SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮__ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ હું ગોપાલ ધવલ-દિવાલવાળા રાજગૃહે વસું છું; આમંત્રણ કાજે સુપુત્ર ! તારા આ ભારવટે લખું છું. ૧ આમ સુનંદાને સમજાવી તેની તથા સસરા આદિની રજા લઈ શ્રેણિક ઘેર આવ્યા અને માત-પિતાદિને પ્રણામ કર્યા. રાજા ઘણાં જ આનંદિત થયા અને પૂર્વે બીજા ભાઈઓ સામે શા માટે તારી પ્રશંસા ન કરી ! એના હેતુ સમજાવ્યા. પછી મોટા સમારોહપૂર્વક શ્રેણિકનો રાજયાભિષેક કરી મહારાજા પ્રસેનજિત્ સંન્યસ્ત થયા અને અનુક્રમે સ્વર્ગસ્થ થયા. શ્રેણિક મહારાજા બન્યા. તેમની પ્રતિભા દિશાઓમાં પથરાઇ ગઇ. મગધના વ્યવસ્થિત સંચાલન માટે પાંચસો મંત્રી હતા પણ કહ્યા વિના માત્ર ઈશારાથી સમજનાર તેમાં એકે ય ન હોઈ, તેવાને શોધી તેને માહામાત્ય બનાવવાની ઈચ્છાથી રાજાએ એક સૂકા કૂવામાં પોતાના નામવાળી વીંટી નાખી ઢંઢેરો પીટાવ્યો કે “કૂવાના કાંઠે ઉભા ઉભા આ વીંટી જે કાઢી આપશે તેને માહામાત્ય બનાવવામાં આવશે.” આ તરફ પૂરા મહિને સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. નક્કી કર્યા પ્રમાણે તેનું અભયકુમાર નામ રાખવામાં આવ્યું. ક્રમે કરી તે શાળાએ ભણવા જવા લાગ્યો. કુશાગ્રબુદ્ધિથી એ સહુને માટે આશ્ચર્યમય થઈ રહ્યો, ને અતિપ્રવીણ તરીકે પ્રસિદ્ધ થયો. સહપાઠી સાથે બોલચાલ થવાથી તેને મેણું મારતાં કહ્યું – બાપના નામનું ય ઠેકાણું નથી ને આટલો બધો ડોળ-દમામ શાનો બતાવે છે?' આ સાંભળી ખિન્ન થયેલ અભયે સુનંદા પાસે પિતા બાબતની જાણકારી માંગી. તેણે કહ્યું-દીકરા ! તારા પિતા પરદેશી હતા. તેમને અકસ્માત જવાનું થતાં, તેઓ આ ભારવટ પર કાંઈક લખીને ગયા છે. આપણને તેડાવાનું કહ્યું હતું પણ હજી સુધી તેમના કાંઈ સમાચાર નથી.” અભયે ભારવટનું લખાણ વાંચી કહ્યું-“મા, બહુ આશ્ચર્યની વાત છે. મારા પિતા તો રાજગૃહ નગરના રાજા છે. ચાલો આપણે ત્યાં જઈએ. છેવટે પિતાને પૂછી સુનંદા અભયને લઈ રાજગૃહી આવી. માતાને નગર બહાર ઉતારે રાખી અભય એકલો નગરમાં આવ્યો. એક કૂવા - કાંઠે લોકોની જબરી ભીડ જોઈ. તેણે પૂછતાં વીંટી કાઢવાની વાત જાણી બોલ્યો-“એ તો સાવ સરલ વાત છે. હું હમણાં કાઢી આપું” એ તેજસ્વી બાળકની વાત સાંભળી સહુને આશ્ચર્ય થયું. રાજપુરુષોએ કહ્યું-“ચાલ કાઢી આપ, આમ વાતો કર્યો શું વળે ?' અભેય તરત છાણનો પીંડ મંગાવી વીંટી પર નાંખતાં વીંટી છાણમાં ભરાઈ ગઈ. પછી સળગતા ઘાસના પૂળા નાખી છાણમાંથી છાણું બનાવી નાખ્યું અને બાજુમાં વહેતીપાણીની નીકને કૂવામાં વહેતી કરી. થોડી જ વારમાં કૂવો ભરાતો ગયો, તે પર તરતું છાણું ઉપર આવવા લાગ્યું. આમ કાંઠા સુધી પાણી ભરાતાં અભયે છાણું હાથમાં લઈ વીંટી કાઢી લીધી. આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા. અભયની ઓળખ પૂછતાં તેણે કહ્યું- હું બેનાતટનો રહેવાસી રાજપુત્ર છું.” બેનાતટ સાંભળતાં જ રાજાને અતીતની સ્મૃતિ તાજી થઈ આવી. તેણે પૂછ્યું-“બાળ ! તું ધનાશેઠની દીકરીને ઓળખે છે?' હા, હા તેમને મારા જેવો જ અભય નામનો દીકરો છે, રૂપે, રંગે, દેખાવે અમે સરખા છીએ ને સાચા મિત્ર
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy