SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ સાત-આઠ માસના તરફડતા ગર્ભને હણી નાખે-આમ કરતાં જેટલું પાપ લાગે તેના કરતાં નવગણું પાપ એકવાર સ્ત્રી સેવનાર સાધુને લાગે. સાધ્વી સાથે એકવાર કામસેવન કરે તો હજારગણું પાપ લાગે ને તેમાં તીવ્ર રાગથી કામક્રીડા કરે તો ક્રોડગણું પાપ લાગે. તથા તેનું બોધિબીજ નાશ પામે છે, ઈત્યાદિ. યોગશાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે યોનિમાં અગણિત સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થતા હોય છે તે મૈથુનથી પીડાઈ મૃત્યુ પામે છે માટે મૈથુનનો ત્યાગ કરવો. કામશાસ્ત્રના રચયિતા વાત્સ્યાયન પણ યોનિના જંતુઓની વાત જણાવતા કહે છે કે “યોનિ રક્તમાં કોમળ મધ્યભાગે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે.' ઇત્યાદિ. માટે સ્ત્રીના એકવારના સંગથી અસંખ્ય જીવોના ઘાતનું મહાપાતક લાગે છે, માટે હે મૂઢ! તને વિષયમાં શો સાર દેખાય છે? લૌકિક ગ્રંથમાં પણ જણાવ્યું છે કે :भिक्षाशनं तदपि निरसमेकवारं, शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं तु शीर्ण पटखण्डमयी च कन्था, हा हा ! तथापि जन्तुः विषयाभिलाषी ॥१॥ અર્થ -માંગી લાવેલું ભોજન તે પણ નિરસ અને એકવાર મળે. ધરતીમાં જ તેની પથારી હોય. પરિજનમાં માત્ર પોતાનું શરીર જ હોય, ગળી ગયેલી ને ફાટેલી ગોદડીનો કટકો કપડા તરીકે હોય, ઘણા ખેદની વાત છે કે તથાપિ જીવ વિષયનો અભિલાષી રહ્યા કરે છે. પ્રાણ છોડે પણ અભિલાષા ન છોડે! વિષયભોગમાં માત્ર સંકલ્પ જ સુખ રહ્યું છે. વાસ્તવમાં તો કાંઈ તથ્ય કે સાર તેમાં નથી. બ્રહ્મચારીનું જીવન જ ખરું જીવન છે. ભાવપૂર્વક સ્ત્રીનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારી કહેવાય છે. કહ્યું છે કે : रामासङ्ग परित्यज्य व्रतं ब्रह्म समाचरेत् । ब्रह्मचारी स विज्ञेयो, न पुनर्वद्धघोटकः ॥ અર્થ:- ભાવપૂર્વક સ્ત્રીનો સંગ છોડી જે બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચારી કહેવાય પણ બાંધેલો ઘોડો કાંઈ બ્રહ્મચારી કહેવાય નહીં. એટલે કે સ્ત્રી પુરુષમાં ને પુરુષ સ્ત્રીમાં આસક્તિ રાખ્યા વિના બ્રહ્મચર્ય-શીલ પાળે તે ખરેખર બ્રહ્મવ્રતધારી છે. બ્રહ્મચર્યનો અચિંત્ય મહિમા છે. પરંતુ સ્ત્રીનો સાથ કરનાર ગમે તેવો બળિયો માણસ ઘોર પરાભવ ને મહાક્લેશ પામે છે, સંસાર આખો જીતવો સહેલ છે પણ સ્ત્રીનું મન જીતવું કપરું કામ છે. નીતિશાસ્ત્ર પણ સ્ત્રીનો જરાય વિશ્વાસ ન કરવા ભલામણ કરે છે. લૌકિકશાસ્ત્રમાં તેમજ જિનાગમોમાં સ્ત્રીને દોષની ખાણ-દોષની મૂલ ભૂમિ કહી છે. તેને રાક્ષસીની
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy