SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ' ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૦૫ વિષયોથી પાપ અને પાપથી દુખો विषयातमनुष्याणां दुःखावस्था दश स्मृताः । पापान्यपि बहून्यत्र, सारं किं मूढ ! पश्यसि ? ॥१॥ અર્થ - કામવાસનાથી વ્યથિત માણસો કામની દુઃખમય દશ અવસ્થા પામે છે. વિષયોમાં ક્યાંય સ્વસ્થતા શાંતિ કે સુખ મળતું નથી. ઉલ્ટાનું પાપ બંધાય છે. માટે ઓ મૂઢ આત્મા! આમાં તું શું સાર (સારાવાટ) દેખે છે ? કામીજનોની દુઃખમય દશ અવસ્થા કહેવામાં આવી છે. (અમુક સ્ત્રીની) “અભિ એ પ્રથમ અવસ્થા. તે કેમ-ક્યારે મળશે? મળશે કે નહિ તેવી “ચિંતા એ બીજી અવસ્થા. વારે વારે “સ્મરણ'-રટણ તે ત્રીજી અવસ્થા. તેના (સતુ અસત) ગુણોનું “કીર્તન' તે ચોથી અવસ્થા. નિરાશાજન્ય “ઉગ' તે પાંચમી અવસ્થા. વિયોગ અસહ્ય થતા તે માટેનો “વિલાપ' તે છઠ્ઠી દશા, તેમાંથી ઉદ્ભવતું ગાંડપણ તે ઉન્માદ નામક સાતમી દશા. માનસિક વગેરે “રોગની ઉત્પત્તિ રૂપ આઠમી દશા. બુદ્ધિ-સમજણના નાશ રૂપ “જડતા' નામની નવમી અવસ્થા અને છેવટે તેમાંથી નિપજતું મૃત્યુ-મરણ આ કામીની દશમી અવસ્થા છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે “કામીજીવને સુખનો વિપર્યય-વિપરીતપણું જ થયા કરે છે. નાના હિચ્છસિ નારીયો.... અર્થાત્ વિષયી જીવ જ્યાં જ્યાં નારીને જુએ છે ત્યાં ત્યાં તરત તેને વાસનામય ભાવના થાય છે. સ્ત્રીને જોતાની સાથે તરત અસ્થિરતા તેમ જ શ્વાસ અને લોહીના વહેણમાં અનિયમિતતા ઉભી થાય છે. વાયુથી ધ્રુજતી ધ્વજાની જેમ કામીનું મન સ્ત્રીને જોતાં ચંચલ થઈ ઊઠે છે. બિચારાને જરાય શાંતિ મળતી નથી. સાહિત્યમાં કહ્યું છે કે, “કામી પક્ષીઓ પણ આક્રંદ કરતા હોય છે. જળાશયના આ કાંઠાથી સામા કાંઠે જાય છે. દીનદુઃખી થઈ ચિંતા ભયમાં લીન થાય છે. યોગીની જેમ સ્થિર થઈ તેનું ધ્યાન ધરે છે ને ખાવા-પીવાનું છોડીને આતુરતાપૂર્વક તેને જોવા પ્રહરો સુધી ધ્યાન ધરે છે, માર્ગ આદિમાં વાટ જોવે છે, એકલાં એકલાં ચિચિયારી કરે છે ને પડછાયા જોડે પણ કદી ઘેલછા કરે છે. પ્રિયતમાના નાદમાં પશુઓ-પક્ષીઓની પણ આ દશા થાય છે. ધન્ય અને કૃતપુણ્ય તો આ પૃથ્વી પર એ મનુષ્યો છે જેમણે મન-ઈન્દ્રિયોના ચાળા જાણી લીધા છે. ઇચ્છાઓને જીતી લીધી છે અને વિષયથી નિવૃત્ત થઈ સ્વસ્થતા, સ્વતંત્રતા ને સાચી ઠકુરાઈ પ્રાપ્ત કરી છે. બાકી કામીના દુઃખી જીવનને તો વારંવાર ધિક્કાર છે. સ્ત્રીના સહચારમાં-સમાગમમાં પાપ પણ પારાવાર લાગે છે. સિદ્ધાંતમાં ફરમાવ્યું છે કે “એક લાખ ગર્ભવતી સ્ત્રીઓના નિર્દયતાપૂર્વક પેટ ચીરી નાખવામાં આવે અને તેમાંથી નિકળી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy