SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આરભાદિને વિચાર नन्तरमेव केवलिनोऽन्तक्रियाप्रसङ्गः । यदि चान्तक्रियायां कदाचित् क्रियामात्रस्य कदाचिच्च साक्षादारंभस्याऽनियतविरोधित्व स्वीक्रियते तदा नियतारंभादिद्वारकत्वेन तद्विरोधित्वव्याख्यानविरोध इत्यत्राह आरंभाइजुअनं तस्सत्तीए फुडेहि ण उ तेहिं । तस्पत्तीविगमे पुण जोगणिरोहो अपडिबद्धो ॥ ६२ ॥ [ आरंभादियुतत्व तच्छक्त्या स्फुटैर्न तु तैः । तच्छक्तिविगमे पुनर्योगनिरोधोऽप्रतिबद्धः ॥६२॥] आरम्भादियुतत्वआरंभादिनियतत्व क्रियाणामिति प्रातनमिहानुषज्यते, तच्छक्त्या आरंभादिशक्त्या तुरेवकारार्थों भिन्नक्रमञ्च, न तु तैः स्फुटैः स्फुटैरेव तैरारंभादिभिर्नेत्यर्थः । अयं भावः-स्थूलकालावच्छेदेन तावदेतत्सूत्रोक्तए(क्तै)जनादिक्रियाणां साक्षादार भनियमो · बादर [એજનાદિ આરભાદિને સાક્ષાત્ નિયત નથી-શંકા]. કદાચ શંકા પડે કે–ભગવતીજીના (૧-૧-૧૬) સૂત્રની વૃત્તિમાં જ કે અસંયત એવા સક્ષમ એકેન્દ્રિય વગેરેને આત્મારંભકત્વ વગેરે સાક્ષાત હેતું નથી, તે પણ અવિરતિની અપેક્ષાએ તે જાણવું.” ઈત્યાદિ કહીને સાક્ષાત્ આરંભકત્વને નિષેધ કર્યો છે. તેનાથી જણાય છે કે “સકલ સગીઓમાં રહેલ એજનાદિ સામાન્ય ક્રિયા સાક્ષાત્ આરંભાદિને નિયત નથી. (અર્થાત્ તે ક્રિયા હોય તે સાક્ષાત્ આરંભાદિ હોય જ એ નિયમ નથી.) માટે સગી કેવલીઓમાં પણ, એજનાદિ ક્રિયા હોવા માત્રથી હંમેશા સાક્ષાદ આરંભ હાય જ' એવું માનવું આવશ્યક રહેતું નથી. તેથી એજનાદિ હોવા છતાં જ્યારે સાક્ષાદ્દ આરંભનો અભાવ હોય ત્યારે આરંભાત્મક કારને જ અભાવ હોવાથી એજનાદિ ક્રિયા અંતક્રિયાને પ્રતિબંધ કરશે નહિ, (કેમકે એજનાદિ ક્રિયાને આરંભદ્વારા અંતક્રિયાની પ્રતિબંધક માની છે) અને તે પછી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી તરત જે એ વખતે કેવલીને અંતકિયા થઈ જવાની આપત્તિ આવશે. એ આપત્તિ ન આવે એ માટે એવું જે માનશો કે “અંતક્રિયા પ્રત્યે કયારેક સાક્ષાત્ આરંભ અને કયારેક (સાક્ષાદ્દ આરંભવિક્લ એવી) ક્રિયા માત્ર પ્રતિબંધક બને છે. તેથી ઉક્તકાળે આરંભ ન હોવા છતાં ક્રિયામાત્ર જ અંતક્રિયાને પ્રતિબંધ કરી દેતી હાઈ એ આપત્તિ આવતી નથી એવું જે માનશે તે તેમાં અનિયતવિરોધિતા માનવી પડવાથી (એટલે કે અંતક્રિયાનો કેઈ એક ચોક્કસ વિરોધી=પ્રતિબંધક નથી. પણ કયારેક સાક્ષાત્ આરંભ વિરોધી છે અને ક્યારેક આરંભવિકલ ક્રિયા વિરોધી છે એમ અનુગતવિધિના માનવી પડવાથી) વૃત્તિકારે જે નિયતવિરોધિતાનું વ્યાખ્યાન કર્યું છે કે “કંપનાદિ ક્રિયા સ્વનિયત આરંભાદિ દ્વારા અંતક્રિયાની વિરોધી છે તેનો વિરોધ થશે–આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે . [આરંભાદિજનનશક્તિની અપેક્ષાએ સાક્ષાત નિયત-સમાધાન ] : ગાથાથ :- એજનાદિ ક્રિયાઓને આરંભાદિને નિયત જે કહી છે તે તેમાં રહેલી આરંભારિજનનશક્તિની અપેક્ષાએ કહેલી જાણવી, સ્કુટ એવા આરંભાદિની અપેક્ષાએ કહેલી નહિ. આરંભાદિને પેદા કરવાની આ શક્તિ જ્યારે ચાલી જાય છે, . ત્યારે ગનિરોધ અપ્રતિબદ્ધ બની જાય છે, અર્થાત્ પછી તેને પ્રતિબંધ થતો નથી.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy