SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ક્ષે. જે तस्मात्साक्षाजीवघातलक्षण आरम्भो नान्तक्रियायाः प्रतिबन्धकः, तदभावेऽन्तक्रियाया अभणनात् , प्रत्युतान्निकापुत्राचार्यगजसुकुमारादिदृष्टान्तेन सत्यामपि जीवविराधनायां केवलज्ञानान्तक्रिययो र्जायमानत्वात् कुतस्तत्प्रतिबन्धकत्वशङ्कापि ? इत्यत्र सूत्रे एजनादिक्रियाजन्य आरम्भो न भणितः किन्तु क्रियारम्भयोरेकाधिकरणे नियमो भणितः, स चैव 'यो यावत्कालं यत(एज)नादिक्रियावान् तावत्काल स आरंभादिमानेव,' एवं च सति कंपनादिक्रिया व्याप्या, आरंभश्च व्यापकः, तेन कंपनादिक्रिया नारंभहेतुः, किन्त्वारंभः कंपनादिक्रियाहेतुः, यथा 'यावत्काल यो धूमवास्तावत्काल स आटॅन्धनप्रभववहिनमानेव' इत्यत्र धूमरतथाभूतवलेजनको न भवति, भवति च तयाभूतो वह्निधूमजनकः, इत्यन्तक्रियाप्रतिबन्धकारंभव्याप्यत्वेन कंपनादिक्रियाणामन्तक्रियाप्रतिबन्धकत्वं व्याख्येयं, आरंभशब्देन च योगा उच्यन्ते, जीवघातादिलक्षणारंभादिजनकत्वेन कारणे कार्योपचारात् , शास्त्रसंमत' च योगानामारम्भत्वम् । तदुक्त भगवतीवृत्तौએજનાદિ ક્રિયાથી આરંભ થાય છે (અર્થાત કિયા કારણ છે અને આરંભ કાર્ય છે) એવું નથી કહ્યું, કિનક્રિયા અને આરંભને એક અધિકરણમાં નિયમ જણાવ્યો છે. તે આ રીતે જે જેટલા કાળ સુધી એજનાદિ ક્રિયા વાળો હોય તે તેટલા કાળ સુધી આરંભાદિયુક્ત જ હોય છે. આ નિયમ પરથી જણાવે છે કે કંપનાદિ ક્રિયા વ્યાપ્ય છે અને આરંભ વ્યાપક છે. વળી વ્યાપ્ય–વ્યાપક ભાવ ધરાવનાર ચીજો જે પરસ્પર કાર્ય કારણભાવ પણ ધરાવતી હોય તે તેમાંથી વ્યાપ્ય જ કાર્ય બને છે અને વ્યાપક જ કારણ બને છે. વ્યાપ્ય ચીજ કારણ બની શકતી નથી. જેમકે “જે જ્યાં સુધી ધૂમવાન હોય તે ત્યાં સુધી આદ્ર ઈન્શન (ભીનાં બળતણ) થી ઉત્પન્ન થએલ અગ્નિ વાળો હોય છે. એવા નિયમમાં ધૂમ તેવા અગ્નિનું કારણ નથી બનતે પણ તે અગ્નિ જ ધૂમાડાનું કારણ બને છે. તેથી પ્રસ્તુતમાં પણ કંપનાદિક્રિયા આરંભના હેતુભૂત નથી પણ આરંભ જ કંપનાદિ ક્રિયાને હેતુ છે. આમ ઉક્ત ભગવતીસૂત્રમાં “એજનાદિ ક્રિયાથી આરંભ થાય છે' એવું કહ્યું નથી પણ “એજનાદિ ક્રિયા આરંભને વ્યાપ્ય છે તેમજ આરંભનું કાર્ય છે તેવું જણાવ્યું છે. માટે “કંપનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયાની પ્રતિબંધક છે એવી વ્યાખ્યા કરવી ન જોઈએ, પણ એવી વ્યાખ્યા કરવી જોઈએ કે• (ભગવતીજીના સૂત્રની પૂર્વપક્ષી ક૯િપત વ્યાખ્યા) ' કંપનાદિ ક્રિયા અંતક્રિયાના પ્રતિબંધક એવા આરંભને વ્યાપ્ય હોવાથી અંતક્રિયાની પ્રતિબંધક છે. અર્થાત્ અંતક્રિયાને સાક્ષાત્ પ્રતિબંધક તે યોગ જ છે. કંપ નાદિ ક્રિયાઓ તે તે યોગ (આરંભ) ને વ્યાપ્ય હોઈ અંતક્રિયાની પ્રતિબંધક બને છે.” વળી આમાં, “આરંભ' શબ્દને અર્થ “સાક્ષાત્ જીવઘાત' ન કરે કિતુ જીવઘાત વગેરે રૂપ આરંભાદિને જનક એ “ગ” રૂપ અર્થ કારણમાં કાર્યને ઉપચાર કરીને કરવો. કેમકે (૧) જીવઘાત થવાથી કાંઈ. એજનાદિ ક્રિયા થતી નથી, તેમજ (૨) સાક્ષાત છવઘાત નહિ, કિન્તુ જ અંતક્રિયાના પ્રતિબંધક છે એવું અમે દેખાડી જ ગયા છીએ. વળી “આરંભ' શબ્દથી વેગ અર્થ પણ લઈ શકાય છે. એ વાત શાસ્ત્ર સંમત પણ છે જ. ભગવતી સૂત્ર (૧-૨-૨૧) ની વૃત્તિમાં કહ્યું છે કે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy