________________
શીલપદેશમાલા ગ્રંથને પ્રસંગ કહ્યો. દેવતાનું દર્શન નિષ્ફલ ન હોય એમ હર્ષથી બોલતા તેણે શ્રેષ્ઠીને ચાર કુંડલ આપ્યાં. પછી તે સ્વર્ગમાં ગયે. નયશેઠ પણ સુખપૂર્વક સમુદ્રને પાર પામીને મિથિલાપુરી ગયે. ત્યાં તેણે ભેટમાં કુંભરાજાને બે કુંડલ આપ્યાં. કુંભરાજાએ તે કુંડલ તે વખતે ત્યાં આવેલી શ્રી મલ્લિકુમારીને આપ્યાં. કરિયાણું વગેરે વેચીને. શેઠ ચંપાનગરીમાં આવ્યું. બાકી રહેલા બે કુંડલ ચંદ્રછાય રાજાને આપ્યાં. વિસ્મય. પામેલા રાજાએ પણ કુંડલ કેવી રીતે મળ્યાં? એમ પૂછ્યું. તેથી નયશેઠે જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું અને પ્રસંગથી કુંભરાજાની પુત્રી શ્રી મલ્લિના રૂપનું વર્ણન કર્યું. હે સ્વામિન ! ત્યાં બીજામાં ન હોય તેવું તેનું રૂપ જોઈ જોઈને જોવા લાયક જેવાથી મેં આંખને સફલ કરી છે. આ સાંભળીને પૂર્વના સ્નેહના મેહથી તેણે પણ કુંભરાવાની કન્યાને પરણવા માટે જલદી પિતાના દૂતને મોકલ્યો.
પૂરણને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને શ્રાવસ્તીનગરીમાં રુક્િમ નામને રાજા થયે. તેની ધારિણી નામની પત્ની હતી. એકવાર પોતાની કન્યાનું રૂપ જોઈને વિસ્મય પામેલા તેણે દેશાંતરથી આવેલા એક કંચુકીને પૂછ્યું કે, મારી પુત્રીનું જેવું રૂ૫ અને એશ્વર્યા છે તેવું રૂપ અને ઐશ્વર્ય ક્યાંય તે જોયું હોય તે મને કહે કંચુકીએ કહ્યુંઃ હે દેવ ! લકે સ્વેચ્છા પ્રમાણે ગમે તેમ બેલે છે. પણ મધ્યસ્થ પુરુષ ગુણ અને દેષના ભેદને જાણી લે છે. માનસિક રોગથી દેશે પણ ગુણે જેવા મનાય છે. તેથી જ આપ પક્ષપાતને દૂર કરીને ગુણ-દેષના ભેદને નિર્ણય કરતા હો તે સાંભળે. મિથિલા મહાનગરીમાં કુંભરાજાની પુત્રી મલ્લિનું જેવું રૂપ છે તેવું રૂપ કયાંય નથી. સૌભાગ્ય વગેરે ઐશ્વર્ય તેનામાં એવું જોવામાં આવે છે તેવું દેવીઓમાં પણ નથી, તે પછી શેષ સ્ત્રીઓમાં શી વાત કરવી ! આ સાંભળીને પૂર્વભવમાં પ્રસિદ્ધ બનેલ અતિશય પ્રેમથી પૂર્ણ બનેલા તેણે મલ્લિકુમારી માટે કુંભરાજાની પાસે પિતાને દૂત મેકલ્ય.
વસુનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને વારાણસી મહાનગરીમાં જાણે જયરૂપી લમીને સ્તંભ હોય તે શંખ નામે રાજા થયે. એક દિવસ મલ્લિના તે બે કુંડલે દુષ્ટ માણસના ચિત્તની જેમ ભાંગી ગયા. રાજાએ સાંધવા માટે તે કુંડલો સેનીને આપ્યા. સનીએ કહ્યું: હે દેવ ! દિવ્ય વસ્તુને સાંધવા માટે હું સમર્થ નથી. તેથી રાજાએ તેને કાઢી મૂક્યો. તે ત્યાંથી વારાણસી ગયેતે એક દિવસ રાજાનાં દર્શન કરવા માટે રાજસભામાં ગયો. રાજાએ તેને દેશમાં કઈ પ્રકારનું આશ્ચર્ય તે જોયું છે એમ પૂછ્યું. આથી તેણે મલ્લિના રૂપનું વર્ણન કર્યું. આ સાંભળીને પૂર્વભવમાં અભ્યાસ કરાયેલા પ્રશસ્ત સ્નેહને આધીન બનેલા તેણે પણ તેને પરણવા માટે દૂતને મેકલ્ય.
વૈશ્રમણને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામને રાજા થયે. એકવાર મલ્લિકુમારીના મલ્લ નામના નાનાભાઈ એ વિદેશના ચિત્રકારે દ્વારા.
૧. રાજના જનાનખાનાના અધિકારીને.