SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ mundo છીએ. એક બીજા વગર રહી પણ ન શકીએ.” રાજાએ કહ્યું-“જો એમ છે તો તું એકલો એના વગર અહીં કેમ આવ્યો?' ના, હું તેને મા સાથે અહીં નગર બહારના ઉપવનમાં મૂકીને જ આવ્યો છું.” હું! શું કહ્યું? શું સાચું કહે છે? ચાલ બતાવ એ ક્યાં છે? અને શ્રેણિક તેની સાથે નગર બહાર આવ્યા તો સાચે જ સુનંદા. એક-બીજાને ઓળખ્યા ને હર્ષે નયનો ભરાઈ ગયાં. ક્ષેમકુશળ પૂછ્યા, પછી રાજાએ સુનંદાને પૂછ્યું- “આપણું બાળક ક્યાં? સુનંદા બોલી – “આ શું, આપની સાથે છે તે અને રાજાએ અભયને વહાલ કરતાં પૂછ્યું – “દીકરા ! જુઠું કેમ બોલ્યો ?' અભયે કહ્યું-જરાય નહીં પિતાજી, હું મારી માના હૃદયમાં પણ સદાય વસું છું તેથી કહ્યું હતું કે અભય તેની મા સાથે છે.” રાજા ખૂબ ખુશ થયા, માતા-પુત્ર સાથે સારા સમારોહપૂર્વક શ્રેણિકે નગરપ્રવેશ કર્યો. અભયકુમાર સર્વમંત્રીના મહામંત્રી થયા. અપ્રતિમ બુદ્ધિચાતુર્ય અને ઠાવકાઈથી અભયકુમારે મગધની સીમાને સબળ, રાજયને નિરાપદ, રાજકુટુંબને પ્રતાપી અને અનેક રાજાઓને અનુકૂળ બનાવ્યા. મગધની કીર્તિગાથા દિશાઓમાં ગૂંજતી કરી. એકવાર શ્રમણ પરમાત્મા મહાવીરદેવ રાજગૃહીમાં સમવસર્યા. અભય પ્રભુને વાંદવા આવ્યા. ત્યાં એક અતિશય શાંત તેજસ્વી-તપસ્વી મુનિરાજને જોઈ તેણે પ્રભુને પૂછ્યું- “ભગવંત! આ સાક્ષાત્ ધર્મમૂર્તિ મુનિરાજ કોણ છે?' પ્રભુ બોલ્યા- “આ વીતભય નગરના મહાપ્રતાપી ઉદાયન રાજા હતા. તેમણે દીક્ષા લઈ શ્રેય સાધ્યું છે.” “ભગવન્! તેમણે કેવી રીતે બધું છોડી દીક્ષા લીધી?' ભગવંતે કહ્યું-“એકવાર તેમણે અમારી પાસે ઉપદેશ સાંભળ્યો કે; “ખીલેલી સંધ્યાની રંગીન છટા અને પાણીના પરપોટાની જેમ જીવન ક્ષણિક છે. નદીના વેગની જેમ ચપળ યુવાની છે. ડાભના અગ્રભાગ પર રહેલ જળબિંદુ જેવો સરી પડે તેવો વૈભવ છે. માટે હે વિવેકી-સમજુ જીવો ! બોધ પામો. મુક્તિ સમાન સુખ વિશ્વમાં ક્યાંય નથી.” જેમ કોઈ કોલસાનો વેપારી પીવાના પાણીનો ઘડો લઈ કોલસા પાડવાની જગ્યાએ અરણ્યમાં આવ્યો. કાપેલાં લાકડાં કોલસા પાડવા સળગાવ્યાં. ઉપરથી સૂર્ય અગન વરસાવતો હતો. અતિ તૃષા લાગવાથી તે ધીરે ધીરે આખો ઘડો પાણી પી ગયો, પણ તરસ તો જાણે વધતી ગઈ. શ્રમ, થાક, તાપ અને તરસથી વ્યથિત તે મૂચ્છિત થઈ ઢળી પડ્યો. એ અવસ્થામાં તેને સ્વમું આવ્યું કે તેણે તરસ બૂઝાવવા બધાં કૂવા-તલાવ આદિ પાણી પી ખાલી કરી નાંખ્યાં. છેલ્લે સમુદ્ર પણ પી નાખ્યો છતાં તરસ ઘટવાને બદલે વધી પડી. બધે પાણી ખલાસ થઈ ગયાં. ખૂબ જ તપાસ કરતાં એક કાદવવાળો કૂવો જડ્યો. તેમાં કાદવ પર થોડું થોડું ક્યાંક પાણી જણાતું પણ વાસણમાં આવે તેમ હતું નહીં, માટે દોરડે ઘાસનો પૂળો બાંધી કૂવામાં નાંખી ખેંચ્યો. તે તણખલામાંથી ઝરતા પાણીનાં ટીપાં પીવા લાગ્યો. આવા પાર વિનાના સમુદ્રના પાણી પીવા છતાં તરસ ન મટી, તો આ કીચડવાળા જળબિંદુથી તેની તરસ બૂઝાશે? નહીં જ. તેવી જ રીતે દેવલોકના મોટા આયુષ્ય સુધી અનેક વાર નિરુપમ સુખ ભોગવવા છતાં જે જીવને સંતોષ ન થયો, તેને આ ક્લેશબહુલ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy