SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૧૭ વિજયની ભંભા લઈ નીકળ્યો. આગ બૂઝાયા પછી ખબર પડી કે શ્રેણિકે ભંભા લીધી ત્યારે સહુ હસવા લાગ્યા. કોઈએ કહ્યું-‘આગ લાગી એમાં શું ભંભા વગાડવા જવું હતું !' ત્યારથી શ્રેણિકનું ‘ભંભાસાર’ (બગડીને બિંબિસાર) એવું ઉપનામ પડી ગયું. શ્રેણિકકુમારની યોગ્યતાનો સારો પરિચય મળી ગયો છતાં તેને અભિમાન થઈ આવે અથવા ભાઈઓ તરફથી ભય ઊભો થાય એ કારણથી રાજાએ શ્રેણિકની જરાય પ્રશંસા ન કરી. પછી બધા કુમારોને ગામ-નગર આદિ આપી તેઓને ત્યાંથી રવાના કર્યા, પણ શ્રેણિકને કશું જ આપ્યું નહીં, તેથી તેને લાગી આવ્યું. એક રાતે કોઈને પણ જણાવ્યા વગર શ્રેણિક ઘેરથી નીકળી પડ્યો અને કેટલાક સમયે બેનાતટ નગરે આવી પહોંચ્યો. વિશ્રામ લેવા ભદ્રનામક શેઠની મોટી દુકાનના ઓટલે તે બેઠો જ હતો કે શેઠને અણધાર્યો વકરો અને લાભ થવા લાગ્યો. થોડી વારે શેઠે તેને પૂછ્યું - ‘ભાઈ પરદેશી, કોના અતિથિ થશો ?' શ્રેણિકે સસ્મિત કહ્યું-‘આપના જ ઘરે' તે સાંભળી શેઠે વિચાર્યું ‘ઘેર ઉત્તમ વર આવશે, દીકરીની ચિંતા ન કર' એવું જે આજે સ્વપ્નું આવેલ તે સાચું થતું જણાય છે. સમયે બંને સાથે ઘેર આવ્યા. શેઠે સારો આવકાર આપી આદરપૂર્વક તેને જમાડ્યો, પાસે રાખ્યો. એક સારા દિવસે સગા-સંબંધીઓને નોતરી સારા સમારોહપૂર્વક તેઓની સમક્ષ પોતાની ગુણવતી દીકરી સુનંદાને કુમાર સાથે પરણાવી. દામ્પત્ય સુખ ભોગવતાં કેટલોક સમય જતાં સુનંદા સગર્ભા થઈ. ગર્ભપ્રભાવ તેને જિનપૂજા-વરઘોડા-દાન-અમારિ ઘોષણા આદિનાં દોહદ (અભિલાષા) થવા લાગ્યા. તેના બધા દોહદ પૂરા કરવામાં આવ્યા. આ તરફ શ્રેણિકના ચાલ્યા જવાયી પ્રસેનજિત્ રાજાને ઘણો આઘાત લાગ્યો. ચારે તરફ તપાસ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. જે પરદેશ-પરગામથી આવે તેને શ્રેણિક બાબત પૂછવામાં આવતું. એમ કરતાં એક સોદાગરે બેનાતટની ભાળ આપી જણાવ્યું કે તે શ્રેણિક જ હોઈ શકે. એવામાં યોગાનુયોગ રાજા ગંભીર માંદગીમાં પટકાયા. તેમણે શ્રેણિકને બોલાવી લાવવા સાંઢણીસ્વાર મોકલ્યા અને પોતાની ગંભીર સ્થિતિમાં શીઘ્ર ઘેર આવી પહોંચવા ભલામણ કરી. સ્વાર મોઢે આ સમાચાર જાણી શ્રેણિકે સુનંદાને બીના કહી કે – ‘મારા પિતાજી અંતિમ અવસ્થામાં હોઈ મારે ગયા વિના ચાલશે નહીં. તું હાલ અહીં જ રહે. અવસરે હું તને બોલાવી લઇશ. આપણો પુત્ર અવતરે ત્યારે એનું ‘‘અભયકુમાર'' નામ પાડજે.' સુનંદાએ કહ્યું-‘તમે મને તો કાંઈ જણાવ્યું નથી પણ આ બાળક મોટું થઇ તમારા નામઠામ બાબત પૂછશે તો હું શું કહીશ ?' ત્યારે શ્રેણિક ઘરના ભા૨વટ પર આ પ્રમાણે લખ્યું :
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy