________________
૫૦
પ્રકરણસંગ્રહ
થશે. તે મુનિસુવ્રતસ્વામી જેવા થશે. તેનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય, વિશ ધનુષનું શરીર અને કચ્છપનું લાંછન જાણવું.
(રેવડુ) શંખ શ્રાવકને જીવ છઠ્ઠા દેવકૃત નામના તીર્થકર મલિનાથ જેવા થશે. તેનું પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીશ ધનુષનું શરીર ને કલશનું લાંછન જાણવું.
( ૩ ) નંદને જીવ સાતમા ઉદય નામના તીર્થકર અરનાથ પ્રભુ જેવા થશે. તેનું ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય, ત્રીશ ધનુષનું શરીર અને નંદાવર્તનું લાંછન જાણવું.
( ૪) સુનંદને જીવ આઠમા પેઢાલ નામના તીર્થકર કુંથુનાથ જેવા થશે. તેનું પંચાણ હજાર વર્ષનું આયુષ્ય, પાંત્રીશ ધનુષનું શરીર અને બેકડાનું લાંછન જાણવું.
( દિર) આનંદને જીવ નવમા પિટિલ નામના તીર્થકર શાંતિનાથ જેવા થશે. તેમનું એક લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષનું શરીર અને મૃગનું લાંછન જાણવું.
( સાત્તિ ) શતક શ્રાવકનો જીવ દશમા શતકીર્તિ નામના તીર્થકર ધર્મનાથ પ્રભુ જેવા થશે. તેમનું દશ લાખ વર્ષનું આયુષ્ય, પસ્તાળીશ ધનુષનું શરીર અને વજનું લાંછન જાણવું. આ શંખને મિત્ર જેનું નામ પુકલિ હતું તે જાણવા. (શ્રી હેમવીરચરિત્રમાં નવમા કેકસીના જીવ અને દશમા રેલીના જીવ કહ્યા છે. )
(કુવા ) સત્યકી વિદ્યાધરને જીવ અગ્યારમા સુવ્રત નામના તીર્થંકર અનંતનાથ જેવા થશે. તેમનું ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય, પચાસ ધનુષનું શરીર અને સિંચાણુનું લાંછન જાણવું
( બમમ) દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ નેમિનાથના ભક્ત હતા. તે ધર્મિષ્ઠ શ્રાવક થયા હતા. અન્યદા તેમણે અઢાર હજાર મુનિઓને શુદ્ધ વિધિપૂર્વક વંદન કરી હાયિક સમ્યકત્વ ઉપાર્જન કર્યું હતું. તે વખતે સાતમી નરકને એગ્ય દુષ્કર્મની અપવર્તન કરીને ત્રીજી નરકને યોગ્ય કર્મદલિક કર્યા હતા અને તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું હતું. એ કૃષ્ણને જીવ બારમા અમમ નામના તીર્થકર વિમળનાથ જેવા થશે. તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય, સાઠ ધનુષનું શરીર અને વરાહનું લાંછન થશે. વસુદેવહિંડીમાં તો કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શતધાર નગરમાં માંડલિક રાજા થઈ, ચારિત્ર ગ્રહણ કરી તીર્થંકરનામકર્મ નિકાચિત કરી, વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઈ ત્યાંથી ચવીને અમમ નામે બારમાં તીર્થકર થશે એમ કહ્યું છે. ૬૪. ( નરકમાંથી નીકળીને પરભાર્યા તીર્થકર થઈ શક્તા નથી કારણ કે વચ્ચે કાળ વધારે છે તેથી બીજા બે ભવ થવાની જરૂર છે.)