________________
w
શ્રી વિચારસર્ણતિકા પ્રકરણ
૧૧૧ પહોળી છે અને પુષ્કરિણી વાવ સો જન લાંબી પહોળી અને દશ એજન ઊંડી છે. આ પર્વત ઉપરની વાવોમાં મર્યા વિગેરે જળચર પ્રાણીઓ છે, એમ પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે. ત્યવૃક્ષ અને ઇંદ્રધ્વજનું પ્રમાણ જીવાભિગમ ઉપાંગથી જાણી લેવું. આ પ્રમાણે વિશ સિદ્ધાયતનું સ્વરૂપ (કાનિ નિમિયા) ઠાણાંગ સૂત્રમાં અને જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. ૬૪.
હવે રતિકર પર્વતે વિષે કહે છે:नंदी विदिसिं चउरो, दसिगसहस्सा पिहुच पाऊहे। झल्लरिसरिस चेइअ, रइकर ठाणंगिसुत्तम्मि ॥६५॥
અર્થ?—(નંદી) નંદીશ્વર દ્વીપની (વિિિહ કો) ચારે વિદિશામાં () ચાર રતિકર પર્વતો છે, તે પર્વતો પણ ( ) ચા સહિત છે. પ્રવચનસારોદ્ધારાદિક ગ્રંથને અનુસાર તે ચાર વાવોના આંતરામાં બે બે રતિકર પર્વતે રહેલા છે. ( આ પ્રમાણે એક દિશામાં ચાર વાવ હોવાથી આઠ રતિકર પર્વત છે. એક દિશામાં જેમ છે તેમ જ બીજી ત્રણ દિશામાં હોવાથી સર્વે મળીને બત્રીશ રતિકર પર્વત સિદ્ધાયતન સહિત છે.) હવે પ્રથમ કહેલા ચાર રતિકર પર્વતનું તથા અન્ય આચાર્યના મતે બત્રીશ રતિકર પર્વતનું એક સરખું જ પ્રમાણ છે, તે કહે છે-(રસિકતા પિદુ) દશ હજાર યોજન પહોળા અને દશ હજાર
જન વિસ્તારવાળા એટલે લાંબા, ગોળ, એક હજાર જન ઉંચા અને એક હજાર એજનના (1) ચોથા ભાગે એટલે અઢીસે જન ભૂમિની અંદર રહેલા છે. તે પર્વતે નીચે (તળેટીએ) તથા ઉપર (શિખરે) દશ હજાર જન સરખા પહોળા હેવાથી (રિસ) ઝલ્લરી નામના વાજિત્ર જેવા વર્તુલાકારે છે. આ સર્વ હકીકત (રાજકુત્તમ) ઠાણાંગ સૂત્રમાં કહેલી છે. ૬૫. ( ટીકાવાળી પ્રતમાં ત્રીજા પાદમાં (ગામ) એ પાઠ છે અને ટીકામાં ચૈત્ય રહિત એમ અર્થ પણ કર્યો છે.)
હવે ઉપર કહેલા સ્થાનથી બીજા સ્થાનોમાં એટલે ઊર્ધલેક અને અધેલેકમાં જે સિદ્ધાયતનો છે તેની ઉંચાઈ વિગેરેનું પ્રમાણ કહે છે –
नंदीसरव्व उड्डे, पन्नासाई असुरजिणभवणं । तयं अद्धं नागाइसु, वंतरनगरेसु तयं अद्धं ॥ ६६ ॥
અર્થ-નહીરાણ) નંદીશ્વરમાં રહેલા ચેત્યોની જેમ (૩૬) ઉર્થલેકે દેવલોકમાં રહેલા સિદ્ધાયતને સો યોજન લાંબા, (પન્નાલાર્ડ) પચાસ યોજન પહેલા તથા બેતેર યેાજન ઉંચા છે. પરંતુ ત્રણ ત્રણ દ્વારવાળા છે, (મદુનિમવાં)