SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધર્મ પરીક્ષા લેક ૩૪ [पिण्डविशुद्धि] इत्यादौ कारणिकाशुद्धग्रहणप्रशंसाया अप्यतिचारत्वप्रसङ्गाद् । अनभिमतोपचारादतिचार योन्तु परिणामभेदः प्रयोजको न तु विषयभेद इति यत्किञ्चिदेतत् । शास्त्रेऽपि प्रशंसाऽनुमोदनाविशेष एव गीयते । तदक्तं पञ्चाशकवृत्तिकृता जइणोवि ह दव्वत्थयभेओ अणुमोअणेण अस्थित्ति' इति प्रतीकं विवृण्वता "यतेरपि भावस्तवारूढसाधोरपि न केवल गृहिण एव । हु शब्दोऽलङ्कृतौ । द्रव्यस्तवविशेषः अनुमोदनेन जिनपूजादिदर्शनजनितप्रमोदप्रशंसादिलक्षणयाऽनुमत्या अस्ति विद्यते, इति शब्दो वाक्यपरिसमाप्ताविति" ॥३४॥ શંકા–છતાં કઈ વિશેષ કારણસર કયારેક અનિષ્ટ વિષયની પણ ઈષ્ટ કાર્યાત્મક વિષયને ઉપચાર કરીને પ્રશંસા કરાય છે જેથી તે પ્રશંસનીય વ્યક્તિ પ્રસન્ન થઈને સ્વકાર્ય કરી આપે. આ રીતે ઉપચાર કરીને અનિષ્ટ વિષયની પ્રશંસા કરવામાં અતિચાર લાગે છે. અનમેદના તે મનમાં જ કરવાની હોય છે. તેથી એ કદાચ કરવામાં પણ આવે તો પણ સામી વ્યક્તિને તે જણાતી ન હોવાથી તેને પ્રસન્ન કરતી નથી. માટે પોતાનું કામ કઢાવી લેવા ઈષ્ટ કાર્યનો ઉપચાર કરીને પણ અનિષ્ટ વિષયની અનુમોદના કરાતી નથી. તેથી સમ્યગદષ્ટિ વગેરેને અનિષ્ટ એવા મિથ્થામાર્ગોક્ત અનુષ્ઠાનની અનુમોદના તે મિથ્યાત્વના ઉદય વગર થતી જ નથી, અનિષ્ટની પ્રશંસા જેમ સમ્યક્ત્વાદિના અતિચાર રૂપ બને છે તેમ અનિષ્ટની અનમેદના માત્ર અતિચારરૂપ બનતી નથી, પણ ભંગરૂપ જ બની જાય છે. માટે અનુમોદના અને પ્રશંસા જુદી જુદી જ છે એ સ્વીકારવું જોઈએ. સમાધાન- આ વાત પણ બરાબર નથી, કેમકે અનિષ્ટ વિષયની પણ શાસ્ત્રસંમત ઉપચાર કરીને કરેલી પ્રશંસા અતિચારરૂપ બનતી જ નથી. નહિતર તે પિંડવિશુદ્ધિમાં જે કહ્યું છે કે જ્યારે ભિક્ષા વગેરે પર્યાપ્ત મળતાં હોય ત્યારે અશુદ્ધ ભિક્ષા, આપનાર અને લેનાર બનેનું અહિત કરનારી બને છે. પણ જ્યારે તે પૂરતા પ્રમાણમાં મળતી ન હોય ત્યારે રોગીના દષ્ટાન્તને અનુસરીને તે જ બંનેને હિતકર બને છે.” તેનાથી સૂચિત થએલ કારણિક-અશુદ્ધ હણની પ્રશંસા પણ અતિચાર રૂપ બની જાય. શાસ્ત્રને સંમત ન હોય એવા ઉપચારથી કરાએલ પ્રશંસા આચારરૂપ જે બને છે અને તેની અનુમોદને લંગરૂપ જે બને છે તેમાં તે જુદો જુદો પરિણામ જ જવાબદાર છે, વિષયને ભેદ નહિ. માટે આવી દલિલેથી તે બેના વિષયને જુદે જુદે માન એ વાત તુચ્છ છે. વળી શાસ્ત્રમાં પણ પ્રશંસાને અનુમોદનાના જ એક ભેદ રૂપે કહી છે. જેમકે “જઈ વિ..” (પંચા. ૬-૨૮) શ્લેકના પ્રતીકનું વિવરણ કરતાં વૃત્તિકારે કહ્યું છે કે “ માત્ર ગૃહસ્થાને જ નહિ પણ ભાવ-સ્તવ પર આરૂઢ થએલા સાધુઓને પણ શ્રાવકથી કરાતી જિનપૂજા વગેરે જોઈને થએલ આન દ-પ્રશંસા વગેરે રૂપ અનુમોદના દ્વારા એક પ્રકારને દ્રવ્યસ્ત હોય છે. “હુ' શબ્દ અલંકાર તરીકે અને ઇતિ શબ્દ પરિસમાપ્તિ જણાવવા વપરાય છે.” m૩૪ આમ અનુમોદના અને પ્રશંસાના વિષય જુદા જુદા દેતા નથી એવું સિદ્ધ થએ છતે અનમેદનીય-પ્રશંસનીયની વચ્ચે વિષમ વ્યાપ્તિ નથી એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે. (જ્યાં જ્યાં “અ” હોય ત્યાં ત્યાં “બ” હોય અને જ્યાં જ્યાં “બ” હોય ત્યાં ત્યાં “અ” હોય તે “અ “અને બ'ની સમવ્યાપ્તિ કહેવાય. પણ જ્યાં જ્યાં “બ” હોય ત્યાં ત્યાં “અ” હોય જ એવી બીજી શરત જે પરિપૂર્ણ ન હોય તે અ-બની વિષમ વ્યાપ્તિ કહેવાય છે.) ૧ મહ્યોત્તરાર્ધ:- ઇય' વ રૂથ થ યુદ્ધ સંતનુત્તીણ છે [itવા ૦ ૬/૨૮] यतेरपि खलु द्रव्यस्तवभेदोऽनुमोदनेनास्ति इति । एतत्चात्र शेयमिति शुद्ध तन्त्रयुक्त्वा ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy