________________
શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ.
२८७ હોય છે, જીવાજીવાદિક નવ પદાર્થના તત્વને-સ્વરૂપને વિષે, હેય ઉપાદેયને વિષે અને આત્મજ્ઞાનને વિષે અદ્વિતીય નિષ્ઠાવાળા હોય છે, ગણધરાદિકની અપૂર્વ ગ્રહણ ધારણ શક્તિ જાણેલી હોવાથી સર્વથા અભિમાન રહિત હોય છે, તથા ઈચ્છા માત્રને નિરોધ કરેલ હોવાથી સંતોષરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયાને આશ્રય કરીને રહેલા હોય છે તેવા મુનિએ આત્મરંજન કરવામાં જ મગ્ન હોય છે. તેઓને કરંજન કરવાની અપેક્ષા હોતી જ નથી. ૨૨.
જે પોતાના મનને રંજન કરનાર હોય તે પરમનરંજક હોતા નથી, તે વાતને દષ્ટાંત સહિત બતાવે છેतावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः। चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति?।२३॥
અર્થ–મુનિ (વાવ) જ્યાં સુધી (ગરમ) આત્માના જ્ઞાનામૃતરૂપ રસમાં (પુર્વજ્ઞ:) પરમાનંદરૂપ સુખને જાણનાર–ભોગવનાર (જૈવ) થયો નથી, (તાવ) ત્યાં સુધી જ તે (વિવીિ) શાસ્ત્રના અર્થ સંબંધી વિવાદવાળે ( ) અને (જનરલ) લેકેનું રંજન કરનાર હોય છે. (હિ) કેમકે (શ્નો) આ જગતમાં (વાં) શ્રેષ્ઠ (વિતામળિ) ચિતામણિ રત્નને (ક) પામીને () ક માણસ (ને કને) દરેક મનુષ્યને (થાન ) કહેતે (પ્રતિ ) ફરે છે?
મારી પાસે ચિંતામણિ રત્ન છે.” એમ દરેક મનુષ્યને કોઈપણ કહેતો નથી. પોતાના મનમાં જ સમજીને તેનાથી પ્રાપ્ત થતું સુખ ભેગવવા તત્પર થાય છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક સુખને પામેલા મુનિ આત્માનંદના સુખમાં જ રમણ કરે છે, કોઈને કાંઈ કહેતા નથી તેમ વાદવિવાદમાં કે જનરંજન કરવામાં પણ પ્રવર્તતા નથી. ર૩.
વળી સર્વજનને રંજન કરવા કોઈપણ મનુષ્ય શક્તિમાન થતો નથી, તેથી આત્માનું રંજન કરવું તે જ કલ્યાણકારક છે. તે વાતને કહે છે:षण्णां विरोधोऽपि च दर्शनानां, तथैव तेषां शतशश्च भेदाः । नानापथे सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ? ॥२४॥
અર્થ:-( ૪) વળી ( Turi) છએ (ર્શના) દર્શનોન (વિરોધઃ) પરસ્પર વિરોધ છે. કેમકે સર્વે દર્શનો જુદા જુદા પદાર્થોનું પ્રતિપાદન કરે છે. ( તવ) તથા વળી (તેલ) તે છ દશનોના ( રાતાશ્વ) સેંકડો (મેલા) ભેદે છે, તે પણ પરસ્પર વિરેધવાળા છે. તેથી (ાન:) સર્વ લેકે (નાના) જુદા જુદા ભાગે પિતા પોતાની રુચિને અનુસારે (ત્ત:) પ્રર્વતેલા છે. એટલે (ઢોલં) સર્વ લેકને (માલિતું) રંજન કરવાને (!) કેણુ (સમર્થ) સમર્થ છે? કઈ જ નહીં.