________________
શીલપદેશમાલા ગ્રંથને. વસ્ત્રો પહેરાવીને, મસ્તકે મુકુટ પહેરાવ્યું. પ્રભુના બે કાનમાં સુવર્ણ કુંડલે, કંઠમાં દિવ્ય. મોતીની માળા, બે બાહુમાં બાજુબંધ, બે કાંડામાં કંકણે, કેડમાં ઘુઘરીઓવાળો કંદરે અને બે ચરણોમાં માણેક રત્નના તેડા પહેરાવ્યા. પ્રભુના આભૂષણે એક-બીજાની શોભા માટે થયા, અર્થાત્ આભૂષણે પ્રભુને શોભાવતાં હતાં અને પ્રભુ આભૂષણને શોભાવતા. હતા. પછી પુપમાળાઓથી જગમ કલ્પવૃક્ષ સમાન પ્રભુની પૂજા કરીને પ્રભુની આગળ રૂપાના અક્ષતથી મણિપટ્ટમાં અષ્ટમંગલ આલેખ્યા. પ્રભુની આગળ આરતિ ઉતારી દેવીઓએ પ્રભુની આગળ નૃત્ય કર્યું અને ઈંદ્ર સ્વયં સંગીત કર્યું. ત્યારબાદ આનંદથી પૂર્ણ સૌ મેં પ્રભુની સ્તુતિ કરી. પછી પિતાના પાંચ રૂપો કરીને ઇશાનેંદ્રના ખેાળામાંથી પૂર્વવત્ જિનને લીધા. તે બધાય ઈંદ્રો પરિવાર સહિત નંદીશ્વર દ્વીપમાં ગયા અને ત્યાં અષ્ટાહ્નિકા મહત્સવ કરીને પોતાના સ્થાને ગયા. સૌધર્મેદ્ર સૂતિકા ગૃહમાં જઈને જિનેશ્વરને માતાની પાસે સ્થાપન કર્યા અને અવસ્થાપિની નિદ્રાને દૂર કરી. પ્રભુના ઓશીકે બે વસ્ત્રો અને બે રત્ન કુંડલ મૂક્યાં. પ્રભુના નેત્રને વિનેદ થાય એ માટે ચંદરવામાં વિવિધ સુવર્ણ અને રત્નોથી યુક્ત શોભાવાળી માળાઓને સમૂહ મૂક્યો. પછી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે કુંભરાજાના ઘરમાં બત્રીસ કેડ સુવર્ણની અને બત્રીસ ક્રોડ રત્નોની વૃષ્ટિ કરી. લેકમાં જે જે અતિશય દુર્લભ હતું અને જે જે સુખ આપનારું હતું તે તે બધું રાજાના ઘરમાં પ્રભુભક્તિથી પૂર્યું. પછી ઇદ્ર ત્રણે લોકમાં દેવો વડે આ પ્રમાણે ઘોષણા કરાવીઃ- જે જિનનું કે જિનમાતાનું અશુભ ચિંતવશે તેના મસ્તકને "અર્જકમંજરીની જેમ સાત પ્રકારે ભેદી નાખીશ. પછી ઇદ્ર જિનેશ્વરના અંગુઠે અમૃતને સંચાર કર્યો. પાંચ અપ્સરાઓ દૂધ પીવડાવનાર, સ્નાન કરાવનાર, શણગાર કરનાર, ક્રીડા કરાવનાર અને ખેાળામાં બેસાડનાર એમ પાંચ ધાવમાતા થઈને રહી. પછી સૌધર્મેદ્ર નંદીશ્વર દ્વીપમાં પૂર્વ દિશામાં આવેલા અંજનગિરિ ઉપર શાશ્વત ચૈત્યમાં અષ્ટાક્ષિકા મહત્સવ કરીને જેવી રીતે આવ્યા હતા તે રીતે પોતાના સ્થાને ગયા.
કન્યાને વિભૂષિત જોઈને હર્ષપૂર્ણ બનેલી રાણીએ આશ્ચર્ય પૂર્વક ઈંદ્ર વગેરેના આગમનને યાદ કર્યું. તે બધું સાંભળીને હર્ષ પામેલા કુંભ રાજાએ કન્યાને જન્મ મહોત્સવ પુત્રોથી પણ અધિક કર્યો. રાજ્યના સાતે ય અંગોમાં સર્વાધિક વૃદ્ધિ જોઈને કન્યાના જન્મ નિમિત્તે ઘણું તુષ્ટિદાન અપાવ્યા. જાણે સંસારરૂપી કેદખાનામાંથી આ જ નક્કી છોડાવશે એમ વિચારીને હેય તેમ, રાજાએ સઘળા કેદીઓને છોડી દેવાની આજ્ઞા કરી. ત્યારે કુંભ રાજાએ પૃથ્વીને દંડરહિત કરી તે યોગ્ય છે. કારણ કે વધની આ કન્યા
૧. અર્જકમંજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પફવ થઈને કૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે.
૨. સ્વામી, મંત્રી, મિત્ર, ભંડાર, રાષ્ટ્ર, કિલ્લો અને સેના એ સાત રાજ્યનાં અંગો છે.