________________
ગુજરાતી ભાવાનુવાદ ચિત્રશાલા ચિતરાવવા માંડી. તેમાં એક ચિત્રકાર દેવતાએ આપેલા વરદાનની લબ્ધિવાળે હતો. આથી તે શરીરના એક અંગને જોઈને સંપૂર્ણ શરીરનું ચિત્ર ચીતરવા સમર્થ હતું. ક્યારેક ચિત્રશાળામાં પ્રવેશેલા મલે ચિત્રમાં ચિતરેલી મલ્લિકુમારીને સાક્ષાત મલ્લિકુમારી સમજીને શરમથી એકદમ પાછો ફર્યો. ચિત્રકારે ક્યારેક જાળિયામાંથી શ્રી મલ્લિકુમારીના ચરણના અંગૂઠાને જોઈને તેનું યથાવસ્થિત રૂપ ચીતર્યું હતું. ધાવમાતાએ બરોબર જોઈને કુમારને કહ્યું કે, હે વત્સ ! ચિત્રપ્રતિમામાં તું નિરર્થક ભ્રાન્ત થયો છે, અર્થાત્ ચિત્રશાલામાં આલેખેલી શ્રી મલ્લિકુમારીની પ્રતિમામાં તને સાક્ષાત મલ્લિકુમારીની બ્રાતિ થઈ છે. તેથી ચિત્રશાલામાં જા. ગુસ્સે થયેલા મલે ચિત્રકારનો જમણે હાથ છેદીને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. બીજા દેશમાં ભમતે તે હસ્તિનાપુર ગયે. તેણે અવસરે અદીનશત્રુ રાજાની આગળ મલ્લિના રૂપનું વર્ણન કર્યું. પૂર્વભવમાં વૃદ્ધિ પામેલા રાગમાં મગ્ન મનવાળા અને શિલ્યની જેમ મલ્લિકુમારીનું ધ્યાન કરતા રાજાએ તે વખતે પોતાના દૂતને મેક.
અભિચંદ્રને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને કાંપિલ્યપુરમાં જિતશત્રુ નામને રાજા થયે. કેઈક પાખંડિની (=પરિવ્રાજિકા) અંતઃપુરની સ્ત્રીઓને ધર્મ કહેતી હતી. મલ્લિકુમારીએ ધર્મના વિવાદમાં તેને જીતી લીધી. તે મિથિલાનગરીમાંથી નીકળને કાંપિલ્યપુરમાં ગઈ. જિતશત્રુ રાજાની આગળ મલ્લિકુમારીને રૂપનું વર્ણન કર્યું. પૂર્વભવના વિકાસ પામતા અનુરાગના તરંગોથી યુક્ત થયેલા તેણે પણ મલ્લિકુમારીને પરણવા માટે કુંભ રાજાની પાસે પોતાને દૂત મોકલ્ય.
બેધ પામવાની ઈચ્છાવાળા (=ધ પામવાને લાયક) તે મિત્રોની પૂર્વભવના સ્નેહથી કરાયેલી તે (લગ્ન સંબંધી) પ્રાર્થનાઓને શ્રી મલ્લિકુમારીએ અવધિજ્ઞાનથી જાણી. (તેમને પ્રતિબંધ પમાડવા માટે) શ્રી મલ્લિકુમારીએ એકવાર પોતાના મહેલના મધ્યભાગમાં આવેલ અશોકવનમાં એક ઓરડામાં રત્નના સમૂહથી આકાશને પ્રકાશવાળું કરે તેવું (અર્થાત્ શ્રેષ્ઠ રત્નોવાળું) પીઠ કરાવ્યું. તે પીઠની ઉપર પોતાની રત્નોથી પ્રકાશમાન સેનાની પૂતળી કરાવી. પૂતળીના તાળવામાં છિદ્ર રાખવામાં આવ્યું. એ છિદ્રની ઉપર સુવર્ણકમળનું ઢાંકણું હતું. તે પૂતળીમાં તેવાં રત્ન ગોઠવવામાં આવ્યાં હતાં કે જેથી શરીરના બધા અવયવે સ્પષ્ટ થતા હતા. તેના કારણે ચતુર પુરુષો પણ તેને જઈને જાણે આ સજીવ મલ્લિકુમારી છે એમ જાણતા હતા. બારીઓવાળા મહેલમાં દરવાજાઓથી બંધ કરેલાં છ દ્વારે શ્રેષ્ઠ બુદ્ધિવાળી શ્રી મલ્લિકુમારીએ કરાવ્યાં. બુદ્ધિથી પૂતળીના પાછળના ભાગમાં આવેલી ભીંતમાં છિદ્ર કરાવ્યું. મલ્લિકુમારી દરરોજ સર્વ
૧. શરીરમાં શલ્ય હોય ત્યારે વારંવાર તેમાં ચિત્ત જાય છે. તેવી રીતે રાજાનું ચિત્ત વારંવાર મલિકુમારીમાં જતું હતું.