________________
શ્રી નિગોદષત્રિશિકા પ્રકરણ ભાંગવાથી જે આવે તેટલા ઉત્કૃષ્ટ પદે એક એક આકાશપ્રદેશ ઉપર એક જીવના (અસંખ્યાત) પ્રદેશો રહેલા છે. વળી તે જ આકાશપ્રદેશે તે જ નિમેદવ્યાપી બીજા અનંત જી રહેલા છે તે દરેકના ઉપરના ભાગાકારથી આવેલ અસંખ્યાત જેટલા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો રહેલા છે. એટલે એક નિદગત જીવન એકંદર અસંખ્યાત અનંત પ્રદેશો એકેક આકાશપ્રદેશે રહેલા છે. જે ૧૭૫
અસત્કલ્પનાએ એક પ્રદેશે એક જીવના લાખ પ્રદેશ રહેલ હોવાથી અનંત જીવના અનંત લાખ પ્રદેશ રહેલા છે. એમ સમજવું.
હવે ગેળા સંબંધી પ્રરૂપણા કરે છે– एवं दबट्टाए, सबोस इक्कगोलजीवाणं । उक्कोसपयमइगया, होति पएसा असंखगुणा ॥ १८ ॥
અર્થ:-(વં શ્વા) એ પ્રમાણે દ્રવ્યાર્થપણે-પ્રદેશાર્થપણે નહીં, કારણ કે (હિં પોટલીવા) એક ગેળાના સર્વ જીવ કરતાં (જોસા) ઉત્કૃષ્ટપદમાં માયા) રહેલા (રૂપરા) જીવપ્રદેશ () અસંખ્યાત ગુણા (તિ) હોય છે.
વિવેચન–એક નિગોદમાં જેટલા જીવે છે, તેથી અસંખ્યાતગુણા તેમના પ્રદેશો ઉત્કૃષ્ટપદમાં રહેલા છે, કારણ કે એક નિગોદમાં છવો અનંતા છે, અને ઉત્કૃષ્ટ પદમાં-વિવક્ષિત આકાશપ્રદેશમાં તેમાંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશ રહેલા છે; તેથી તે ઉત્કૃષ્ટપદમાં તે નિદગત સર્વ જીવોના મળી અનંત અસંખ્યાત પ્રદેશો છે, માટે અનંત છ કરતાં તે પ્રદેશોની સંખ્યા અસંખ્યાત ગુણી જાણવી.
તેમજ એક ગોળામાં રહેલા છ કરતાં તેના ઉત્કૃષ્ટપદમાં રહેલા જીવપ્રદેશ અસંખ્યાતગુણ જાણવા, કારણ કે એક ગેળામાં અસંખ્યાતી નિગોદ અને એક નિગેદમાં અનંતા જીવ છે, તેથી એક ગોળામાં અનંત અસંખ્યાત જીવ થયા, અને તે ગેળાના વિવક્ષિત ઉત્કૃષ્ટપદમાં સર્વ નિદના જીવપ્રદેશે અસંખ્યાત અનંત અસંખ્યાત છે, ઉપર એક નિગોદની અપેક્ષાએ એક પ્રદેશમાં અનંત અસંખ્યાત પ્રદેશ કહ્યા, તેવી અસંખ્યાત નિદે તે ગોળામાં હોવાથી અસંખ્યાત અનંત અસંખ્યાત જીવપ્રદેશે એક આકાશપ્રદેશરૂપ તે ઉત્કૃષ્ટપદમાં રહેલા છે, માટે અસંખ્યાતગુણ કહ્યા છે કે ૧૮
જે ઉપર કહ્યું તેમાં અસંખ્ય ગુણ શબ્દથી અસંખ્યગુણ પ્રમાણ કેટલું? તે આ ગાથામાં કહે છે