________________
अधिकार चोथो - तिथिनी समाप्ति
८७
व्यवहारपथेऽवतरतीति तिथि परिमाणज्ञापनार्थामिदमुपक्रम्यते ॥९४-९५॥ तत्र तिथिस्वरूपज्ञानार्थं यन्निमित्ता अहोरात्रा यन्निमित्ताश्च तिथयस्तदेतत्प्ररूपयति
ત્રીજું પ્રાભૃત કહ્યું. હવે, અવરાત્રને જણાવનાર પ્રાભૂતની પ્રરૂપણાનો અવસર છે પરંતુ તેની ઉપેક્ષા કરી અલ્પવક્તવ્યતા હોવાથી પહેલાં તિથિ સમાપ્તિ નામનું પ્રાભૂત આનુપૂર્વી પ્રમાણે કહીશ એજ કહે છે
ગાથાર્થ - (આદિત્યકર્મ ચાન્દ્ર નક્ષત્ર અને અભિવર્ધિત માસોમાંથી) કર્મમાસ પરિપૂર્ણ પ્રમાણથી લોકમાં સુખવ્યવહારક થાય છે શેષ માસો સાંશતાથી વ્યવહારમાં પ્રહણ કરવા દુષ્કર છે.
ટીકાર્થ :- આદિત્ય-કર્મ-ચન્દ્ર-નક્ષત્ર-અભિવર્ધિત માસોમાં કર્મસંવત્સર સંબંધી માસ નિરંશ-પરિપૂર્ણ ત્રીશ અહોરાત્ર પ્રમાણ હોવાથી લોકમાં સુખપૂર્વક વ્યવહારવાળો થાય છે જેમ કે- ખેડૂતાદિ બાલિશલોકો પણ ત્રીશ અહોરાત્રો ગણીને માસની કલ્પના કરે છે, શેષ-સૂર્યાદિ માસો “સાંશ-સાવયવ હોવાથી વ્યવહારમાં લૌકિકો દ્વારા ગ્રહણ કરવા દુષ્કર છે. અર્થાત દુ:ખપૂર્વક સ્વયં જાણી શકે એવા હોય છે. ઉક્ત પ્રમાણના સૂર્યાદિ વર્ષોના માસો મુગ્ધજનો જાણી શકતા નથી. ફક્ત ચાન્દ્ર (કમ) માસ તિથિ અપેક્ષાએ વિચારાતો પરિપૂર્ણ ત્રીશ તિથિરૂપ હોવાથી નિરંશ છે એટલે લોકમાં વ્યવહાર યોગ્ય થાય છે એટલે તિથિનું પરિમાણ જાણવા એનો ઉપયોગ થાય છે. તે ૯૪-૯૫ / તિથિનું સ્વરૂપ જણાવવા માટે જે નિમિત્તવાળા અહોરાત્રો અને તિથિઓ છે તેની પ્રરૂપણા કહે છે
તિથિની નિષ્પત્તિ ઃ सूरस्स गमणमंडलविभागनिप्फाइया अहोरत्ता।
चंदस्स हाणिवुड्डीकएण निप्फज्जए उ तिही ॥ ९६ ॥ 'सूर्यस्य' आदित्यस्य गमनयोग्यानि यानि मण्डलानि तेषां प्रत्येकं यो विभागोविशिष्टसमभागतया, भागार्द्धमित्यर्थः, तेन निष्पादिता अहोरात्राः, किमुक्तं भवति ?एकैकस्मिन् मण्डले यावता कालेन मण्डलार्द्धं गमनेन पूरयति तावत्कालप्रमाणेनाहोरात्राः, 'चन्द्रस्य' चन्द्रमण्डलस्य पुनर्हानिवृद्धिकृतेन कालपरिमाणेन निष्पद्यते तिथिः, अत्रायं भावार्थ:-चन्द्रमण्डलस्य कृष्णपक्षे यावता कालेनैकैकः षोडशभागो द्वाषष्टिभागसत्कभागचतुष्टयप्रमाणो हानिमुपपद्यते यावता कालेन शुक्लपक्षे एकैकः षोडशभागः प्रागुक्तप्रमाणः परिवर्द्धते तावत्कालप्रमाणप्रमितास्तिथयः, एतावांश्चाहोरात्राणां तिथीनां च परस्परं