________________
६४
ज्योतिष्करण्डकम्
કમલ, મહાકમલાંગ, મહાકમલ, કુમુદાંગ, કુમુદ, મહાકુમુદાંગ, મહાકુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, મહાત્રુટિતાંગ, મહાગ્રુટિત, અડડાંગ, અડડ મહાઅડડાંગ, મહાઅડડ, ઉહાંગ, ઉહ, મહાઊહાંગ, મહાઊસ, (શીર્ષપ્રહેલિકાંગ) શીર્ષપ્રહેલિકા થાય છે એમ જાણવું. અહીં ગુણાકાર દરેક સ્થાને ૮૪ લાખથી કરવો. એક-એક સ્થાને કાળમાં સંખ્યા હોય છે.
ટીકાર્થ :- હવે, યથોક્ત પૂર્વ પરિમાણને જ મુગ્ધજનના બોધ માટે વર્ષક્રોડ દ્વારા પ્રરૂપે છે- ૧ પૂર્વનું પરિમાણ સિત્તેર લાખ છપ્પન હજાર ક્રોડ (૭૦૫૬0000000000) વર્ષ હોય છે. ૮૪ લાખ પૂર્વનું ૧ લતાંગ થાય છે, ૮૪ લાખ લતાંગની એક લતા, ૮૪૦૦૦૦૦ લતાની એક (મહાલતાંગ થાય છે, ૮૪ લાખ મહાલતાંગની એક) મહાલતા થાય છે. ત્યારબાદ, ૮૪ લાખ મહાલતાનું ૧ નલિનાંગ થાય છે, નલિનાંગથી ઉપરના સ્થાનોને સંક્ષેપથી કહીશું, અર્થાત્ એનાથી ઉપર ફક્ત સંખ્યા સ્થાનો જ ક્રમથી બતાવીશું. પહેલાની જેમ ગુણાકારના નિર્દેશથી નહિ અને કહેવાનારી સંખ્યાનો ગુણાકાર છેલ્લે જણાવીશું. / ૬૫ ! અહીં સર્વત્ર ૮૪ લાખનો ગુણાકાર કરવો. તે આ રીતે ભાવના થાય છે ૮૪ લાખ નલિનાંગનું ૧ નલિન, ૮૪ લાખ નલિનનું ૧ મહાનલિનાંગ, ૮૪ લાખ મહાનલિનાંગનું ૧ મહાનલિન, ૮૪ લાખ મહાનલિનનું ૧ પધ્રાંગ, ૮૪ લાખ પધ્રાંગનું એક પધ, ૮૪ લાખ પદ્મનું ૧ મહાપડ્યાંગ, ૮૪ લાખ મહાપડ્યાંગનું ૧ મહાપદ્મ, ૮૪ લાખ મહાપાનું ૧ કમલાંગ, ૮૪ લાખ કમલાંગનું એક કમલ, ૮૪ લાખ કમલનું ૧ મહાકમલાંગ, ૮૪ લાખ મહાકમલાંગનું ૧ મહાકમલ, ૮૪ લાખ મહાકમલનું ૧ કુમુદાંગ, ૮૪ લાખ કુમુદાંગનું ૧ કુમુદ, ૮૪ લાખ કુમુદનું ૧ મહાકુમુદાંગ, ૮૪ લાખ મહાકુમુદાંગનું ૧ મહાકુમુદ, ૮૪ લાખ મહાકુમુદનું ૧ ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગનું ૧ ત્રુટિત, ૮૪ લાખ ત્રુટિતનું ૧ મહાત્રુટિતાંગ, ૮૪ લાખ મહાત્રુટિતાંગનું ૧ મહાત્રુટિત, ૮૪ લાખ મહાત્રુટિતનું ૧ અડડાંગ, ૮૪ લાખ અડડાંગનું ૧ અડડ, ૮૪ લાખ અડડનું ૧ મહાઅડડાંગ, ૮૪ લાખ મહાઅડડાંગનું ૧ મહાઅડડ, ૮૪ લાખ મહાઅડડનું ૧ ઊહાંગ, ૮૪ લાખ ઊહાંગનું ૧ ઊહ, ૮૪ લાખ ઊહનું ૧ મહાઊહાંગ, ૮૪ લાખ મહાઊહાંગનું ૧ મહાઊહ અને ૮૪ લાખ મહાઊહનું ૧ શીર્ષપ્રહેલિકાંગ, ૮૪ લાખ શીર્ષપ્રહેલિકાંગની ૧ શીર્ષપ્રહેલિકા જાણવી. | ૭૦ ||
૧. કોષ્ટક માટે પરિશિષ્ટ નં.૧ જોવું