________________
ગુજરાતી ભાવાનુવાદ પણ ત્રણ દંડને છોડશે. જાણે સર્વ સંપત્તિની વૃદ્ધિનું કારણ આ કન્યા જ છે એમ વિચારીને હેય તેમ, રાજાએ સઘળા માપને મોટા કરવાની આજ્ઞા કરી. જાણે આ જ મોહનિદ્રામાંથી જગાડનારી છે એમ વિચારીને હોય તેમ, રાજાએ ષકીને જાગરણ મહાત્સવ કરાવ્યું. અગિયારમા દિવસે જ્ઞાતિવર્ગનું ઘણું ઋદ્ધિથી સન્માન કર્યું, અને માતાને માલ્યનો (=પુષ્પની શય્યામાં સુવાને) દેહલે થયે હતા એથી તે કન્યાનું મલ્લિ એવું નામ રાખ્યું. દેવીઓ વડે મનોવાંછિત કીડાઓથી લાલન કરાતી તે નંદનવનમાં રહેલી કલપલતાની જેમ વધવા લાગી. તેને કર્મક્ષપશમથી ઉપાધ્યાયની અપેક્ષા વિના જાણે થાપણ કરેલી હોય તેમ સઘળી કળાએ પ્રગટ થઈ. પચીશ ધનુષ ઊંચી, પવિત્ર લાવણ્યથી પૂર્ણ અને ત્રણ જ્ઞાનથી પવિત્ર એવી શ્રીમલ્લિકુમારી યૌવનને પામી.
આ તરફ અચલને જીવ વૈજયંતવિમાનમાંથી આ જ ભારતમાં શ્રી સાકેતપુરમાં અવતર્યો. પ્રતિબુદ્ધિ એવા નામથી પ્રસિદ્ધ બને તે ત્યાં જ રાજા થયે. તેની અતિશય પ્રેમવાળી પદ્માવતી નામની પત્ની હતી. એકવાર નાગદેવની યાત્રા માટે તે પ્રિયાની સાથે ક્યાંક ગ. (રસ્તામાં) તેણે પુપના મેગરાને અને પુષ્પના મંડપને જોયે. આ બંને અને પત્નીને વારંવાર જોઈને તેણે લેકમાં આ ત્રણ રત્નો છે એમ પ્રશંસા કરી. આ સાંભળીને તેના સુબુદ્ધિ નામના મંત્રીએ તેને કહ્યું : હે દેવ! આમાં આપ આટલે મદ કેમ કરે છે? કારણ કે વદુરજ્ઞા વસુધરા=પૃથ્વી ઘણું રત્નોવાળી છે. કુંભરાજાની મલિ નામની કન્યા જેવી રૂપવતી છે તેવા રૂપને વિસ્તાર ત્રણ લેકમાં કયાંય જોવામાં આવતું નથી. હું માનું છું કે પોતાની સૃષ્ટિનો ઉત્કર્ષ જેવાની ઈચ્છાથી કુતૂહલી વિધાતાએ જાણે સ્ત્રીઓની પુષ્પમાળા હોય તેવી તે મલ્લિકુમારીને જ સર્જે છે. આ સાંભળીને પૂર્વભવમાં ઉત્પન્ન થયેલા અનુરાગના સંસ્કારો જાગૃત થયા અને એથી તેને પરણવા માટે કુંભરાજાની પાસે દૂત મોકલ્યા.
ધરણને જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવને પૂર્ણ ચંપાનગરમાં ચંદ્રછાય નામે રાજા થયો. ત્યાં જિન ધર્મમાં અતિશય દઢનય નામનો શ્રેષ્ઠી હતે. વેપાર કરવા જવા માટે તે એકવાર વહાણુમાં બેઠો. આ વખતે ઇ એની જિનધર્મમાં સ્થિરતાની પ્રશંસા કરી. તેમાં એક દેવે ઈર્ષ્યાથી તેની પ્રશંસાને સહન ન કરી. દેવલોકમાંથી ઉતરીને તે સમુદ્રમાં ગયો. તેના વહાણને હાલકડોલક કર્યું. તેની ધર્મસ્થિરતાની પરીક્ષા કરવા દેવે તેને કહ્યુંઃ જે જિનધર્મને છેડીને મારી સેવા કરે તે વહાણને પાર પહોંચાડું, અન્યથા તું વહાણને ડુબેલું છે. શ્રેષ્ઠીએ કહ્યુંઃ આ લેક અને પરલેકમાં સુખ આપનારા જૈનધર્મને જવાના સ્વભાવવાળા માત્ર પ્રાણની રક્ષા માટે બુદ્ધિશાલી એ કોણ છે? ઈત્યાદિ પરીક્ષાઓથી દેવે તેનું સત્વ જોયું. પછી તેણે પ્રત્યક્ષ થઈને ઇ કરેલી પ્રશંસાને
૧. વૃક્ષ ઉપર રહેલાં પુના જથ્થાને.