________________
શીલપદેશમાલા ગ્રંથને પ્રકારના આહારના પિંડને ભીંતમાં કરેલા છિદ્ર દ્વારા પૂતળીના તાળવામાં રહેલા છિદ્રમાં નાખતી હતા, પછી તે છિદ્રને સુવર્ણમય કમળના ઢાંકણાથી બંધ કરી દેતી હતી.
તે છએ ય રાજાઓના દૂતેએ વિવાહ માટે કુંભરાજાની પુત્રી મલ્લિકુમારીની માગણી કરી. તમારા જેવાના સૌભાગ્યેથી મારી પુત્રીને આત્મા હારી જવા ગ્ય નથી, અર્થાત્ તમારા જેવાઓને પરણીને મારી પુત્રી હારી જાય એ યંગ્ય નથી, આમ કહીને કુંભરાજા વડે તિરસ્કારાયેલા તે દૂતે પોતાના સ્થાને ગયા. દૂતે કહેલું સાંભળીને તે રાજાએ પણ ગુસ્સે થયા. ગુસ્સે થઈને પૂર્વભવના અભ્યાસથી દોડતી પ્રીતિના કારણે થયેલી મૈત્રીથી પૂર્ણ બનેલા તે છએ રાજાઓએ પરસ્પર આ પ્રમાણે મંત્રણ કરી:– સૌભાગ્ય, લાવણ્ય અને ભાગ્યના ઉત્કર્ષની પરંપરા દૂર રહી. અર્થાત્ આપણે સૌભાગ્ય આદિને વિચાર કરવો નથી. આકાશમાંથી પણ પડેલી કન્યા અવશ્ય કઈ પણ પતિને વરે છે. પણ બીજા પુરુષમાં અનુરાગવાળો કુંભરાજા એ કન્યા આપણને નહિ જ આપે. આથી આપણે એને બળાત્કારે પરણીશું. આ પ્રમાણે ઈર્ષ્યાથી બધાય રાજાઓના સૈન્યથી એકઠા થઈને ઝેધથી ચઢાવેલાં ભવાઓથી વક્ર બનેલા તે છએ રાજાઓએ જેમ પૂર્વનાં કર્મો જીવને ઘેરી લે તેમ મિથિલાનગરીને ઘેરી લીધી. શું કરવું? એ વિષે મૂઢ બનેલા કુંભ રાજાને તાત્કાલિક બુદ્ધિવાળી મલ્લિકુમારીએ મધુરસ્વરથી કહ્યું : હે પિતાજી! હમણાં આ રાજાઓને તે પ્રમાણે આજ્ઞા કરે કે જેથી વિશ્વાસ પામેલા તેઓ સાંજે એકલા આવે. કામદેવથી વ્યાસ તે રાજાઓ આવે એટલે તે છએને જ્યાં મારી સુવર્ણની પૂતળી છે તેની આગળ આવેલા ઓરડામાં છ દ્વારમાં એકી સાથે પ્રવેશ કરાવે. કુંભરાજાએ તે પ્રમાણે કર્યું. પરણવાની ઈચ્છાથી આવેલા તે રાજાએ જાણે સાક્ષાત્ મલ્લિકુમારી હોય તેવી મલ્લિકુમારીની સુવર્ણમય પૂતળીને જોઈ. ચપલનેત્રવાળા તે રાજાએ પૂતળીને જોઈને જેટલામાં હર્ષથી પૂર્ણ બન્યા અને વિસ્મય પામ્યા તેટલામાં મલ્લિકુમારીએ પૂતળીના તાળવાના ભાગમાં રહેલું કમળનું ઢાંકણું કાઢી નાખ્યું. તેથી ત્યાં નાસિકાને ફાડી નાખનારી અતિશય ઉગ્ર દુર્ગધ ફેલાણી. આથી તે રાજાઓએ મોઢું ફેરવી નાખ્યું. આ સમયે મહિલનાથે તે રાજાઓને કહ્યું આ પૂતળી સેનાની હોવા છતાં જે તેમાંથી દુર્ગધ ફેલાઈ, તે પછી મળથી ભરેલા દેહવાળી મારામાં તમે રાગ કેમ કરે છે? વિવેકી યે પુરુષ ક્રિપાકફલ લેવા માટે સંમતિ આપે? વિષે વિષતુલ્ય છે, અથવા વિષથી પણ અધિક ખરાબ છે, કારણ કે વિષ એક ભવને નાશ કરે છે, જયારે વિષયે તે ભવપરંપરાને નાશ કરે છે–અનેક ભાવે સુધી આત્માનું અહિત કરે છે. ચપળ આંખેવાળી સ્ત્રી તે મેક્ષના માર્ગે જનારાને ભવરૂપી જંગલમાં ધકેલી દે છે. આથી કયો ડાહ્યો પુરુષ રડી ઉપર બહુમાન રાખે? યૌવન પવનના જેવું અસ્થિર છે. શરીર રોગોનું પાંજરું છે.
૧. હું તમને મલ્લિકુમારી આપીશ એથી તમે એકલા મારા મહેલમાં આવે એ પ્રમાણે આજ્ઞા કરે.