________________
ગુજરાતી ભાવાનુવાદ સેનાપતિના વચનથી બધાય શકની પાસે ભેગા થયા. તે જ વખતે પાલક ઈચ્છા પ્રમાણે જનારું, લાખ જન પહેલું અંદરના ભાગમાં માણેક રત્નની પીઠિકાવાળું, પાંચસો
જન ઊંચું, પાલક નામનું વિમાન વિકવ્યું. શકેંદ્ર ઉત્તર વૈક્રિયરૂપ કરીને તે વિમાનમાં આરૂઢ થયા. દુંદુભિના મોટા અવાજથી દિશાનાં મુખેને બહેરાં કરનાર અને સઘળી સામગ્રીથી યુક્ત તે વિમાન મિથિલાનગરી તરફ ચાલ્યું. આઠમા નંદીશ્વર દ્વીપમાં જઈને રતિકર પર્વતની ઉપર ઇદ્ર જેમ ઉપક્રમેથી આયુષ્ય સંક્ષિપ્ત થાય તેમ વિમાનને સંક્ષિપ્ત કર્યું. પછી સૈધર્મેદ્ર ઓગણીસમા તીર્થંકરના જન્મગૃહમાં આવ્યા, સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણ આપીને જિનને નમ્યા. ફરી ઇ જિનને અને જિનમાતા રાણપ્રભાવતીને નમીને મસ્તકે અંજલિ જોડીને કહ્યું : હે જગન્માતા ! હે રત્નકુક્ષિ! હે કૃપાવતિ! ત્રણે ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે જ મુખ્ય છે. હું ઓગણીસમા તીર્થકરને જન્મમહોત્સવ કરવાની ઈચ્છાથી આવ્યો છું. આથી તમે ગભરાશે નહિ. પછી ઇ પરિવાર સહિત રાણીને અવસ્થાપિની નિદ્રા આપી, શ્રી મલ્લિનાથનું પ્રતિબિંબ માતાની પાસે મૂકયું. જાણે પાંચ કલ્યાણકવાળા સ્વામીની હું એકી સાથે સેવા કરું એવી ભાવનાથી હોય તેમ સૌધર્મો પોતાનાં પાંચ રૂપો કર્યા. એક રૂપથી ગોશીષ ચંદનથી લીધેલા પિતાના બે હાથમાં જેમ ગરીબ માણસ નિધાનને લે તેમ પ્રભુને લીધા. એક રૂપથી પ્રભુની પાછળ રહીને પ્રભુના મસ્તકે જાણે એકઠા કરેલે પ્રભુને યશ હોય તેવું સફેદ છત્ર ધર્યું. બે રૂપથી પ્રભુની બંને બાજુ જાણે પ્રભુને વિષે સ્પૃહાવાળા ગંગાના બે પ્રવાહ હોય તેવા બે ચામર વીંઝયા. એક રૂપથી વિશેષ મેળવવાની ઈચ્છાથી પિતાની આગળ કૂદતા બાળકની જેમ પ્રભુની આગળ વજને ઉલ્લાળતા ચાલ્યા. મેરુપર્વત ઉપર આવેલી અતિપાંડુ કંબલા શિલા ઉપર પ્રભુને પિતાના મેળાને અલંકાર બનાવીને, અર્થાત્ પ્રભુને પોતાના મેળામાં ધારણ કરીને ઈદ્ર બેઠા.
તે જ પ્રમાણે આસન ચલાયમાન થવાથી બીજા અગ્રુતેદ્ર વગેરે ત્રેસઠ ઇંદ્રો પણ પિતા પોતાની સમૃદ્ધિ સહિત આવ્યા. વ્યંતરના સેળ અને વાણુવ્યંતરના સોળ એમ વ્યંતરના બત્રીસ ઇદ્રો, સૂર્યનો એક, ચંદ્રને એક, ભવનપતિના વીસ અને વૈમાનિકના દશ એમ ચોસઠ ઇદ્રો અહીં ભેગા થયા. ઘણી સમૃદ્ધિ (શોભા)વાળા અને તીર્થજલથી ભરેલા વિવિધ કળશોથી વાજિંત્રોના નાદપૂર્વક જિનેશ્વરને અભિષેક કર્યો. હવે ઈશાને પાંચ રૂપિ કરીને જિનને પિતાના મેળામાં ધારણ કર્યા. પછી સૌધર્મેન્દ્ર જિનેશ્વરને અભિષેક કર્યો. જિનના અભિષેકનું પાણી દેએ સિદ્ધચૂર્ણની જેમ લીધું. તે પાણી કિંમતી આભૂષણોની જેમ તે તે અંગે માં લગાડયું. કષાયરંગના સુગંધી વાથી પ્રભુના શરીરને લુછીને, ચંદન વગેરેથી વિલેપન કરીને, દિવ્ય વસ્ત્રથી પૂજા કરીને, અર્થાત્ દિવ્ય
૧. અર્થાત પ્રભુના પાંચે ય કલ્યાણકેની હું એકી સાથે આરાધના કરું એવી ભાવનાથી હેય તેમ. ૨. જેનાથી સ્વીકાર્યોની સિદ્ધિ થાય તેવું ચૂર્ણ