________________
ગુજરાતી ભાવાનુવાદ આથી સંસારના સ્વરૂપને જાણનારાઓને વિષયની ઈચ્છા કેવી રીતે થાય? આ પ્રમાણે ઉપદેશ આપીને અને પૂર્વભવનો સંબંધ કહીને શ્રી મલ્લિનાથવડે બંધ પમાડાયેલા તે રાજાએ ક્ષણવારમાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેમણે મલ્લિકુમારીને વિનંતી કરી કે, આગળ ચાલનારા તમે અમારી આગળ થાઓ કે જેથી અમે ભવને નાશ કરવા ચારિત્રવ્રત સ્વીકારીએ. શ્રીમલ્લિકુમારીએ કહ્યું : મને કેવલજ્ઞાન થશે ત્યારે તમને પણ અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે સાંભળીને અતિશય સંવિગ્નમનવાળા અને મને હર તે રાજાઓએ તે વખતે મલ્લિકુમારીને ખમાવ્યા. પછી તે રાજાઓ જેવી રીતે આવ્યા હતા તેવી રીતે ગયા. - ત્યારબાદ શ્રી મલ્લિનાથને જન્મથી સે વર્ષ થયા ત્યારે કાંતિક દેવોએ આવીને શ્રીમલ્લિતીર્થકરને સમયને ઉચિત વિનંતિ કરીઃ હે પ્રભુ! મરવા પડેલા જગતના જીવોને જીવાડનાર અસાધારણ ઔષધ સમાન તીર્થને પ્રવર્તા. આ પ્રમાણે કહીને લેકાંતિકદેવે પાંચમા દેવલોકમાં ગયા. ત્રિક (=ત્રણ રસ્તા ભેગા થાય તેવું સ્થાન) અને રાજમાર્ગ વગેરે સ્થાનમાં રહેલા દ્રવ્યને દેએ શ્રીમલ્લિનાથની પાસે લાવીને મૂકયું. શ્રીમલ્લિનાથે સાંવત્સરિકદાનમાં તે દ્રવ્ય અપાવ્યું. માગશર સુદ અગિયારસે વાજિંત્રે વાગી રહ્યા હતા, ગીત ગવાઈ રહ્યા હતા અને બંદીજને જયધ્વનિ કરી રહ્યા હતા, ત્યારે દિવ્ય અલંકારોથી દેદીપ્યમાન મલિકુમારી શિબિકા ઉપર આરૂઢ થયા. શિબિકાને પહેલાં મનુષ્યએ પછી દેએ અને ઇદ્રોએ ઉપાડી. પ્રભુના મસ્તકે શ્રત છત્ર ધર્યું. પ્રભુની બંને બાજુએ ચામર વીંઝયા. પ્રભુએ સહસાવનમાં જઈને કંકેલીવૃક્ષની નીચે શિબિકા ઉપરથી ઉતરીને આભૂષણે ઉતાર્યા. પછી કુમાર અવસ્થામાં રહેલા મલ્લિનાથે દેવદૂષ્ય લઈને પૂર્વહકાળમાં અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે સિદ્ધની સાક્ષીએ ત્રણસે સ્ત્રીઓ અને સંયમની ભાવનાવાળા (એક હજાર) રાજાઓની સાથે ચારિત્ર લીધું. પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતે. પ્રભુએ સામાયિક પદ ઉચ્ચર્યું એટલે જાણે પૂર્વે સંકેત થયે હેય તેમ તુરત જ ક્ષણવારમાં મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. જેમ ઉનાળાના તાપથી તપેલા મુસાફરને રસ્તામાં રહેલું વૃક્ષ સુખ માટે થાય તેમ, જિનદીક્ષા નારકીઓને પણ ક્ષણવાર સુખ માટે થઈ. શ્રીમલ્લિપ્રભુને તે જ દિવસે ઘાતકર્મોનો ક્ષયથી થનારું અને ત્રણે લોકોને જણાવનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે ઇદ્રોનાં આસને ચારે બાજુથી કંપી ઉઠયા. સ્વર્ગલોકમાં જાણે કૂત હોય તેવી ઘંટાઓ સ્વયં વાગી. સૌધર્મેદ્ર ઐરાવણ હાથીનું શરીર લાખ જન પ્રમાણ મોટું કરીને તેના ઉપર બેસીને વેગથી ત્યાં આવ્યો. ઉત્કંઠાથી પૂર્ણ બીજા પણ અશ્રુત વગેરે ઇદ્રો હું પહેલા જાઉં, હું પહેલો જાઉં એમ સ્પર્ધાથી પરિવાર સહિત ત્યાં આવ્યા. વાયુકુમાર દેએ એક જન સુધી ભૂમિને શુદ્ધ કરી. મેઘકુમારએ