________________
પ૧
કાળસપ્તતિકા પ્રકરણ निकसायनिप्पुलयनिममचित्तगुत्ता समाहिसंवरिया। जसहरविजओ मल्लो, देवोऽणंतविरि भद्दकरो ॥६५॥
અર્થ – નિવસાર) બળદેવનો જીવ તેરમા નિષ્કષાય નામના તીર્થકર વાસુપૂજ્ય જેવા થશે. તેમનું ૭૨ લાખ વર્ષનું આયુષ્ય, ૭૦ ધનુષનું શરીર અને મહિષનું લાંછન જાણવું. ( કૃષ્ણના મોટા ભાઈ બળભદ્ર કૃષ્ણના ( અમમ તીર્થકરના ) તીર્થમાં સિદ્ધિપદને પામવાના છે, તેથી આ તીર્થકરના જીવ બળદેવ કહ્યા છે તે બીજા સમજવા. )
( નિપુટ ) રહિણીને જીવ નિપુલાક નામના ચૌદમા તીર્થંકર શ્રેયાંસનાથ જેવા થશે. તેમનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ૮૦ ધનુષનું શરીર અને ખગ્ગી (ગુંડા )નું લાંછન જાણવું.
| ( નિમમ ) જેને બત્રીશ પુત્ર થયા હતા તે સુલતાનો જીવ પંદરમા નિર્મમ નામના તીર્થકર શીતળનાથ જેવા થશે. તેમનું લાખ પૂર્વનું આયુષ્ય, ૯૦ ધનુષનું શરીર અને શ્રીવત્સનું લાંછન જાણવું.
( રિપુરા ) જેણે પ્રભુને બીજોરાપાક વહેરાવ્યો હતો તે રેવતીને જીવ સત્તરમા ચિત્રગુપ્ત નામના તીર્થકર સુવિધિનાથ જેવા થશે. તેમનું બે લાખ પૂર્વનું આયુષ્ય, ૧૦૦ ધનુષનું શરીર અને મગરનું લાંછન જાણવું.
( વમહિ ) ગવાલિને જીવ સત્તરમા સમાધિ નામના તીર્થકર ચંદ્રપ્રભુ જેવા થશે. તેમનું દશ લાખ પૂર્વનું આયુષ્ય, ૧૫૦ ધનુષનું શરીર અને ઉડુપતિ (ચંદ્ર)નું લાંછન જાણવું.
( સંવરિયા ) ગાગલિને જીવ અઢારમા સંવર નામના તીર્થકર સુપાર્શ્વનાથ જેવા થશે. તેમનું વિશ લાખ પૂર્વનું આયુષ્ય, બસ ધનુષનું શરીર અને સ્વસ્તિકનું લાંછન જાણું.
( ) દ્વીપાયનને જીવ એગણીશમા યશોધર નામના તીર્થકર પદ્મપ્રભ જેવા થશે. તેમનું ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય, અઢીસો ધનુષનું શરીર અને પદ્મનું લાંછન જાણવું.
(વિકો ) કર્ણને જીવ વિશમાં વિજય નામના તીર્થકર સુમતિનાથ જેવા થશે. તેમનું ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રણ સે ધનુષનું શરીર અને કંચનું લાંછન જાણવું.
(મો) નારદને જીવ એકવીસમા મલ્લ નામના તીર્થકર અભિનંદન જેવા થશે. તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સાડાત્રણ સો ધનુષનું શરીર અને કપિ ( વાનરા )નું લાંછન જાણવું.