SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રકરણસંગ્રહ. ^^ ^^^^^^^^ વિશેષાર્થ-જેમને આત્મિકસુખ જરા પણ પ્રાપ્ત થયું નથી, અને જેઓને આત્મરંજનને સત્ય માર્ગ સમજાયે નથી, તેઓ સર્વ લેકને પ્રિય થવાને-રંજન કરવાને અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ કઈ રીતે સર્વને પ્રિય થઈ શકતા જ નથી, કેમકે લેકપ્રવાહ અનેક માગે વહે છે. લોકોની પ્રસન્નતા પણ પોતપિતાની રુચિને અનુસારે અનેક પ્રકારે વહેંચાયેલી છે. ધર્મના પણ ઘણું ભેદ પડી ગયા છે, અને પૃથક્ પૃથક્ માગે વહેનારા મનુષ્ય પોતાના સ્વીકારેલા માર્ગને સર્વોત્તમ જ માને છે. તેથી તે સર્વેને રંજન કરવાનું કાર્ય સાધારણ નથી, કિન્તુ અસાધારણ અને અશક્ય છે. તીર્થંકરાદિક અતુલ પુણ્યશાળી મહાત્માઓ પણ સર્વને રંજન કરી શકયા નથી, તે આપણે પામર જને શું કરી શકીએ? માટે તેવા મિથ્યા પ્રયત્નમાં નહીં પ્રવર્તતા–તેમાં કાળક્ષેપ અને શક્તિને વ્યય નહીં કરતાં આત્મરંજનમાં જ પ્રયત્ન કરો. આત્મરંજન માટે માત્ર પરમાત્માનું રંજન કરવું એજ મુખ્ય માર્ગ છે. તેમનું રંજન તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી થાય છે. તેમની આજ્ઞા શુદ્ધ આચરણરૂપ જ છે. તે શુદ્ધ આચરણ કરવાથી પરંપરાએ આત્મરંજન, પરમાત્મરંજન અને લોકરંજન સર્વ પ્રાપ્ત થાય છે. ૨૪. પિતાના આત્માનું રંજન કરવા કહ્યું. તે આત્મરંજન મનની સ્થિરતાથી થાય છે અને મનની સ્થિરતાનું કારણ કેટલાક જને રાજ્યાદિક સુખની પ્રાપ્તિ માને છે, પરંતુ તે માન્યતા ખોટી છે. તેથી તે રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ જે મનની સ્થિરતા ન થાય તો તે રાજ્યાદિક વ્યર્થ છે. તે બાબત કહે છેतदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थेभवेच्छीतलताऽऽशये चेत्, नो चेवृथासर्वमिदं हि मन्ये॥२५॥ અર્થ (૨) જે (વચ્ચે) સ્વસ્થ-શાંત (સારા) અંત:કરણને વિષે ( શીતwતા) શીતળતા (મ ) થાય, તે (૬) આ જગતમાં (વેવ રાવ) જે પ્રાપ્ત થયેલ તે જ રાજ્યને રાજ્ય કહેવું, (હિ) નિચે (સવ ધf) પ્રાપ્ત થયેલા તે જ ધનને ધન કહેવું, (તાતા ) તે જ તપને તપ કહેવા. ( ૪ ) અને (સરા તૈય) પ્રાપ્ત કરેલી તે જ કળાને કળા કહેવી, (નો રે), પરંતુ જો એમ ન હોય એટલે કે રાજ્યાદિક પ્રાપ્ત થયા છતાં ચિત્તની સ્વસ્થતા અને શીતળતા પ્રાપ્ત ન થાય તે (હિ) નિચે ( સર્વ ) આ સર્વ રાજ્યાદિક (ફુથા) ફેગટ છે, એમ (મ) હું માનું છું. વિશેષાર્થ –આ લેકમાં કર્તા એમ સૂચવે છે કે-રાજ્ય, ધન, તપ અને કળાની પ્રાપ્તિને આ જીવ પિતાના આત્માની શાંતિને માટે ઈચ્છે છે, પરંતુ રાજ્ય કે ધન મળ્યું પણ તેનાથી તૃપ્તિ થઈ નહીં, તો પછી શાંતિ કયાંથી થાય? અન્ય ઉપાધિઓને લીધે રાજ્ય અને ધન ઊલટા દુઃખરૂપ થઈ પડે તે શાંતિની પ્રાપ્તિ
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy