ધિક્કાર અને તિરસ્કાર કર્યાં. તે શાસ્ત્રના અભ્યાસથી રહિત પુરુષની જેમ સભામાંથી જલદી નીકળી ગયા. અતિશય તપેલા સીસાના રસપીને તેણે પ્રાયશ્ચિત્ત કર્યુ. શ્રીયકના વૈરની સાથે તે ચમના મંદિરમાં ગયા.
:
શ્રીકે ન દરાજાના સાત અંગાને સ્વીકારીને ૧પરા, સ્વાર્થ અને રાજ્યા એ ત્રણેને વિધ વિના સાધ્યા. બુદ્ધિશાલી સ્થૂલભદ્ર સાધુએ ગુપ્ત રહીને ખાર અંગાને ૧. પરકાય, સ્વકાર્યું અને રાજ્યકાય એ ત્રણેને એક-બીજાને વિરાધ ન આવે તે રીતે સાજ્યા.