SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા શ્લ. ૧૭ प्राच्यावर्शभावितद्विलक्षणा योगयोग्यतयाऽऽचायैरतिशयितोक्ता, किं पुनरकरणनियमस्य साक्षाद् योगाङ्गस्य बक्तव्यमिति । न हि मनुष्यत्वसदृशमकरणमियमादिकं, अन्येषामपि सदाचाररूपस्य तस्य सामान्यधर्मप्रविष्टत्वात् , सामान्यधर्मस्य च भावलेशसङ्गतस्य विशेषधर्मप्रकृतित्वात्, मनुष्यत्व चानीदृशम् । किंच हिंसाद्यासक्तमनुष्यत्वस्थानीयं यदि मिथ्यात्वविशिष्टमकरणनियमादिकं तदा मेघकुमारजीवहस्त्यादिदयापि तादृशी स्याद्, उत्कटमिथ्यात्वविशिष्टस्य तस्य तथात्वे चेष्टापत्तिः, अपुनर्बान्धकादीनामुत्कटमिथ्यात्वाभावात्पूर्वसेवायामपि च तेषामेवाधिकृतत्वात् । तदुक्तंअस्यौषा मुख्यरूपा स्यात्पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन शेषस्याप्युपचारतः ॥१७९।। इति । ___ न चापुनर्बन्धकादेरपि न सम्यगनुष्ठानमिति शङ्कनीयम्,'सम्माणुहाग चिय तो सबमिणंति तत्तओ णेयं ) ण य अपुनबंधगाई मुत्तु एय इह होइ ॥९९६॥ [ અકરણનિયમ અને મનુષ્યત્વમાં વૈષમ્ય] પૂર્વપક્ષીનું આવું વચન “અપુનબંધક વગેરે ચરમાવવત મિથ્યાત્વીની પ્રવૃત્તિઓ પણ અસુંદર જ હોય” એવા અભિનિવેશ વિના ખરેખર બોલી શકાય એવું નથી, કેમ કે પૂર્વાચાર્યોએ સાક્ષાત્ યોગાંગ એવા અકરણ નિયમને જ નહિ પણ તે ગાંગની પૂર્વભૂમિકા રૂપ અને ચરમાવમાં થએલી એવી મુક્તિ અષાદિયુક્ત પૂર્વસેવાને પણ ઊભી થએલ ચાગયોગ્યતાના કારણે અચરમાવર્તભાવી પૂર્વસેવાઓ કરતાં ચઢિયાતી કહી છે. તેથી અકરણનિયમનું તે પૂછવું જ શું? વળી અકરણનિયમવગેરેમાં કંઈ મનુષ્યત્વનું સાદેશ્ય નથી કે જેમ તમે દષ્ટાન્ત તરીકે આપેલ મનુષ્યત્વદન્તિક અકરણનિયમમાં પણ નિશ્ચયથી અસુંદરત્વની સિદ્ધિ કરી આપે. કારણ કે ગાઢમિથ્યાત્વી વગેરેના પણ અકરણનિયમ વગેરે સદાચાર રૂપ હોઈ દુન્યવી દષ્ટિએ સામાન્યધર્મમાં ગણાય છે, જ્યારે હિંસા વગેરેમાં આસક્ત વ્યક્તિનું મનુષ્યત્વ તો એ રીતે પણ ધર્મમાં કે સુંદરવસ્તુઓમાં ગણતરી પામતું નથી. સામાન્યધમમાં ગણતરી પામતાં પણ તે અકરણનિયમાદિ વાસ્તવિકતા એ સુંદર એટલા માટે નથી કે આંશિક ભાવયુક્ત તે અકરણનિયમાદિ જ ભાવ આજ્ઞા વગેરે રૂપ વિશેષધર્મનું કારણ બનતા હોય છે જે આંશિકભાવ જ ગાઢમિથ્યાત્વી વગેરેને તે નથી, એ વાત ધ્યાનમાં રાખવી. વળી મિથ્યાત્વયુક્ત(સહચરિત) અકરણનિયમ વગેરે જે હિંસાદ યુક્ત મનુષ્યત્વ જેવા હોય અને તેથી નિશ્ચયથી અસુંદર જ હોય તે તે મેઘકુમારના જીવ હાથીની દયા પણ મિથ્યાત્વ યુક્ત જ હોઈ વાસ્તવિક રીતે અસુ દર જ થઈ જવાની આપત્તિ આવે. તેથી, ઉત્કટ મિથ્યાત્વ યુક્ત અકરણનિયમ-દયા વગેરેને જ જે અસુંદર હોવા કહેશે, તે અમારે એ ઈષ્ટ જ છે, કેમકે અમે જેમના અકરણનિયમ વગેરેને સુંદર કહીએ છીએ તે અપનબંધક વગેરે ને પણ ઉત્કટમિથ્યાવ તો હતું જ નથી. તેઓના જ અકરણનિયમ વગેરે ગાંગ હોવા અમને અભિપ્રેત છે, અન્ય મિથ્યાત્વીઓ ના નહિ” એ વાત પૂર્વસેવાના પણ તેમને જ અધિકારી બતાવ્યા હોવા પરથી જણાય છે. ગબિન્દુ (૧૭૯)માં કહ્યું છે કે “ આ અપુનબંધકની પૂર્વસેવા મુક્તિને અનુકુલ કંઈક શુભ ભાવ જાગ્યો હોવાથી નિરુપરિત રીતે પૂર્વે કહ્યા મુજબની હોય છે. અસકૃબંધક વગેરે શેષજીની તે ઉપચારથી તેવી હોય છે. [અપુનબંધકાદિ સમ્યગ અનુષ્ઠાનવાળા જ હોય] "અપુનબંધકાદિનું અનુષ્ઠાન પણ સમ્યગૂ હોતું નથી” એવી શંકા ન કરવી, કેમકે ઉપદેશપદસૂત્ર (૯૬) અને વૃત્તિમાં અપુન ધકને સમ્યગૂ અનુષ્ઠાન જ હોય એ નિયમ १ सम्यगनुष्ठानमेब तस्मात्सर्वमिद तत्त्वतोज्ञेयम् । न चापुनर्बन्धकादि मुक्त्वैतदिह भवति ॥
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy