________________
૧૦૦
શીલે પહેમાલા ગ્રંથને ભક્તિથી સુગધી પાણીની વૃષ્ટિ કરીને ભૂમિને સિંચી. દ્રવ્યના સમૂહવાળા વ્યંતરોએ રત્નોથી ઊંચું ભૂમિતળ બાંધ્યું, માણેકરનેથી પૂતળીઓ અને તેણે કર્યો. તેમાં બ્રિજાઓ, શ્વેત છત્રો, તેની નીચે અષ્ટમંગલ અને બીજી પણ બધી રચનાઓ વ્યંતરદેવોએ જ કરી. ત્યાં પહેલે રત્નમયગઢ વૈમાનિકદેએ બનાવ્યું. રત્નથી ગઢની ઉપર ઊંચા કાંગરા બનાવ્યા. મધ્યગઢ સુવર્ણથી જતિષ્કઇંદ્રાએ બનાવ્યું. રથી ગઢ ઉપર જાણે ભૂમિરૂપી લહમીદેવીના મુકુટ હોય તેવા કાંગરા બનાવ્યા. રૂપાને ત્રીજો ગઢ ભવનપતિના ઇબેએ બનાવ્યો. તેની ઉપર જાણે સુવર્ણના કમળો હોય તેવા સુવર્ણના કાંગરા બનાવ્યા. દરેક ગઢમાં જાણે ચાર પ્રકારના ધર્મરૂપી લક્ષમીના વિવાહ માટે મંડપ હોય તેવા ચાર દરવાજા કર્યા. દરેક દ્વારે ધૂપ પાત્રો મૂક્યાં અને કમળસહિત વાવડીએ કરી. સમવસરણની મધ્યમાં વ્યંતરોએ અશોકવૃક્ષ રચ્યું. વૃક્ષની નીચે પીઠ બનાવી. તેની ઉપર છંદ રચે. છંદકની મધ્યમાં પૂર્વ દિશા તરફ પ્રભુનું સિંહાસન મૂક્યું. સિંહાસનની ઉપર જાણે (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ) ત્રણ રત્નો હોય તેવાં ત્રણ છ મૂક્યાં. ત્યાં સિંહાસનની બે બાજુએ બે ય ચામર ધારણ કરી રહ્યા હતા. સમવસરણનાં (ચારે) દ્વારની ઉપર ધર્મચક મૂકયું હતું. પ્રભુને આરામ કરવા માટે બીજા ગઢમાં દેવછંદ રચ્યો હતે.
કરોડે દેવાથી પરિવરેલા પ્રભુએ કમળો ઉપર ચરણે મૂકીને પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોકવૃક્ષની પ્રદક્ષિણા કરી તીર્થને નમસ્કાર કરીને જેમ વાદળ મેરુના શિખર ઉપર આરૂઢ થાય તેમ શ્રીમલ્લિ પ્રભુ સિંહાસન ઉપર આરૂઢ થયા. અન્ય પણ ત્રણ દિશાઓમાં સિંહાસન ઉપર વ્યંતરેએ પ્રભુનાં ત્રણ બિંબે મૂક્યાં. જાણે તેજના પુદ્ગલો પ્રભુની સેવા માટે ભેગા થયા હોય તેમ, પ્રભુના મસ્તકની પાછળ ભામંડલ પ્રગટ થયું. જાણે પ્રભુના શબ્દોને પડ હોય તેમ આકાશમાં દુંદુભિ વાગી. જાણે વિશ્વમાં આ એક જ પ્રભુ છે એમ કહેતા હોય તેમ ઊંચે દવજ કર્યો. ત્રાસ પામતા કામદેવના હાથમાંથી નીચે પડી ગયેલા બાણેને ભ્રમ કરાવે તેવી જાનુ પ્રમાણ વિવિધ પુષ્પવૃષ્ટિ અતિશય શોભતી હતી. સભા યથાસ્થાને બેસી ગઈ એટલે ઈદ્ર અંજલિ જોડીને શ્રી મલ્લિ પ્રભુની સ્તુતિ શરૂ કરી. તે આ પ્રમાણે – હે પ્રભુ! આપનાં ચરણે અશરણ મનુષ્યગણને શરણ આપનારાં છે. હે પ્રભુ! કાબૂરહિત ઇંદ્ધિરૂપી પાણીને આપ કાબૂમાં રાખનારા છે, એથી આપની ઇન્દ્રિય સમભાવવાળી છે. હે પ્રભુ! આપના કર અને ચરણ નિર્મલ કમલાલ જેવા ઉત્તમ છે. હે પ્રભુ! આપ જન્મ-મરણથી ભરેલા ભવના ભયને દૂર કરનારા છે. હે પ્રભુ! આપ ભવભયરૂપી માછલીના કલકલ અવાજને નાશ કરનાર છે. હે પ્રભુ! સેંકડે નયોને અતિશય વિસ્તાર કરવા માટે આપનું મુખ ચંદ્ર સમાન છે. હે પ્રભુ! આપની વાણુ દેવો અને વિવારે માટે નમ્ર અને રસમય છે. હે પ્રભુ! આપ તરનારા છે, સુખમય છે, સતત અભયને આપનારા છે,