________________
१८४
ज्योतिष्करण्डकम् इह चन्द्रमण्डलानामन्तराणि चतुर्दश, तथाहि-पंचदश चन्द्रमसो मण्डलानि, पंचदशानां चान्तराणि चतुर्दश भवन्ति, नोनाधिकानि, तत्र सर्वाभ्यन्तरेषु चतुर्षु चन्द्रमण्डलान्तरेषु चतुर्दा च सर्वबाह्येषु चन्द्रमण्डलान्तरेषु सर्वसंख्यया अष्टसु चन्द्रमण्डलान्तरेषु प्रत्येकं द्वादश द्वादश 'सूर्यमार्गाः' सूर्यमण्डलानि भवन्ति, षट्सु च चन्द्रमण्डलान्तरेषु मध्यवर्तिषु त्रयोदश मार्गा भवन्ति ॥ १९९ ॥ अथ कथमेतदवसीयते-एकैकस्मिन् चन्द्रमण्डलान्तरे द्वादश त्रयोदश वा सूर्यमार्गा भवन्ति ? इति, तत एतदर्थप्रतिपादनार्थमेकैकस्मिन् चन्द्रविकम्पे यावन्तः सूर्यविकम्पा भवन्ति तावतः प्रतिपिपादयिषुः करणमाह
ગાથાર્થ :- અત્યંતર અને બાહ્ય પાંચ-પાંચ મંડળો સૂર્ય-ચંદ્રના સામાન્ય છે તથા પાંચ પ્રત્યેક મંડળો નિયમા ચંદ્રના છે. તે ૧૯૮ ||
ટીકાર્થ :- ચંદ્રમાના ૧૫ મંડળો છે તેમાં ૫ મંડળો જંબૂદ્વીપમાં અને શેષ ૧૦ મંડળો લવણ સમુદ્રમાં છે તેમાં જંબૂદ્વીપમાં રહેલા ૫ અત્યંતર મંડળો અને પાંચ સર્વબાહ્ય મંડળો કુલ ૧૦ મંડળો, ૧, ૨, ૩, ૪, ૫, ૧૧, ૧૨, ૧૩, ૧૪ અને ૧૫ એ સૂર્ય તથા ચંદ્રના સાધારણ મંડળો છે. તથા શેષ ૬, ૭, ૮, ૯ અને ૧૦એ પાંચ મંડળો ચંદ્રના પ્રત્યેક છે. અર્થાત્ તે મંડળો ચંદ્રના જ છે, તેમાં ક્યારેય સૂર્ય ભ્રમણ કરતો નથી.
સંગ્રહણીની ગાથા - ૬, ૭, ૮, ૯ અને ૧૦મા મંડળો એ પાંચ મંડળો સૂર્યથી સર્વકાળ વિરહિત જાણવા. // ૧૯૮ |
હવે, કયા ચંદ્રાન્તરમાં કેટલા સૂર્યમાર્ગો (સૂર્ય મંડળો) હોય છે?
ગાથાર્થ :- અત્યંતર અને બાહ્ય આઠ ચંદ્રાન્તરોમાં ૧૨-૧૨ સૂર્યમાર્ગો અને બાકીના ૬માં ૧૩-૧૩ સૂર્યમાર્ગો હોય છે. તે ૧૯૯ /
ટીકાર્ય :- ઉ. ચંદ્રમંડળના ૧૪ આંતરા છે ત્યાં ચંદ્રમંડળના સર્વાત્યંતર ૪ આંતરા. અને ચંદ્રમંડળના સર્વબાહ્ય ૪ આંતરા કુલ ૮ આંતરાઓમાં પ્રત્યેક ૧૨-૧૨ સૂર્યમાર્ગો - સૂર્યમંડળો હોય છે અને વચ્ચે રહેલા ૬ ચંદ્રમંડળના આંતરાઓમાં પ્રત્યેક ૧૩-૧૩ સૂર્યમાર્ગો હોય છે. ૧૯૯
પ્ર. એ કઈ રીતે જાણવું? કે એક-એક ચંદ્ર મંડળના આંતરામાં ૧૨ કે ૧૩ સૂર્ય માર્ગો હોય છે?
ઉ. એ બતાવવા માટે એક ચંદ્રવિકંપમાં જેટલા સૂર્ય વિમ્પો હોય છે તેટલા બતાવવા માટે કરણ દર્શાવે છે